ઇન્સ્ટાગ્રામ પર આવી સેલ્ફી મૂકશો તો થઈ જશે ડિલિટ!

રોજર ફેડરરની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં 'ક્વોકા સેલ્ફી' પર્યટકો માટે ફોટોગ્રાફીનું મુખ્ય આકર્ષણ છે. પણ આ પ્રકારની સેલ્ફી સાથેના હેશટેગ અંગે ઇન્સ્ટાગ્રામની ચેતવણીએ ચર્ચા જન્માવી છે.

ચર્ચાનો સવાલ એ છે કે શું આ તસવીરો નુકશાનકારક છે?

ક્વોકા કાંગારૂ પ્રજાતિનું એક સુંદર પ્રાણી છે. આ પ્રજાતિ પર્થમાં રોટનેસ ટાપુ પર જોવા મળે છે.

ટાપુની મુલાકાત લેતા પ્રવાસીઓ તેની સાથે સેલ્ફી જરૂર લેતા હોય છે.

ટેનિસ પ્લેયર રોજર ફેડરર અને હોલીવૂડ અભિનેત્રી માર્ગોટ રોબી બન્નેએ આ સેલ્ફી લીધી હતી. તેમણે તેમના સંખ્યાબંધ ફોલોઅર્સ સાથે આ સેલ્ફી વહેંચી હતી.

ગત મહિને ઑસ્ટ્રેલિયાની રાજ્ય સરકારે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ ક્વોકા સેલ્ફી મામલે વિચારણા કરી હતી.

સ્ક્રિનશોટની તસવીર

પણ હવે ઇન્સ્ટાગ્રામ પર #quakkaselfie અંગે ચેતવણી આપવામાં આવી રહી છે. હેશટેગ હેઠળ 22 હજાર જેટલી તસવીરો પોસ્ટ થઈ ચૂકી છે.

આમાંની કેટલીક તસવીરો અંગે ચેતવણી આપવામાં આવી છે કે તે 'પશુ કે પર્યાવરણને નુકશાન કરતી પ્રવૃતિ' સાથે સંબંધિત છે.

તમને આ વાંચવું પણ ગમશે:

જોકે, #quakkaselfie વિશે ઇન્સ્ટાગ્રામને શું ચિંતા છે તેના વિશે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.

પણ ડિસેમ્બર મહિનામાં આવા કેટલાક હેશટેગ અંગે ચેતવણી જાહેર કરવાના આયોજનની જાહેરાત કરી હતી.

પશુ કે પર્યાવરણને નુકશાન કરતી પ્રવૃતિ સંબંધિત હેશટેગ મામલે આ આયોજન કરવામાં આવ્યું હતું.

બદલો Instagram કન્ટેન્ટ
Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

Instagram કન્ટેન્ટ પૂર્ણ

ઍમઝનના જંગલોમાં પ્રાણીઓને નુકશાન કરતી પ્રવૃતિઓ વિશે પ્રાણીઓના રક્ષણ માટે કામ કરતી સંસ્થા વર્લ્ડ એનિમલ પ્રોટેક્શન અને નેશનલ જિયોગ્રાફિક મેગેઝિન દ્વ્રારા કરવામાં આવેલા સંશોધન બાદ આ પગલું લેવામાં આવ્યું હતું.

આ ચેતવણી ક્વોકા સાથેની તસવીરો પર પણ લાગુ થાય છે? બીબીસીએ આ મામલે સ્થાનિક અધિકારીઓ અને પ્રાણીઓ અંગેના નિષ્ણાતો તથા પર્યટનોના મત જાણવાની કોશિશ કરી.

line

પ્રાણીઓની રક્ષા બાબતે ગંભીરતા

ક્વોકાની તસવીર

રોસનેટ ટાપુ પર ક્વોકાનો શિકાર કરે એવા કોઈ પ્રાણી નથી. પણ અહીં ક્વોકાને સ્પર્શ કરવો અને તેને કંઈક ખવડાવવા પર પ્રતિબંધ છે.

