અમેરિકામાં કામ કરવું વધુ અઘરું બન્યું, ટ્રમ્પ વધારી શકે છે મુશ્કેલી

ઇમેજ સ્રોત, Getty Images
H1B વિઝા ધારકોના ડિપેન્ડન્ટ તરીકે અમેરિકામાં આવતા પતિ કે પત્નીને H4 વિઝા આપવામાં આવે છે. જેમના કામ કરવાના અધિકાર અંગે ટ્રમ્પ સરકાર ફેરબદલ કરવાનું વિચારી રહી છે.
આ ફેરફાર જો માન્ય રાખવામાં આવશે તો H4 વિઝા ધારકોનો કામ કરવાનો અધિકાર નાબૂદ થઇ શકે છે.
યુ.એસ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝના ડાયરેક્ટર લી ફ્રાન્સિસ સીસનાએ તેમના નિવેદનમાં કહ્યું કે ''H4 વિઝા ધારકના પતિ/પત્ની અત્યારસુધી ઍમ્પલોયમેન્ટ ઑથોરાઇઝેશન માટે યોગ્યતા ધરાવતાં હતાં. પણ હવે એ સ્થિતિમાં બદલાવ લાવવાની વિચારણા ચાલી રહી છે.'' ''આમ કરવા માટે 2015માં આવેલા એ કાયદાને બદલવો પડશે કે જે H4 વિઝા ધારકોને આવા હકો આપતો હતો.''

શું હતો 2015નો કાયદો

બરાક ઓબામાની સરકારમાં H1B વિઝા ધારકોના પતિ/પત્ની કે જે H4 વિઝા પર અમેરિકા આવતાં તેમને કામ કરવાની પરવાનગી અપાતી હતી. તેમને ઍમ્પલોયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ (EAD) મળતા, જેના આધારે તેઓ કામ માટે અરજી કરી શકતાં.
શું તમે આ વાંચ્યું?
જોકે, આ EAD એવા લોકો માટે હતા જેમણે H1B વિઝા હેઠળ ગ્રીન કાર્ડ માટે અરજી કરી હોય. એટલે કે એવા લોકો જેમણે અમેરિકાના નાગરિકત્વ માટે અરજી કરી હોય.

ટ્રમ્પ સરકાર માટે અમેરિકા ફર્સ્ટ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા ફર્સ્ટના નારા સાથે અમેરિકાના રાષ્ટ્રપતિપદે ચૂંટાઇ આવેલા ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા પોલીસીમાં ઘણાં ફેરફારો કર્યા છે. ટ્રમ્પે કરેલા ફેરફારોમાં એક જોગવાઈ વિઝાની સંબંધીત બાબતે પણ છે. જે અંગે વિચારણા ચાલી રહી છે.
સપ્ટેમ્બર 2017માં યુએસ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝે જાહેરાત કરી હતી કે H4 વિઝા અંગેની આ જોગવાઇ માન્ય રાખવામાં આવશે નહીં.
જે અંગે અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ દ્વારા ફેબ્રુઆરી 2018 સુધીમાં સત્તાવાર જાહેરાત કરવાની વાત કરાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આ જોગવાઈ માન્ય રાખવામાં આવે તો?

ઇમેજ સ્રોત, Getty Images
જો H1B વિઝા ધારકના પતિ અથવા પત્ની કે જેમની પાસે H4 વિઝા હોય તેમનો કામ કરવાનો હક રદ કરવામાં આવે તો 70 હજારથી પણ વધારે H4 વિઝા ધારકો મુશ્કેલીમાં મુકાઇ શકે.
અહીં એ વાત પણ મહત્વની બની રહે છે કે 95 ટકાથી વધારે મહિલાઓ H4 વિઝા પર અમેરિકામાં રહે છે.

અમેરિકામાં ઘરખર્ચ કેવી રીતે નીકળશે?

ઇમેજ સ્રોત, Getty Images
નિરાલીનું લગ્ન આ વર્ષે જાન્યુઆરીમાં થયું હતું. તેમના પતિ લીડ્સ એલ.એલ.સી. નામની કંપનીમાં એક ફ્રન્ટ-એન્ડ સોફ્ટવૅર ડેવલપર તરીકે અમેરિકામાં કામ કરે છે.
બીબીસી સાથેની વાતચીતમાં અમદાવાદમાં રહેતાં નિરાલી પટેલે કહ્યું, "આગામી મહિનાઓમાં હું મારા પતિ સાથે રહેવા માટે જ્યારે હું અમેરિકા જઈશ. હું ત્યાં જઈને કામ કરવા ઇચ્છું છું. પરંતુ ત્યાંની સરકાર એચવન બી વિઝા ધરાવતા લોકોના પત્ની અથવા પતિને કામ કરવાની હાલમાં રહેલી છૂટ પર અંકુશ મૂકવાનો વિચાર કરી રહી છે, તે મારા માટે ચિંતાની બાબત છે."
નિરાલી અમદાવાદમાં માર્કેટિંગ ઇગ્ઝેક્યુટિવ તરીકે એક કંપનીમાં કામ કરે છે. તેમની પાસે એમબીએની ડિગ્રી છે અને છેલ્લાં 3 વર્ષથી કામ કરી રહ્યાં છે.
તેમણે ઉમેર્યું, "મને ચિંતા છે કે જો માત્ર મારા પતિએ જ નોકરી કરવાની હોય તો અમેરિકામાં અમારે ઘર ચલાવવાનો ખર્ચો કાઢવો મુશ્કેલ બની જશે. હું પણ નોકરી કરીને અમારા ઘર ખર્ચ માટે મારો આર્થિક ફાળો આપવા માંગું છું. પણ જો ડિપેન્ડન્ટ વિઝાના કાયદામાં ફેરફાર આવે તો મારી પાસે ઘરે બેસવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં રહે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












