સ્કીઇંગમાં ભારતને પ્રથમવાર મેડલ અપાવનાર આંચલ ઠાકુર કોણ છે?

ઇમેજ સ્રોત, ROSHAN THAKUR
આંચલ ઠાકુર સ્કીઇંગમાં આંતરરાષ્ટ્રીય મેડલ મેળવનાર પ્રથમ ભારતીય બની છે.
21 વર્ષની આંચલ હિમાચલ પ્રદેશની રહેવાસી છે.
આંચલની આ સિદ્ધિની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.
આંચલે 'એલપાઈન એડર -3200 કપ' ટૂર્નામેન્ટમાં કાંસ્ય પદક જીત્યું છે.
તમને આ પણ વાંચવું ગમશે
તૂર્કીમાં આંતરરાષ્ટ્રીય સ્કી ફેડરેશન દ્વારા આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આંચલની આ જીતને લઈને તેને સૌપ્રથમ શુભેચ્છા આપનારા લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા.
વડાપ્રધાને ટ્વીટ કરી કહ્યું, "સુશ્રી ઠાકુરની ઐતિહાસિક સિદ્ધિથી સંપૂર્ણ દેશ ઉત્સાહિત છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી સાથેની વાતચીતમાં આંચલે કહ્યું કે તેણે વડાપ્રધાનનું ટ્વીટ જોયું ત્યારે તે ભાવુક થઈ ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેણે ઉમેર્યું કે "મેં ટ્વીટ વાંચ્યું ત્યારે હું ખુશ થઈને રૂમમાં બૂમો પાડવા માંડી હતી."
ભારતમાં શિયાળુ રમતોને ઓછું મહત્ત્વ આપવામાં આવે છે.
આંચલને હવે આશા છે કે ભારતમાં અત્યાર સુધી બહુ જાણીતી ન થઈ શકી એવી સ્કીઇંગની રમતના પણ સારા દિવસો આવશે.

"લોકોને સ્કીઇંગ શબ્દ બોલતા પણ નથી આવડતો"

ઇમેજ સ્રોત, ROSHAN THAKUR
આંચલ કહે છે, "ભારતમાં આ ખેલ પ્રત્યે જાગૃતિનો અભાવ છે. અહીં લોકોને સ્કીઇંગ શબ્દ ઉચ્ચારતા પણ નથી આવડતું."
આંચલે ઉમેર્યું હતું કે લોકો મને પૂછે કે તમે સ્કાય કરી રહ્યા છો?
આંચલની પહેલી બે મિનિટ તો લોકોને રમતનું સાચું નામ જણાવવામાં જાય છે.
આંચલના પિતા રોશન ઠાકુર પણ સ્કીઇંગના રાષ્ટ્રીય સ્તરના ખેલાડી છે.
એ ઉપરાંત રોશન ઠાકુર વિન્ટર ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના મહાસચિવ પણ છે.
તેમણે તેમના બંન્ને બાળકોને આ રમતમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા છે.
બીબીસી સાથે વાતચીતમાં રોશન ઠાકુરે આશા વ્યક્ત કરી હતી કે તેમની દીકરીને મેડલ મળવાની શરૂઆત થયા પછી હવે કદાચ ભારતમાં શિયાળુ રમતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
રોશન ઠાકુરે કહ્યું, "મેં જોયું છે કે વડાપ્રધાન અને રમત મંત્રીએ ટ્વીટ કરી આંચલને અભિનંદન આપ્યા છે."
આ એક સકારાત્મક સંકેત છે અને આશા છે કે આ શિયાળુ રમતો પ્રત્યે લોકો પ્રોત્સાહિત થશે.

પિતાને ભરોસો નહોતો

ઇમેજ સ્રોત, ROSHAN THAKUR
ભારતમાં સ્કીઇંગ જેવી રમતો માટે મૂળભૂત સુવિધાઓનો અભાવ છે.
ઉપરોક્ત પરિસ્થિતિને કારણે આંચલને તેના પિતાએ તાલીમ માટે વિદેશ મોકલી હતી.
આંચલ સાતમા ધોરણમાં ભણતી હતી ત્યારથી જ તે યુરોપ, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, કોરિયામાં તાલીમ માટે જઈ રહી છે.
આ તાલીમનો સંપૂર્ણ ખર્ચ આંચલના પરિવારે ઉઠાવ્યો છે.
સ્કીઇંગ કરતી વખતે સલામતી માટે પહેરવા પડતા ગિયરની કિંમત પણ ખૂબ વધારે છે.
આંચલ કહે છે કે સ્કીઇંગના ગિયરની કિંમત 80 થી 90 હજાર રૂપિયાની છે.
સુરક્ષા ગિયર સહિત સ્કીઇંગ માટેનો સંપૂર્ણ સામાન 7 લાખ થી 8 લાખ રૂપિયા સુધીનો મળે છે.
આંચલે સ્કીઇંગમાં પદક જીત્યું ત્યારે તેના પિતા તેની સાથે ન હતા.
આંચલે વીડિયો કૉન્ફરન્સ દ્વારા પિતાને ખુશખબર આપ્યા ત્યારે પહેલાં તો રોશન ઠાકુરને તેમની પુત્રી આંચલ ઠાકુરની વાત પર વિશ્વાસ આવ્યો ન હતો.
આંચલ કહે છે કે તેણે તેના પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે.

'કોઈએ વિચાર્યું ન હતું કે હું પદક જીતીશ'

ઇમેજ સ્રોત, ROSHAN THAKUR
આંચલ કહે છે, "કોઈએ નહોતું વિચાર્યું કે હું સ્કીઇંગમાં મેડલ પ્રાપ્ત કરીશ."
"મેં પણ આ બાબતે વિચાર્યું ન હતું. ભારતમાં આ રમત વિશે કોઈ વિચારતું પણ નથી."
પદક માટે આંચલનાં નામની ઘોષણા કરવામાં આવી ત્યારે તુર્કીમાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આંચલ કહે છે, "ઘણા લોકોએ મને પૂછ્યું છે કે શું ભારતમાં ખરેખર બરફ પડે છે?"
આંચલે ઉમેર્યું હતું કે તેણે લોકોને જણાવ્યું હતું કે ભારતમાં બરફ પડે છે, ભારત પાસે હિમાલય છે.
આંચલને આશા છે કે તેણે પદક મેળવ્યા બાદ ભારતમાં સ્કીઇંગ ક્ષેત્રે પણ સારા દિવસો આવશે અને આ રમત માટે મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આંચલ હવે 2018 અને 2022ની સાલમાં રમાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા ઇચ્છે છે.
તેને માઉન્ટ એવરેસ્ટ પર પણ સ્કીઇંગ કરવાની ઈચ્છા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












