ચીનમાં આ માતા પોતાનું ધાવણ કેમ વેચે છે?

ઇમેજ સ્રોત, PEAR VIDEO
ચીનમાં એક મા પોતાની દીકરીનો ઇલાજ કરાવવા માટે રસ્તા પર તેમનું ધાવણ વેચી રહ્યાં છે. જે સોશિઅલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
મિયાઓ વીડિયો વેબસાઇટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
તેમાં એક માતા- પિતા એ જણાવી રહ્યા છે કે તેમને પોતાની બાળકીના ઇલાજ માટે ઓછામાં ઓછા એક લાખ યુઆન એટલે કે આશરે દસ લાખ 17 હજાર રૂપિયાની જરૂર છે. તેમની દીકરી ICUમાં દાખલ છે.
ચીનના સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર આ વીડિયો શેર થયા બાદથી 24 લાખ કરતા વધુ વખત જોવામાં આવ્યો છે અને તેના પર 5 હજાર કરતા વધુ લોકોએ કૉમેન્ટ કરી છે.
આ વીડિયોનું રેકોર્ડિંગ બાળકોના એક પાર્કમાં કરવામાં આવ્યું છે. આ પાર્ક ચીનના ગુવાન્ડૂંગ વિસ્તારના એક મોટા શહેર શેંજેનમાં સ્થિત છે.
માનુ કહેવું છે કે તે જલદી પૈસા એકત્ર કરવા માટે પોતાનું દૂધ વેચી રહ્યાં છે કેમ કે તેમની દીકરી ICUમાં દાખલ છે.
તમને આ પણ વાંચવું ગમશે
બાળકીના પિતાએ જણાવ્યું કે તેમણે હૉસ્પિટલમાં એક લાખ યૂઆન ચૂકવવાના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉક્ટરે કહ્યું છે કે બાળકીના ઇલાજ બાદ અમારે પૈસાની ચૂકવણી માટે તૈયાર રહેવું પડશે.
હાલના કેટલાક વર્ષોમાં ચીનની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે કેમ કે ત્યાં મેડિકલ સેન્ટર્સ પર દબાણ વધી ગયું છે.
લોકો લાંબી લાઇનથી બચવા માટે વધારાના પૈસા ચૂકવવા પણ તૈયાર હોય છે.

લોકો કરી રહ્યા છે અપીલ

ઇમેજ સ્રોત, PEAR VIDEO
આ વીડિયો પર કેટલાક લોકોએ ભાવૂક પ્રતિક્રિયાઓ આપી છે અને તેને શૅર કરતા લોકો લખે છે, 'સેલ મિલ્ક, સેવ ગર્લ.'
યૂઝર્સે તે જગ્યા પાસેથી પસાર થનારા લોકોને બાળકીના માતા પિતાને પૈસા આપવાની અપીલ કરી છે.
જોકે, કેટલાક યૂઝર્સ એવા પણ હતા કે જેમણે માતા-પિતા પ્રત્યે સહાનુભૂતિ ન દાખવી.
એક વ્યક્તિએ બ્રેસ્ટ મિલ્ક વેચીને મદદ માગવાની આ રીત અશ્લીલ ગણાવતા તેને અયોગ્ય ગણાવ્યું.
અન્ય એક વ્યક્તિએ લખ્યું, "બધા સમજી શકે છે કે તમે મજબૂર છો અને તમારી મદદની જરૂર છે. પરંતુ પોતાનું દૂધ વેચીને તમે તમારી પ્રતિષ્ઠા કેવી રીતે જાળવી શકો."
પરંતુ એક વ્યક્તિએ વિરોધમાં આવી રહેલી કૉમેન્ટની ટીકા કરી અને કહ્યું, "આ ઘણા લાચાર માતા-પિતાનો પ્રેમ છે. જે લોકો તેમને લઇને ખોટી વાતો કરી રહ્યા છે તેમણે વિચારવું જોઈએ કે જો તે તમારું સંતાન હોત તો તમે તમારો ચહેરો બચાવતા કે તમારા બાળકનું જીવન?"
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












