યાત્રીએ એવી દુર્ગંધ ફેલાવી કે વિમાને કરાવવું પડ્યું ઇમર્જન્સી લૅન્ડિંગ

દુબઈથી નેધરલેન્ડ જઈ રહેલી એક ફ્લાઇટને ઑસ્ટ્રિયાના વિએના શહેરમાં એ સમયે ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવું પડ્યું. જ્યારે એક યાત્રીએ સતત દુર્ગંધ ફેલાવતા સહયાત્રિકોએ વાંધો પ્રગટ કરતા 'બગાવત' કરી દીધી.

'ન્યૂયોર્ક પોસ્ટ'એ તેને 'ફાર્ટ અટેક'નું નામ આપ્યું છે. તેમના સમાચાર પ્રમાણે આ મામલો સસ્તી વિમાન સેવા તરીકે ઓળખાતી ટ્રાંસેવિયા એરલાઇન્સનો છે.

વિમાનમાં ચાર યાત્રીઓ વચ્ચે થયેલી બોલાચાલી બાદ જ્યારે વાત બગડવાની હદ સુધી પહોંચી ગઈ તો ક્રુ મેમ્બરે ઇમર્જન્સી લૅન્ડિંગનો નિર્ણય લીધો હતો.

ઝગડામાં બે મહિલાઓ અને બે પુરુષો સામેલ હતા.

'અમે કોઈ નિયમ તોડ્યા નથી'

'યૂકે એક્સપ્રેસ'માં પ્રકાશિક સમાચાર અનુસાર બન્ને મહિલાઓને અન્ય સભ્યોની સલાહ મેળવ્યા બાદ ઉતારવામાં આવી હતી.

ઑસ્ટ્રિયા પોલીસે તેમની ધરપકડ કરી પરંતુ કોઈ કાયદાકીય મામલો સામે ન આવતા તેમને છોડી દેવાઈ હતી.

બન્નેમાંથી એક યુવતી 25 વર્ષીય નોરા લાચેબ નેધરલેન્ડમાં લૉની વિદ્યાર્થિની છે.

તમને આ વાંચવું પણ ગમશે :

તેમણે કહ્યું કે વિમાન કંપનીના આ વ્યવ્હાર વિરુદ્ધ તેઓ કોર્ટમાં જશે.

"અમે કોઈ નિયમ તોડ્યા નથી. અમે વિમાનના સંચાલનમાં કોઈ બાધા ઉત્પન્ન કરી નથી."

આ સમાચાર અંગે સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે.

'યાત્રીઓને માથાનો દુખાવો અને આંખોમાં બળતરા'

જેએનયુનાં સંશોધક અનીમા સોનકરે આ વાત પર મજાકીયા અંદાજમાં ટ્વીટ કર્યું, "આ તો અવિશ્વસનીય છે. અમે અમારા દેશના હિંદી ન્યૂઝપેપરમાં આવા સમાચાર વાંચતા હતા. પરંતુ આ લોકોએ તો..."

બ્રિટનમાં રહેતા ગેસ્ટન કૂપને ટ્વીટ કર્યું છે કે આ પ્રકારની આ પહેલી ઘટના નથી. હાલ જ એક અમેરિકી એરલાઇનમાં પણ એક વ્યક્તિએ આવું જ કર્યું હતું.

તેઓ એટલી ભયંકર ગેસ પાસ કરી રહ્યા હતા કે ઘણાં યાત્રિકોએ આંખોમાં બળતરા અને માથાનો દુખાવો થવાની ફરિયાદ કરી હતી.

ન્યૂયોર્કમાં રહેતાં એક પત્રકાર ગૈબરિયાલા પૈએલાએ ટ્વીટ કર્યું, "આ પ્રકારના મામલે ઘેરાયેલા બધાં જ સહ યાત્રિકો સાથે મારી સહાનુભૂતિ છે."

ન્યૂઝીલેન્ડનાં જૈસિક વિલિયમ્સે ફેસબુક પર લખ્યું, "મારો એક સવાલ છે... એરલાઇન્સ વાળા દરેક યાત્રિકોને ઓશીકું આપે છે. તે દરેક સીટ પર હોય છે. પરંતુ તે છતાં આ યાત્રિક આટલો અવાજ કરી રહ્યા હતા કે બધાંને ખબર પડી જાય. તો સલામ છે તેમને.."

ઘણાં લોકોએ ફેસબુક અને ટ્વિટર પર લખ્યું કે આ પ્રાકૃતિક છે. તેની મજાક બનાવવી યોગ્ય નથી.

જોકે, લોકોની ફરિયાદ પર ધ્યાન આપતા ક્રૂ મેમ્બર્સે બીજો કોઈ ઉપાય શોધવાની જરૂર હતી.

કેનેડામાં રહેતા અને પ્રોફેસર જેનેટ મેકડૉનલ્ડે પણ ફેસબુક પર પોતાનો અનુભવ શૅયર કર્યો હતો.

તેમણે લખ્યું, "વાનકુંવરથી ટોરન્ટોની એક ફ્લાઇટમાં મેં પણ આ સહન કર્યું છે. મેં મોઢા પર મફલર લપેટીને રાખ્યું હતું. હવા તીવ્ર ગતિએ ચાલી રહી હતી. અને બધાની હાલત ખરાબ હતી. ઘણાં લોકો ત્રાંસી નજરે એકબીજાને જોઈ રહ્યા હતા. પરંતુ તેવી પરિસ્થિતમાં શું કહી શકતા હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો