You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બુદ્ધિશાળી અને સ્માર્ટ હોવું એ અલગ છે કે એક જ? શું છે આ પ્રશ્નનો જવાબ?
- લેેખક, એનાલિયા લૉરેન્ટે
- પદ, બીબીસી વર્લ્ડ
શું તમે ક્યારેય લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે પછી તમે કોઈને કહ્યું છે, 'તમે પોતાની જાતને સ્માર્ટ સમજો છો?', 'આ બાળક કેટલું સ્માર્ટ છે?'
આ સવાલ સાંભળ્યા કે કર્યા બાદ લોકો બુદ્ધિ વિશે વિચારવા લાગે છે. પણ અહીં એ જાણવું ખૂબ જરૂરી છે કે બુદ્ધિશાળી હોવું એક અલગ બાબત છે.
બીબીસીએ જ્યારે કેટલાક વિશેષજ્ઞો સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે બુદ્ધિશાળી હોવું તે સમજવા અને તેની વ્યાખ્યા કરવાના માપદંડો જુદા છે.
બુદ્ધિ શું છે?
રૉયલ સ્પેનિશ એકેડમીનો શબ્દકોશ કહે છે કે ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિનો મતલબ છે 'સમજવાની ક્ષમતા.' બીજો અર્થ છે સમસ્યાનું સમાધાન લાવવાની ક્ષમતા એટલે બુદ્ધિ.
યુનાઇટેડ ફૉર કોલમ્બિયામાં એજ્યુકેશન ઑફ નેશન્સના તજ્જ્ઞ જુલિયાન ડે ઝુબિરિયા કહે છે, "જ્યારે મહાન સંશોધકોને પણ પૂછવામાં આવે કે બુદ્ધિ શું છે? તો તેમના જવાબ પણ એકબીજાથી અલગ હોય છે."
આ રિસર્ચનો ભાગ બનેલાં મનોવૈજ્ઞાનિક સુઝાના ઉર્બિના જણાવે છે, "લોકો બુદ્ધિની એ રીતે વ્યાખ્યા આપવા તત્પર છે જાણે તેઓ તેના વિશે બધું જ જાણે છે."
તેઓ જણાવે છે, "બીજી કોઈ સદીમાં કદાચ લોકો બુદ્ધિનો મતલબ સમજી શકતા હશે, પણ આજે એવું નથી. આજે બુદ્ધિનો વિષય સહેલો નથી."
બુદ્ધિના પ્રકાર
ઘણાં પુસ્તકો, લેખોમાં લખવામાં આવ્યું છે કે જેમાં એ વાત પર વિવાદ થયો છે કે બુદ્ધિના અલગ અલગ પ્રકાર હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકન મનોવૈજ્ઞાનિક અને સંશોધક હાવર્ડ ગાર્ડનર માને છે કે બુદ્ધિના અનેક પ્રકાર હોય છે, જેમ કે ભાષાકીય, સંગીત સાથે જોડાયેલી, ગણિતશાસ્ત્ર સાથે જોડાયેલી કે પછી ઇન્ટર પર્સનલ બુદ્ધિ હોઈ શકે છે.
બીજા કેટલાક સિદ્ધાંતોના આાધારે બુદ્ધિ ભાવનાત્મક, રચનાત્મક પણ હોઈ શકે છે.
તમને આ પણ વાંચવું ગમશે
જુલિયાન ડે ઝુબિરિયા કહે છે, "દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી જે બુદ્ધિશાળી ન હોય, દુનિયામાં એવા લોકો છે કે જેઓ વધારે કે ઓછા બુદ્ધિશાળી છે. તે માતા પિતા, શિક્ષકો અને સમાજ પર આધાર રાખે છે."
સુઝાના ઉર્બિના જણાવે છે, "એક વ્યક્તિ જન્મથી બુદ્ધિશાળી હોતી નથી. બુદ્ધિશાળી હોવું તે તેના જિન્સ અને શારીરિક પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. વાતાવરણ અને બુદ્ધિનો પણ ગાઢ સંબંધ છે."
બુદ્ધિને કેવી રીતે માપશો?
20મી સદીમાં ફ્રેન્ચ મનોવૈજ્ઞાનિક અલ્ફ્રેડ બિનેટે સૌથી પહેલાં ઇન્ટેલિજન્સ ટેસ્ટ મશીનની શોધ કરી હતી.
તેની મદદથી વિદ્યાર્થીઓના સ્કૂલમાં પ્રદર્શન અંગે જાણકારી મળી શકતી હતી. તેનાથી વધારે કુશળ અને ઓછા કુશળ બાળકો વચ્ચે તફાવત જાણી શકાતો હતો.
પ્રોફેસરના મતાનુસાર આ પ્રકારના પરીક્ષણ પર પ્રતિબંધ લાગવો જોઈએ. કેમ કે તેનાથી ભેદભાવની ભાવના ઉત્પન્ન થાય છે.
વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા વિચારવા લાગે છે કે તેમનો દીકરો કે દીકરી ખૂબ જ બુદ્ધિશાળી છે કેમ કે તેમણે આ પરીક્ષણ પાસ કર્યું હતું.
બુદ્ધિ અને સફળતા એક સિક્કાની બે બાજી છે?
વિશેષજ્ઞોના આધારે બુદ્ધિ અને સફળતા સાથે સાથે ચાલતા નથી.
જુલિયાન ડે ઝુબિરિયા જણાવે છે, "જો કોઈ એક વ્યક્તિ બુદ્ધિશાળી છે, પણ તેઓ કામ માટે પુરતો પ્રયાસ કરતા નથી, તેમની સાથે સારા માર્ગદર્શક નથી, સારા માતા પિતા નથી, તો તેનાથી તે વ્યક્તિને સફળતા નહીં, પણ નિષ્ફળતા જ મળશે."
મનોવૈજ્ઞાનિક ઉર્બિના જણાવે છે કે દરેક વ્યક્તિ માટે સફળતાના પ્રકાર અલગ અલગ હોય છે.
ઉર્બિના આગળ કહે છે કે દુનિયામાં બુદ્ધિને ખૂબ મહત્ત્વનું સ્થાન આપી દેવામાં આવ્યું છે.
તેમના આધારે, "મારું માનવું એવું નથી કે બુદ્ધિનું પરીક્ષણ કરતા ટેસ્ટ ખોટા છે, મારું માનવું છે કે આ પરીક્ષણને વધારે મહત્ત્વ મળવું ન જોઈએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો