એક એવું શહેર જ્યાં તમે નવા વર્ષની બે વખત ઉજવણી કરી શકો!

જો તમને નવા વર્ષની ઉજવણી કરવી સૌથી વધારે ગમે છે, તો લેપલેન્ડ પ્રદેશમાં આવેલું આ શહેર તમને એક જ રાત્રે બે વખત ઉજવણી કરવાનો મોકો આપે છે.

જી હાં, તમે નવા વર્ષનાં વધામણાં બે વખત કરી શકો છો.

આ જગ્યાએ ઠંડી ઘણી જ હોય છે. યુરોપના ઉત્તરીય ભાગમાં આ નાનું શહેર આવેલું છે.

ફિનલેન્ડમાં તેને કૅરસ્યૂવન્તો કહે છે તો સ્વીડનમાં કૅરસ્યૂએન્ડો કહે છે.

શહેરની વચ્ચેથી મ્યુઓનિયો નદી પસાર થાય છે. આ નદી ફિનલેન્ડ અને સ્વીડન વચ્ચેની સરહદ તરીકે કામ કરે છે.

તો પણ આ શહેરને એક જ શહેર તરીકે ગણવામાં આવે છે. જેમાં નદીનો પૂર્વીય ભાગ ફિનલેન્ડ અને પશ્ચિમ ભાગ સ્વીડનમાં આવે છે.

બંને દેશોમાં અલગ-અલગ ટાઇમ ઝોન છે. આ બન્ને ટાઇમ ઝોન વચ્ચે એક કલાકનો તફાવત છે.

એટલે તમે ફિનલેન્ડમાં નવા વર્ષનું સ્વાગત કરીને પુલને પાર કરી બીજી તરફ જઈ શકો છો.

ત્યાર બાદ એક કલાક પછી સ્વીડિશ બાજુ પર નવા વર્ષની ફરીથી ઉજવણી કરી શકો.

છે ને મજેદાર વાત?

આ શહેરમાં એક બાજુ માત્ર 500 રહેવાસીઓ છે તો શહેરની બીજી બાજુ આર્કટિક વર્તુળથી 250 કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે.

કૅરસ્યૂએન્ડો (સ્વીડિશ ભાગ)ના પ્રવાસન વિભાગના પેજ અનુસાર આ શહેર આ સ્વીડનનું ઉત્તરમાં આવેલું સૌથી છેલ્લું શહેર છે.

આ ઉપરાંત નોર્ધન લાઇટની આનંદ માણવા માટે આ એક સારું સ્થળ છે.

પણ એ માટે તમારે ઠંડીમાં ઊભા રહેવું પડશે. શિયાળામાં તાપમાન ઝીરો ડિગ્રીથી નીચે જતું રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો