You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હવે આદુ અને મધ ફ્લેવરના કૉન્ડમ
ચોકલેટ, વેનીલા, સ્ટ્રોબરી, કોફી અને અચાર બાદ હવે મધ-આદુ ફ્લેવર.
જી હાં, અમે કૉન્ડમ ફ્લેવર્સ વિશે વાત કરી રહ્યાં છીએ. કૉન્ડમ બનાવતી એક કંપનીએ ચાલુ વર્ષે શિયાળામાં આદુનાં ફ્લેવરવાળા કૉન્ડમ લૉન્ચ કર્યાં છે.
કંપનીએ ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેની માહિતી આપી હતી.
નવીન ફ્લેવરના કૉન્ડમ પેકેટની તસવીરની સાથે કંપનીએ લખ્યું છે, સાફ ગળાં માટે આદુ અને મધ. રજૂ કરીએ છીએ આદુ ફ્લેવર.
તમને આ પણ વાંચવું ગમશે
આ સાથે જ વધુ કેટલાક કૅપ્શન પણ પોસ્ટ કર્યા હતા. જેમ કે:
- હવે શિયાળામાં દિવસની શરૂઆત કેવી રીતે કરવા ઇચ્છશો? શિયાળાની સવારની ઉષ્માભરી બનાવો, પસંદ આપની ઉપર છે.
- હવે શિયાળાની સવાર વધુ ઉષ્માભરી તથા આરામદાયક બનશે. રજૂ કરીએ છીએ આદુ ફ્લેવરના કૉન્ડમ્સ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વાભાવિક છે કે આ વિશે સોશિયલ મીડિયા પર પણ ચર્ચા થઈ રહી છે. યૂઝર્સ આ વિશે હળવી ટિપ્પણીઓ પણ કરી રહ્યાં છે.
વરુણ ખુલ્લર નામના યૂઝરે ટ્વિટર પર લખ્યું, "હું એ વિચારીને કન્ફ્યુઝ છું કે આદુ પછી શું? આદુ-લસણ પેસ્ટ, કે પછી આદુ-લસણ શેકેલ મસાલા કૉન્ડમ?"
કંપની પણ હળવાશભરી ટિપ્પણીઓનાં જવાબ હળવાશભર્યાં અંદાજમાં આપી રહ્યાં છે.
નીલાદ્રીએ ફેસબુક પર લખ્યું, "હવે ઘરમાં આદુ ખૂટી જાય તો ચિંતા ન કરશો. કટિંગ ચા બનાવવા માટે બે-ત્રણ આદુ ફ્લેવર કૉન્ડમ ઉકાળી લો."
તેના જવાબમાં કંપનીએ લખ્યું, "કૉન્ડમ વાપરવાની બીજી સારી રીતો પણ છે."
કોઈકે કંપનીને જેઠીમધ ફ્લેવર્ડ કૉન્ડમ તો કોઈકે બિરયાની કે લિંબુ ફ્લેવરના કૉન્ડમ લૉન્ચ કરવાની પણ સલાહ આપી હતી.
તેનો લાભ થશે?
આ તો રહી હળવાશભરી વાત. પરંતુ શું અલગઅલગ ફ્લેવરના કૉન્ડમ્સની સેક્સ લાઇફ પર કોઈ અસર થાય કે માત્ર ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ માત્ર છે?
આ વિશે બીબીસીએ વિખ્યાત સેક્સૉલૉજીસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી સાથે વાત કરી હતી.
ડૉ. કોઠારીના કહેવા પ્રમાણે, ભિન્નભિન્ન પ્રકારના ફ્લેવર લોકોના મનમાં સેક્સ માટે ઉત્કંઠા તો જગાવી શકે છે. પરંતુ તેનાથી સેક્સના સમયગાળા કે સેક્સ લાઇફ પર કોઈ અસર નથી થતી.
કોઠારીના કહેવા પ્રમાણે, "જો કોઈને આદુ કે મધની સુગંધ પસંદ ખૂબ જ પસંદ હોય તો અદરક ફ્લેવર્ડ કૉન્ડમ પાર્ટનરની નજીક લાવવામાં તો ચોક્કસપણે મદદ કરી શકે."
સાથે જ ડૉ. કોઠારી ઉમેરે છે કે, તેનાથી એ નક્કી નથી થતું કે જાતીય સંબંધ બાંધવામાં કેટલી અનુકૂળતા રહેશે કે કેટલો સમય લાગશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો