શંકાસ્પદ કવરમાં એવું શું હતું કે ટ્રમ્પનાં પુત્રવધૂને હૉસ્પિટલ લઈ જવાયાં?

ઇમેજ સ્રોત, Getty Images
એક શંકાસ્પદ કવર ખોલ્યા બાદ ટ્રમ્પના પુત્રવધૂ વેનેસા ટ્રમ્પને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
પોલીસે આપેલી માહિતી અનુસાર જે શંકાસ્પદ કવર તેમણે ખોલ્યું તેમાં સફેદ પાવડર લાગેલો હતો.
આ કવર ડોનાલ્ડ ટ્રમ્પના મોટા દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરના મેનહટ્ટનના સરનામાં પર મોકલવામાં આવ્યું હતું.
ઘટનાસ્થળે હાજર વેનેસા ટ્રમ્પ અને અન્ય બે લોકોને શહેરના ફાયર ફાઇટરે હૉસ્પિટલ પહોંચાડ્યાં હતાં.
તમને આ પણ વાંચવું ગમશે
ન્યૂયોર્ક પોલીસ વિભાગે બીબીસીને જણાવ્યું કે પરીક્ષણમાં પાવડર ખતરનાક સાબિત થયો નથી.
પોલીસનું કહેવું છે કે વેનેસા ટ્રમ્પ પાવડરથી શારીરિક રૂપે પ્રભાવિત થયાં હોય તેવું લાગતું નથી.
ઘટના બાદ ટ્રમ્પ જૂનિયરે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેમનાં પત્ની અને બાળકો સુરક્ષિત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા સારા સેન્ડર્સે માહિતી આપી છે કે ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વેનેસા ટ્રમ્પ સાથે વાત કરી છે.

કવરની તપાસ ચાલુ

ઇમેજ સ્રોત, Getty Images
ફાયર ફાઇટર વિભાગે જણાવ્યું છે કે ઘટના બાદ ત્રણ લોકોને વીલ કૉર્નેલ મેડિકલ કૉલેજ લઈ જવામાં આવ્યા હતા.
સીબીએસ ન્યૂયૉર્કના રિપોર્ટ પ્રમાણે વેનેસા ટ્રમ્પના માને આ પત્ર મળ્યો હતો જેને વેનેસાએ ખોલ્યો હતો.
વેનેસા ટ્રમ્પે નવેમ્બર 2005માં ટ્રમ્પ જૂનિયર સાથે લગ્ન કર્યાં હતાં અને તેમના પાંચ બાળકો છે. લગ્ન પહેલાં તેઓ ન્યૂયૉર્કમાં મૉડલિંગ કરતાં હતાં.
ટ્રમ્પ જૂનિયરના પરિવારને અમેરિકાની સીક્રેટ સર્વિસ સુરક્ષા આપે છે. ઘટના બાદ સિક્રેટ સર્વિસ કવરની તપાસ કરી રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












