શા માટે ચાંદી કરતાં પણ મોંઘું થઈ ગયું વેનીલા?

ઇમેજ સ્રોત, Getty Images
તમે જ્યારે આઇસ્ક્રીમની દુકાને ગયા હશો, ત્યારે વેનીલાનો ઓપ્શન જોયો હશે. છેલ્લાં બે વર્ષથી વેનીલાના ભાવ સતત વધી રહ્યા છે.
બ્રિટનની માર્કેટમાં તો તેનો ભાવ 600 ડોલર(અંદાજે 40,000 રૂપિયા) પ્રતિ કિલો સુધી પહોંચી ચૂક્યો છે.
જો ભારતની વાત કરીએ તો એક કિલો વેનીલા માટે તમારે 40,000 રૂપિયા ખર્ચ કરવા પડે.
હાલ ભારતમાં ચાંદીનો ભાવ 43,200 રૂપિયા પ્રતિ કિલો છે. બ્રિટનના માર્કેટમાં ચાંદી 530 ડોલર (35,500 રૂપિયા) પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
વેનીલાની વધતી કિંમતને કારણે આઇસ્ક્રીમનો કારોબાર કરતી કંપનીઓની ચિંતા વધી રહી છે.
બ્રિટનની સ્નગબરી આઇસ્ક્રીમ કંપની દર અઠવાડિયે પાંચ ટન આઇસ્ક્રીમ બનાવે છે.
તેમનાં 40 ફ્લેવર્સ પૈકીની એક તૃતીયાંશમાં વેનીલાનો ઉપયોગ કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત વર્ષોમાં આ કંપની જે ભાવે વેનીલા ખરીદતી હતી તેના ત્રીસ ગણાથી પણ વધારે ભાવ આજે ચૂકવવો પડી રહ્યો છે.
બ્રિટનમાં એક કંપનીએ તો વેનીલા ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવવાનું જ બંધ કરી દીધું છે.

શા માટે વધી રહી છે વેનીલાની કિંમત?

ઇમેજ સ્રોત, Getty Images
વેનીલાના પાકનું 75 ટકા ઉત્પાદન ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં માડાગાસ્કર દ્વીપ પર થાય છે.
વેનીલાની કિંમત વધવાનું મુખ્ય કારણ એ છે કે ગત માર્ચ મહિનામાં માડાગાસ્કરમાં વાવાઝોડું આવ્યું હતું તેમાં વેનીલાનો પાક ખરાબ થઈ ગયો હતો.
જોકે, વેનીલાની કિંમત ઘટવાની આશંકા હતી, પરંતુ વધુ માંગને કારણે આ ભાવમાં કોઈ ફેરફાર નજરે પડતો નથી.
વેનીલાની ખેતી ખૂબ જ મુશ્કેલ કામ છે. તેનાં પાકમાંથી રસ કાઢવામાં આવતો હોય છે.
માત્ર આ કારણે જ કેસર બાદ વેનીલા દુનિયામાં સૌથી મોંઘો પાક છે.
કોમૉડિટિ માર્કેટના જાણકાર જૂલિયાન ગેલ જણાવે છે કે, માડાગાસ્કર સિવાય પાપુઆ ન્યૂ ગિની, ભારત અને યુગાન્ડામાં વેનીલાની ખેતી થાય છે.
દુનિયાભરમાં તેની માગ છે. અમેરિકા પોતાની મોટી આઇસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીને કારણે ભારે માત્રામાં વેનીલાનો ઉપયોગ કરે છે.
માત્ર આઇસ્ક્રીમમાં જ નહીં, વેનીલાનો ઉપયોગ મીઠાઈ અને દારૂથી લઈને પર્ફ્યૂમ બનાવવામાં પણ થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















