રમઝાન અંગેની એ છ ખોટી માન્યતાઓ જે લોકોમાં પ્રવર્તે છે

ઇમેજ સ્રોત, velveteye/Getty Images
ઇસ્લામનો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને વિશ્વભરના મુસ્લિમો આ મહિના દરમિયાન સવારથી માંડી સાંજ સુધી અન્ન-જળથી દૂર રહેશે.
રમઝાનનો ઉદ્દેશ લાંબી પ્રાર્થનાઓ અને આત્મનિયંત્રણ દ્વારા આધ્યાત્મિકતામાં ઉમેરો કરવાનો છે. પ્રથમ નજરે જોઈએ તો આ એકદમ સરળ છે પણ આ અંગે કેટલીક ગેરસમજણો પ્રવર્તે છે.
કુરાનના હદિફ અને શરિયત અને ઇસ્લામી વિજ્ઞાનના વિદ્યાર્થી શબ્બીર હસનના જણાવ્યાં મુજબ આમાંની કેટલીક માન્યતાઓ આ મુજબ છે.

બ્રશ કરવાથી તમારારોજા તૂટી શકે છે

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોના જણાવ્યા મુજબ બ્રશ કરવાથી તમારા ઉપવાસ તૂટી જતા નથી.
હસન જણાવે છે કે કેટલાય લોકોનું માનવું છે કે ટૂથપેસ્ટનાં સહેજ મિન્ટ જેવા સ્વાદથી રોજા તૂટી શકે છે.
જોકે, ઘણા નિષ્ણાતો માને છે કે તમારા દાંતને બ્રશ કરવામાં કંઈ ખોટું નથી. વધુ પડતી સાવચેતી રાખનારાઓ માટે હસન પાસે કેટલીક ટિપ્સ છે.
ઉત્તમ સલાહ એ છે કે ઓછામાં ઓછી ટૂથપેસ્ટ વાપરો અને એ પણ એવી કે જેમાં વધુ મિન્ટ અને સ્ટ્રૉંગ ના હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કુદરતી બનાવટના દંતમંજન મેસ્વાક વાપરવાની સલાહ આપે છે. કારણ કે એ ખૂબ સૌમ્ય અને કુદરતી સ્વાદ ધરાવે છે.
તે સાલવાડોરા પેરસિકા વૃક્ષમાંથી બને છે. જેની વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા દાંતની સ્વચ્છતા માટે ભલામણ પણ કરવામાં આવી છે.

તમે તમારું થૂંક ગળી ના શકો

ઇમેજ સ્રોત, Getty Images
એવી પણ માન્યતા છે કે ખુદનું થૂંક ગળવાથી રોજા તૂટી જાય છે. પરંતુ આ ખરેખર ખોટી માન્યતા છે.
હસન જણાવે છે કે થૂંક ગળવું એ કુદરતી પ્રક્રિયા છે અને તેનાથી રોજો તૂટતો નથી.
હસનનાં જણાવે છે કે ,''અન્ય વ્યક્તિનું થૂંક સહેજ અલગ હોય છે તેથી ઉપવાસ દરમ્યાન એનાથી દૂર રહેવું જોઈએ.''
તમે તમારા સાથીને ચુંબન કરી ના શકો કે તેમની સાથે ઘરોબો ના કેળવી શકો.
ઉપવાસ કરવાનો વાસ્તવિક હેતુ તો તમારી ઇચ્છાઓ પર નિયંત્રણ કરવાનો છે, જેમાં ખોરાક,પાણી અને શારીરિક સંબંધોનો સમાવેશ થાય છે.

માત્ર અન્ન અને જળ વિશે જ છે

ઇમેજ સ્રોત, Lisovskaya/Getty Images
ઉપવાસ વખતે માત્ર અન્ન અને જળનો જ નિષેધ હોય છે.
હસન જણાવે છે," જીભ દ્વારા કરાતા પાપનો આમાં નિષેધ ફરમાવવામાં આવ્યો છે.
તેઓ જણાવે છે, "ઉપવાસ દરમિયાન નિંદા કે ટિકા-ટિપ્પણી કરવાથી દૂર રહેવું જોઈએ.''

"અચાનક ખાવા કે પીવાથી તમારો ઉપવાસ તૂટી શકે છે"

ઇમેજ સ્રોત, Getty Images
તમે રોજા રાખ્યા છે અને તમે ભૂલથી કશુંક ખાઈ લો છો, એવી સ્થિતિમાં તમારો ઉપવાસ તૂટી જતો નથી અને જ્યાં સુધી તમે ના ઇચ્છો ત્યાં સુધી તે તૂટી શકતો નથી.
ટાળી શકાય એવી સ્થિતિમાં કશુક ખાઈ જવાથી કે કશુક પી લેવાથી ઉપવાસને તૂટેલો માનવામાં આવે છે.
જેમ કે નહાતી વખતે પણ તમે કશુક પી લો છો તો તમારો ઉપવાસ વ્યર્થ ગણવામાં આવે છે. નહાતી વખતે કે મોં ધોતી વખતે મોંમાં છાંટા જતાં રહે તો ઉપવાસ તૂટી શકે છે.
હસન જણાવે છે,"આ સ્નાનવિધિ દરમિયાન સીધા કોગળા કરવા જોઈએ અને પાણીને ગળામાં ઉતારવાનું ટાળવું જોઈએ."

"તમે દવા ના લઈ શકો"

ઇમેજ સ્રોત, Getty Images
ધ મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટન (MCB) અને ઇન્ટરનેશનલ ગ્લુકોમા એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે જણાવ્યાં મુજબ લોકો આંખમાં નાખવાના ટીપાંનો ઉપયોગ કરી શકે છે.
ધ મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટન (MCB)એ હૉસ્પિટલો માટે રમઝાન હેલ્થ ફેક્ટ શીટ જાહેર કરે છે.
તેમાં જણાવાયું છે કે આંખ-કાનનાં ટીપાં, ઇન્જેક્શન અને શરીરમાં તબીબી સારવાર માટે અપાતાં પ્રવાહીથી ઉપવાસ તૂટી શકતો નથી.
જોકે, ગળવાની દવાથી ઉપવાસ તૂટી શકે છે અને એને ઉપવાસ પહેલાં કે પછી ગળવી જોઈએ.
હસન જણાવે છે, "જો તમે તબીબી સારવાર લઈ રહ્યા છો તો તમારે એ સ્પષ્ટ કરવું જોઈએ કે તમે ઉપવાસ કરવાને લાયક છો કે કેમ?"
"કુરાનના મતે તમારે હકીમોની સલાહનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ.''

ગમે તે થાય ઉપવાસ કરવા

ઇમેજ સ્રોત, Getty Images
ઇસ્લામમાં ઉપવાસ 15 વર્ષથી મોટી ઉંમરનાં અને તંદુરસ્ત વ્યક્તિને જ કરવાની ભલામણ કરવામાં આવી છે.
ધ મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટન (MCB)ના જણાવ્યા અનુસાર શારીરિક કે માનસિક બીમાર વ્યક્તિ, નબળી વ્યક્તિ, મુસાફરી કરનાર વ્યક્તિ, સગર્ભા કે સ્તનપાન કરાવતી મહિલાઓએ રોજા ના રાખવા જોઈએ.
હસન જણાવે છે,"જો ટૂંકી બીમારી બાદ તમે સાજા થઈ ગયા હોવ તો બીજા દિવસથી તમે ફરીથી ઉપવાસ ચાલુ કરી શકો છો."
જો તમે લાંબા ગાળાની બીમારીને કારણે ઉપવાસ કરી શકવા સક્ષમ નથી તો તમે ફિદયાહ કરી શકો છો.
જેમાં દરરોજ તમે ગરીબ કુટુંબને ભોજન કરાવી શકો છો કાં તો દાન કરી શકો છો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













