'આ મોદી છે, એમની જ ભાષામાં જવાબ આપવો જાણે છે'

ઇમેજ સ્રોત, PA
ચૉગમ (કૉમનવેલ્થ હેડ્સ ઑફ ગવર્નમેન્ટ મીટિંગ)માં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંડન પહોંચ્યા છે. મોદીએ વેસ્ટમિંસ્ટરના સેન્ટ્રલ હોલમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો.
સીબીએફસીના ચેરમેન તથા વિખ્યાત ગીતકાર પ્રસૂન્ન જોશી આ કાર્યક્રમનું સંચાલન કર્યું અને મોદીને લોકોના સવાલ પૂછ્યા.
મોદીએ કહ્યું કે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને તેને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે.
વડાપ્રધાનના કાર્યક્રમને 'ભારત કી બાત, સબકે સાથ' એવું નામ આપવામાં આવ્યું હતું.

સર્જિકલ સ્ટ્રાઇક્સ અંગે

ઇમેજ સ્રોત, Getty Images
ભારતનું ચરિત્ર અજય રહેવાનું છે. ભારત વિજયી બનવા ચાહે છેકે પરંતુ કોઈનું ખૂંચવી લેવું એ ભારતનું ચરિત્ર નથી.
ભગવાન રામ તથા લક્ષ્મણ વચ્ચે જે સંવાદ થાય છે, તેમાં પણ આપણે આ સિદ્ધાંત જોઈ શકીએ છીએ.
પરંતુ આતંકવાદને એકસ્પોર્ટ કરવાને ધંધો કરતા હોય અને મારા દેશના નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દેવાતા હોય, પીઠ પાછળથી વાર કરતા હોય તો આ મોદી છે.
એમને એમની ભાષામાં કઈ રીતે જવાબ આપવો તે જાણે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આપણા જવાનો રાત્રે ટેન્ટમાં ઊંઘી રહ્યા હતા, ત્યારે કાયરોની જેમ તેમની હત્યા કરી નાખી હતી.
મને દેશના જવાનો ઉપર ગર્વ છે. જે યોજના ઘડી કાઢવામાં આવી હતી, તે મુજબ જ કામ કર્યું અને સૂર્યોદય પહેલા પરત ફર્યા.
પહેલા પાકિસ્તાનને જાણ કરી હતી અને બાદમાં જ મીડિયા તથા વિશ્વને જાણ કરી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?

આઝાદી અને લોકચળવળ

ઇમેજ સ્રોત, Getty Images
1857થી 1947 સુધી આઝાદી માટેનો સંઘર્ષ અવિરત ચાલુ રહ્યો હતો. આઝાદીની ચળવળ ચાલુ જ હતી, પરંતુ મહાત્મા ગાંધીએ તેને નવું સ્વરૂપ આપ્યું.
તેમણે સામાન્ય જનતાને આઝાદીની ચળવળમાં સાથે લીધી. ગાંધીજીએ હિંદુસ્તાનના ખૂણેખૂણામાંથી લાખો કરોડો લોકોને એક કર્યા, જેથી આઝાદી મેળવવામાં સરળતા રહી.
મને લાગે છે કે વિકાસને જન આંદોલન બનાવવું જોઈએ. આઝાદી પછી એવી ભાવના ઊભી થઈ કે જે કાંઈ કરશે તે સરકાર જ કરશે.
આથી જનતા અને સરકારની વચ્ચે અંતર વધ્યું. 'સરકાર મારી છે, દેશ મારો છે' એવો ભાવ જ લુપ્ત થઈ ગયો.
લોકશાહીએ કાંઈ કોન્ટ્રાક્ટ એગ્રિમેન્ટ નથી. તે ભાગીદારીની બાબત છે. હું માનું છું કે પાર્ટિસિપેટિવ ડેમોક્રસી પર ભાર મૂકવો જોઈએ.
મારી કોઈ જાતિ નથી

ઇમેજ સ્રોત, Getty Images
સવાસો કરોડ દેશવાસીઓએ મને વડા પ્રધાનપદ પર બેસાડ્યો છે. ન તો મારી કોઈ જાતિ છે કે ન તો કોઈ વંશવાદ છે.
મારી પાસે સખત પરિશ્રમ, પ્રમાણિક્તા અને દેશવાસીઓના પ્રેમની જ મૂડી છે.
મારે વધુ મહેનત કરવી જોઈએ. હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે મને તમારા જેવો જ માનજો. તમે જે છો, એજ હું છું.
મારી અંદર એક વિદ્યાર્થી રહેલો છે. હું મારા શિક્ષકોનો આભાર માનું છું કે જેમણે મારી અંદરના વિદ્યાર્થીને ક્યારેય મરવા નથી દીધો.
મને જે કોઈ જવાબદારી મળે, તેમાંથી શીખવાનો પ્રયાસ કરું છું.
મેં દેશવાસીઓને કહ્યું હતું કે, મારાથી ભૂલો થઈ શકે છે, પરંતુ હું ક્યારેય ઈરાદાપૂર્વક ખોટું નહીં કરું.

મોદીના ભાષણની અન્ય વાતો

ઇમેજ સ્રોત, Getty Images
- 'રેલવેથી રોયલ પેલેસ' સંબંધિત એક સવાલના જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, "એક કવિ માટે આ પ્રકારની વાતો કરવી સરળ હોય છે, પરંતુ વાસ્તવિક જીવનમાં આ સફર ખૂબ મુશ્કેલ હોય છે."
- જે જગ્યા (સંસદ) અમૂક પરિવારો માટે અનામત હતી. ત્યાં જનતાની ઇચ્છાથી એક ચાવાળો તેમનો પ્રતિનિધિ બને છે અને તેમનું રોયલ પેલેમાં હાથ મીલાવવા માટે પહોંચી શક્યો છે.
- ગમે તે ઉંમર થઈ હોય, ગમે તે સ્થિતિ હોય, કંઇક અને કંઇક નવું કરવાનું, મેળવાનું ધ્યેય ગતિ આપે છે. અન્યથા જીવન થંભી જાય છે.
- કેટલાક માને છે કે અધીરાઈ રાખવી ખરાબ બાબત છે, પરંતુ મારું એવું માનવું છે કે તેઓ વૃદ્ધ થઈ ગયા છે. હું અધીરાઈને ખરાબ નથી માનતો.
- જ્યાં સુધી નિરાશાની વાત છે, મને લાગે છે કે ખુદને માટે કંઇક મેળવવાનું હોય તો તેની સાથે આશા અને નિરાશા આપોઆપ જોડાય જાય છે. પરંતુ જો તમે 'સર્વજન હિતાય'ના વિચાર સાથે આગળ વધી રહ્યા હો, તો નિરાશા નથી થતી.
- નીતિ સ્પષ્ટ હોય, દાનત ચોખી હોય અને હેતુ નેક હોય તો વર્તમાન વ્યવસ્થામાં પણ સારા પરિણામ મેળવી શકાય છે.

મોદી વિરુદ્ધ પ્રદર્શનો

ઇમેજ સ્રોત, Getty Images
લંડનયાત્રા દરમિયાન ઠેરઠેર વડાપ્રધાન નરેદ્ર મોદી સામે વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે.
તાજેતરમાં કઠુઆ તથા ઉન્નાવ ખાતે બનેલી રેપની ઘટનાઓ તથા પત્રકાર ગૌરી લંકેશની હત્યામાં હજૂ સુધી ન્યાય ન મળતા લોકોએ લંડનના માર્ગો પર પ્રદર્શન અને મોદી વિરોધી નારેબાજી કર્યા હતા.
આ પહેલા મોદીએ ઇંગ્લૅન્ડના વડાં પ્રધાન ટેરિઝા મે તથા ઇંગ્લૅન્ડના મહારાણી એલિઝાબેથ સાથે મુલાકાત કરી હતી.

સોશિયલ મીડિયા પર ચર્ચા
મોદીના ભાષણ વખતે #ModiInLondon હૈશટૅગ ટ્રેન્ડ કરી રહ્યું હતું. જેમાં સોશિયલ મીડિયા યૂઝર્સ મોદીની યાત્રાના સમર્થન તથા વિરોધમાં અભિપ્રાય આપ્યા.
વિલ્સન જોસફ વેબ ટ્વિટર યૂઝરે લખ્યું, 'મી. મોદી તમે ભારતના વડા પ્રધાન છો.
'જ્યારે તમારા દેશની સામાન્ય જનતા પૈસાની, ભોજનની, પાણીની તંગી અનુભવી રહી હોય, ત્યારે NRI લોકો સાથે વાતચીત કરવાનો શું મતલબ.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
પત્રકાર સાગરિકા ઘોષે તેમના ટ્વિટર હૅન્ડલ પર લખ્યું કે 'મોદી મેજિક'ને પુનર્જીવિત કરવાના ભાગરૂપે આ ભવ્ય શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
પત્રકાર શાહિદ સિદ્દિકીએ ટ્વિટર પર લખ્યુ, 'મોદીજીના શો માટે પ્રસૂન જોશીએ સુંદર સ્ક્રિપ્ટ લખી છે.
'દરેક સવાલના જવાબ બરાબર રીતે તૈયાર કરવામાં આવ્યા હોય તેમ જણાય છે. ગ્રેટ રોયલ લંડન શો માટે અભિનંદન.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
પત્રકાર રાજદીપ સરદેસાઈએ લખ્યું, 'મોદીના ભારતકી બાત કાર્યક્રમ પહેલા વિવાદ થયો છે.
'બ્રિટન ખાતે ભારતના વિદ્યાર્થી સંગઠનોના કહેવા પ્રમાણે, તેમને કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યા હતા.
'પરંતુ બળાત્કાર પીડિતો માટે ન્યાય માંગતો ખુલ્લો પત્ર લખ્યો, એ પછી છેક છેલ્લી ઘડીએ કોઈપણ કારણ વગર તેમના આમંત્રણ રદ કરી દેવાયા હતા.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
કેટલાક લોકોએ મોદીની યાત્રાનું સમર્થન પણ કર્યું હતું.
કટારલેખક શૈફાલી વૈદ્યે લખ્યું, 'દરેક વિદેશયાત્રા વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવી રીતે ખુદને રજૂ કરે છે, તેનાથી હું ગર્વ અનુભવું છું.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5

X કન્ટેન્ટ પૂર્ણ, 6
ફિલ્મ નિર્માતા અને સામાજિક કાર્યકર અશોક પંડિતે ટ્વિટર પર લખ્યું, '200 વર્ષ સુધી ભારતને ગુલામ બનાવનારા ઇંગ્લૅન્ડના દિલમાં દેશવાસીઓ ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે.
"આ એક ઐતિહાસિક પળ છે. ભારતના વડા પ્રધાનને કારણે આપણને આ પળ મળી છે.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો