ઇજિપ્તઃ ગાયિકાએ નદી પર કર્યો જોક અને થઈ જેલની સજા

ઇમેજ સ્રોત, AFP
શું આજ સુધી તમે એવું સાંભળ્યું છે કે એક નદીની મજાક ઉડાવવા પર કોઈને જેલની સજા થઈ જાય? આવું થયું છે ઇજિપ્તમાં અને એ પણ પ્રખ્યાત ગાયિકા સાથે.
ઇજિપ્તના પ્રખ્યાત ગાયિકા શેરિન અબ્દેલ વહાબને નાઇલ નદીની સ્વચ્છતા પર મજાક ઉડાવવાના આરોપસર છ મહિનાની કેદની સજા સંભળાવવામાં આવી છે.
શેરીન પ્રખ્યાત ગાયિકા હોવાની સાથે સાથે ધ વોઇસ ટીવી શોના અરેબિક વર્ઝનનાં જજ પણ છે.
તેમણે પોતાના એક પ્રશંસકને નાઇલ નદીના પાણીની બદલે એવિયનનું પાણી પીવાની સલાહ આપી હતી.
વધુ એક ગાયિકા લૈલા અમેરને પણ મંગળવારે બે વર્ષ કેદની સજા સંભળાવવામાં આવી હતી.
તમને આ પણ વાંચવું ગમશે
તેમના પર મ્યૂઝીક વીડિયોના માધ્યમથી ઉત્તેજના ભડકાવવાનો આરોપ છે.
લૈલાની સાથે મ્યૂઝીક વીડિયોના ડાયરેક્ટરને પણ છ મહિનાની સજા તેમજ વધુ એક અભિનેતાને ત્રણ મહિના માટે કેદની સજા સંભળાવવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇજિપ્તની ન્યૂઝ એજન્સી એહરામની માહિતી અનુસાર શેરીનને 5 હજાર ઇજિપ્ત પાઉન્ડ (આશરે 18,474 રૂપિયા)નો દંડ ભરી જામીન મળી ગયા છે.
આ સિવાય તેમણે વધુ 10 હજાર ઇજિપ્ત પાઉન્ડ (આશરે 36,933 રૂપિયા)નો દંડ ચૂકવ્યો છે. જેથી કેસ અંગે નિર્ણય આવે ત્યાં સુધી તેઓ મુક્ત રહી શકે.
મજાક ઉડાવવા બદલ શેરીન અબ્દેલ વહાબે માફી પણ માગી હતી.

ડિસેમ્બરમાં શાયમાને થઈ હતી સજા

ઇમેજ સ્રોત, SHYMA
ડિસેમ્બર 2017માં પણ શાયમા અહેમદ નામનાં ગાયિકાને બે વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી.
શાયમા એક મ્યૂઝીક વીડિયોમાં અંતઃવસ્ત્રો પહેરીને કેળું ખાતા જોવા મળ્યાં હતાં. આ વીડિયો સામે આવ્યા બાદ તેમને ઉત્તેજના ભડકાવવાના આરોપસર દોષિત સાબિત કરાયાં હતાં.
શાયમાની સાથે મ્યૂઝીક વીડિયોના ડાયરેક્ટરને પણ જેલની સજા થઈ હતી.
એક અરજી બાદ શાયમાની સજા બે વર્ષથી ઓછી થઈને એક વર્ષ થઈ ગઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