નિયમનો ભંગ કરનારને 7500 અમેરિકી ડોલરનો (લગભગ 4.8 લાખ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવશે.

વર્ષ 2015માં બે ફ્રેન્ચ પર્યટકોએ ક્વોકાને ઇરાદાપૂર્વક સળગાવી દીધા હતા. વળી કેટલીક વખત બિલાડી જેટલા આ પશુને માર મારવાના બનાવ પણ નોંધાયા છે.

જોકે, તસવીરો લેવા મામલે કોઈ ચોક્કસ નિયમો નથી બનાવવામાં આવ્યા.

line

વિશ્વમાં ક્વોકા પ્રજાતિ ક્યાંય નથી?

પણ રોસનેટના સત્તાધિશોએ ઇન્સ્ટાગ્રામને તસવીર અને હેશટેગ સંબંધિત ચેતવણી દૂર કરવા કહ્યું છે.

બીબીસી સાથેની વાતચીતમાં સત્તાધિશોએ જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામની ચેતવણી ખરેખર ખોટો સંદેશ આપે છે. તે અમારા વન્ય સંરક્ષણની પ્રયાસો સામે સવાલ સર્જે છે. અમે વન્ય જીવોની રક્ષાને ગંભીરતાથી લઈએ છીએ.

ઑસ્ટ્રેલિયાના પ્રવાસન મંત્રી પોલ પાપલિયાએ ગત મહિને ઑસ્ટ્રેલિયન મિડિયાને જણાવ્યું હતું કે વિશ્વમાં અન્ય કોઈ પણ જગ્યાએ તમે ક્વોકા સેલ્ફી ન લઈ શકો. આથી અમે પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં તેને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

line

નિષ્ણાતો શું કહે છે?

મહિલાઓની તસવીર

વન્યજીવો પર સંશોધન કરનારા ડૉ. કૅથરિન હેરબર્ટ કહે છે કે ક્વોકાને ખવડાવવું ખરેખર નુકશાનકરાક છે.

પણ સેલ્ફી લેવા અંગે કોઈ સ્પષ્ટ તારણ નથી.

ક્યારેક પ્રાણીઓ સરળતાથી પાસે આવે છે અને તેને સ્પર્શ કરી શકાય છે પણ ચોક્કસપણે જાણી શકાતુ નથી કે આવા સ્પર્શથી તેમને કેટલો તણાવ અનુભવાતો હોય છે.

તેમણે કહ્યું, "અમે ફક્ત એટલું જ ઇચ્છીએ છીએ કે લોકો તેમને પકડી પકડીને સેલ્ફી લેવામાં તેમને નુકશાન ન પહોંચાડે."

line

પર્યટકો શું વિચારે છે?

કેટલાક પર્યટકો ક્વોકાને ખવડાવતા નજરે પડ્યા. પર્થના એક પર્યટકે કહ્યું કે સેલ્ફીની ચેતવણી ખરેખર અયોગ્ય છે.

ઇન્ટરનેટ પણ ઘણું બધું એવું છે જે યોગ્ય નથી અને ક્વોકા માટે અન્ય કેટલીક બાબતો પણ નુકશાનકારક પણ છે.

પણ તેમણે ક્વોકાને લાત મારવાની પ્રવૃતિની ટીકા પણ કરી.

બીજી તરફ એડિલેડના એક પર્યટક સેમે કહ્યું કે લોકો સેલ્ફી લેતી વખતે ક્વોકાને પરેશાન નથી કરતા.

તેમણે કહ્યું, "ક્વોકા જો દૂર જતું રહે, તો તેઓ તેને રોકતા નથી."

જોકે, ઇન્સ્ટાગ્રામે ટિપ્પણી માટેની વિનંતીનો કોઈ જવાબ નહોતો આપ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો