આ ભાઈ 31 વર્ષ જેલમાં રહીને કરોડપતિ બન્યા

તેમણે પોતાની જિંદગીના 31 વર્ષ જેલની કોટડીમાં પસાર કર્યા હતાં. જિંદગીનાં મહત્ત્વનાં ગણાતાં વર્ષો તેણે જેલની ચાર દિવાલોની વચ્ચે પસાર કર્યા હતાં.
31 વર્ષ બાદ તેમના ગુનાનો ચુકાદો આવે છે અને તેમને નિર્દોષ જાહેર કરવામાં આવે છે.
આ વાત છે અમેરિકાના લોરેન્સ મેકકેનીની. જે હાલ 61 વર્ષની ઉંમરના થઈ ગયા છે.
જેલમાં પોતાનાં કિંમતી વર્ષો ગુમાવનાર લોરેન્સ માટે આ ચુકાદો તેને નિર્દોષ જાહેર થયો એટલા માટે રાહતભર્યો તો હતો.
પરંતુ ટેનીસ્સી બોર્ડ ઑફ અપીલ્સે સર્વાનુમતે તેમને નિર્દોષ જાહેર કરીને ગુનામાં ખોટી રીતે જેલમાં રહેવા બદલ વળતરની આપવાના પણ નિર્દેશ જાહેર કર્યા છે.
જેલમાં ખોટી રીતે યુવાનીના વર્ષો ગાળવા બદલ તેને 1 મિલિયન અમેરિકી ડૉલરનું વળતર આપવામાં આવશે. ભારતીય રૂપિયામાં તેની ગણતરી કરીએ તો તેમને 6.51 કરોડ રૂપિયાનું વળતર મળશે.
ચોરી અને હુમલાના આરોપસર મેકકેનીને 1978માં કેદ કરવામાં આવ્યા હતા. અંતે 2009માં તેમનો જેલમાંથી છૂટકારો થયો હતો.
તમને આ વાંચવુ પણ ગમશે:
એ સમયે તેમને 75 ડૉલર પ્રારંભિક વળતર તરીકે ચૂકવવામાં આવ્યા હતા. હવે તેને વધારીને 6.51 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના વકીલે વળતરની જાહેરાત બાદ બોર્ડ અને ગવર્નરનો આભાર માન્યો હતો.

1977માં શું બન્યું હતું કે તેને જેલમાં જવું પડ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
એક મહિલાએ પોતાના એપાર્ટમેન્ટમાં તેમની પર બળાત્કાર કરનારા બે શખ્સોમાંથી એક મેકકેની હોવાનું કહી તેમને ઓળખી બતાવ્યા હતા.
જે બાદ ઑક્ટોબર 1977માં મેમ્ફીસમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
તેમના પર બળાત્કાર અને હુમલાના ફર્સ્ટ ડીગ્રીના આરોપો ઘડવામાં આવ્યા હતા.
જૂન મહિનામાં તેમને 115 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. ત્યારે તેઓ 22 વર્ષના હતા.
2008માં પીડિતની ચાદરના કરેલા ડીએનએ ટેસ્ટમાં ત્રણ લોકોનાં ડીએનએ મળતા આવ્યા હતા પરંતુ તેમાં મેકકેની ન હતા.
તેના બીજા જ વર્ષે તેની સજા રદ કરી દેવામાં આવી અને તેમને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા.
ત્યારબાદ મેકકેનીએ પોતાને નિર્દોષ તરીકે ઓળખાવવા માટે કાનૂની લડત શરૂ કરી હતી.
2016માં કોર્ટે સર્વાનુમતે તેમને નિર્દોષ જાહેર કરતો ચૂકાદો આપ્યો હતો.
મેકકેનીના દેખાવ આરોપીના દેખાવના વર્ણન મુજબનો આવતો હોવાથી કોર્ટના એક સભ્યે સજાનો ચૂકાદો બરકરાર રાખ્યો હતો.
પરંતુ રાજ્યના ગવર્નર બિલ હસ્લામે એકપક્ષીય નિર્ણય લેતા તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.
જે મેકકેનીને 1 મિલિયન અમેરિકી ડૉલરના વળતરનો દાવો કરવા માટે હકદાર ગણાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












