'આત્મઘાતી કીડીઓ' : પોતાની જાતને ઉડાવી શહીદી વહોરે

ઇમેજ સ્રોત, Getty Images
નાનકડી કીડીઓને તેમની મહેનતના કારણે પણ આપણે જાણીએ છીએ. કીડીઓ એટલી વર્કોહોલિક હોય છે કે કામ પૂરું કર્યા વિના છોડતી નથી.
એ સિવાય તેમના વખાણ એટલા માટે પણ થાય છે કે તે પોતે નાની હોવા છતાં પણ પોતાનીથી અનેકગણું વજન ઉઠાવી શકે છે. કીડીઓનું એકબીજા સાથેનું કૉમ્બિનેશન પણ ગજબનું હોય છે.
પરંતુ હવે એવા સમાચાર આવ્યા છે જે તમને હેરાન કરી શકે છે. વિશ્વને હવે એવી કીડીઓ અંગે જાણ થઈ છે જે પોતાની જાતને શહીદ કરી દે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આ કીડીઓ આત્મઘાતી હુમલાખોરની જેમ પોતાની જાતને ઉડાવી દે છે. હા, તમે ખરેખર સાચું જ વાંચ્યું છે.
ન્યૂયૉર્ક ટાઇમ્સે જર્નલ ઝૂકીઝામાં પ્રકાશિત થયેલા એક રિસર્ચનો હવાલો આપતાં લખ્યું છે કે બ્રુનેઈના કુઆલા બેલાલૉન્ગ ફીલ્ડ સ્ટડીઝ સેન્ટરની સામે આવેલાં વૃક્ષો પાસે કીડીઓનાં કેટલાંક એવાં દર છે, જ્યાં દર પર હુમલો થવાના સમયે કીડીઓ પોતાનો જીવ આપતાં પણ અચકાતી નથી.

ઇમેજ સ્રોત, Getty Images
આ કીડીઓને પોતાની જાતને ઉડાવી દેવાની ખાસ પ્રવૃતિને કારણે કૉલોબોપસિસ ઍક્સપ્લોડેન્સ કહેવામાં આવે છે.
જ્યારે તેમનાં દર પર હુમલો કે ચડાઈ થાય છે ત્યારે પોતાના પેટમાં ધડાકો કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવું કરવાથી તેના પેટમાંથી ચિકણું, ચમકતું પીળું પ્રવાહી નીકળે છે, જે ઝેરી હોય છે.
જે રીતે મધમાખી ડંખ માર્યા બાદ મરી જાય છે તે રીતે જ આ કીડીઓ પણ પોતાનો જીવ આપી દે છે.
પરંતુ તેમની આ શહીદી પોતાનું દર એટલે કે વસાહત બચાવી લે છે.
વૈજ્ઞાનિકો પોતાની જાતને ઉડાવી દેનારી કીડીઓ વિશે બસો વર્ષોથી જાણે છે અને સૌથી પહેલાં 1916માં આ વિશે લખવામાં આવ્યું હતું.
પરંતુ 1935થી આ કીડીઓને કોઈ અધિકારીક નામ આપવામાં આવ્યું ન હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















