You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયાની એવી ટૅન્ક જેના પર છે સમગ્ર વિશ્વની નજર, પરંતુ એવું શું છે આ ટૅન્કમાં?
આજે રશિયાની 'વિજય દિવસ'ની લશ્કરી સરંજામ સાથે પરેડ છે. જેમાં સૈનિકોની સાથે સાથે વિશ્વભરની નજર એક રિમોટકંટ્રોલથી ચાલતી ટૅન્ક પર છે.
આ સિવાય રશિયાની પરેડમાં નવાં હથિયારો પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. સીરિયામાં પરિક્ષણ કરવામાં આવેલાં હથિયારો પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહેશે.
પણ એક ટૅન્ક ખાસ છે. તે છે ઉરન-9 ટૅન્ક, જેમાં એન્ટી-ટૅન્ક રોકેટ, એક તોપ અને મશીન ગન ફિટ કરવામાં આવેલાં છે.
પુતિનનો આદેશ
રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનના આદેશ પર આ પરેડમાં નવાં હથિયારો અને મિસાઇલ્સને પણ સામેલ કરવામાં આવ્યાં છે.
આવું સોવિયેત સંઘના સમયે થતું હતું. 9મી મેના રોજ આ પરેડ યોજાય છે.
નાઝી સામેના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં પરેડનું આયોજન કરવામાં આવે છે.
નવી ઇનફન્ટ્રી બગી, ડ્રોન અને એન્ટી-શિપ મિસાઇલ પણ પરેડમાં સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશિયાના અનુસાર ઉરન-9 અને બારૂદની સુરંગ સાફ કરનાર રોબૉટ સૈપર ઉરન-6એ સીરિયામાં રશિયાના સુરક્ષા દળની ઘણી મદદ કરી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
રશિયાએ સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ અસદની મદદ માટે કેટલાક રશિયન સૈનિકો અને યુદ્ધવિમાન-જહાજ સીરિયામાં તહેનાત કર્યાં છે.
તેઓ આઈએસ સહિતના વિદ્રોહીનો સામનો કરી રહ્યા છે. ગઝેટા અનુસાર ઉરન-6 તેની જાતે જ તેનું નિશાન શોધી લે છે.
પણ નિશાનને વિંધવા માટે ફાયર કરવા માટે ત્રણ કિલોમીટર દૂર ગાડીમાં બેઠેલ વ્યક્તિ નિર્ણય કરે છે.
ઉરન-6 રોબૉટ સૈપર સીરિયાના પાલ્માયરા, અલેપ્પો અને ડેર-અલ-જુરમાં બારૂદી સુરંગ સાફ કરે છે.
જેથી રશિયાના સુરક્ષાદળોને ઘણી મદદ મળે છે. તેને કંટ્રોલ કરતી વ્યક્તિ એક કિલોમીટર દૂર બેસી શકે છે.
ટુ-વ્હીલરમાં મશીન ગન
ગઝેટાએ રશિયાના સંરક્ષણ મંત્રી યૂરી બોરિસોવને ટાંકીને કહ્યું કે ઉરન-6એ કેટલીક વાર સરકારી સુરક્ષા દળોને સુરક્ષિત સ્થળોએ રાખીને બારૂદની સુરંગો સાફ કરી છે.
આનાથી સુરક્ષા દળોને વિદ્રોહીના વિસ્તારમાં દાખલ થવામાં મદદ મળે છે.
પરેડમાં આ વખતે પ્રથમ વખત ઑલ-ટૈરેન અને બે વ્યક્તિની સવારીવાળી ઇનફન્ટ્રી બગીઝ પણ સામેલ હશે.
આ રશિયામાં બનેલી ક્વૈડ બાઇક છે. તેમાં મશીન ગન પણ ફિટ કરી શકાય છે.
નાનું એએમ-1 વ્હીકલ ખાસ કરીને ઇનફન્ટ્રી અથવા વિશેષ દળ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
તે રણ અને અન્ય દુર્ગમ વિસ્તારોમાં વિશેષ કામ કરે છે.
રશિયાનાં ડ્રોન
રશિયાના કોરસાર નામના ડ્રોન દરેક મોસમમાં કામ આવે છે. તેને પણ પરેડમાં સામેલ કરાયાં છે.
તે મિસાઇલ હુમલો, રેકી અથવા સપ્લાય ડિલિવરી માટે ઉપયોગી છે.
તે દસ કલાક સુધી ઊડી શકે છે અને છ કિલોમીટરની ઊંચાઈ પર ઊડી શકે છે. વળી તેની રેન્જ 160 કિલોમીટરથી વધુની છે.
બોરિસોવ અનુસાર રશિયાની સેના પાસે ઘણાં પ્રકારનાં ડ્રોન છે પણ તેમાના બે પ્રકારનાં ડ્રોન પરેડમાં સામેલ કરાયાં છે. એક કોરસાર અને બીજા કતરાન.
અન્ય વિમાનો
જો બુધવારે મોસ્કોનું આકાશ સાફ રહેશે તો ફ્લાઇ પાસ્ટ પણ યોજાશે. જેમાં યુદ્ધવિમાન, બોમ્બર અને હૅલિકૉપ્ટર પણ સામેલ છે.
પ્રથમ વાર મિગ-31 પણ જોવા મળશે જેમાં રશિયાની નવી ક્વિંજલ હાઇપરસોનિક એન્ટી-શિપ મિસાઇલ પણ હશે. આનાથી વિમાનો પર હુમલો કરી શકાય છે.
રશિયા તેની વાયુસેનાના તાજ નવા સુ-54 સ્ટીલ્થ ફાઇટર જેટનું પણ પરેડમાં પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યું છે.
આ વિમાનોને ટી-50 નામથી પણ ઓળખવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો