You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુપરમૂન 2017: 3 ડિસેમ્બરે અગાસી પર વરસી ચાંદની
ગુજરાતની ચૂંટણીમાં ચારેય બાજુથી ચૂંટણીના પ્રચારને કારણે તમે પણ ચૂંટણીમય બની ગયા હશો, પણ સંખ્યાબંધ ગુજરાતીઓએ બે ઘડી સમય કાઢીને ત્રીજી ડિસેમ્બરે રાત્રે ધાબા પર જઈને ચંદ્રને જોયો. 3 ડિસેમ્બરે ચંદ્ર પૃથ્વીની નજીક હતો. આ ખગોળીય ઘટનાને ‘સુપરમૂન’ તરીકે ઓળખવામાં આવે છે.
વર્ષ 2017નો એ પહેલી અને છેલ્લી સુપરમૂન ઘટના હતી. 3 ડિસેમ્બરની રાત્રે ચંદ્ર દરરોજ કરતાં 14 ટકા મોટો અને 30% વધુ પ્રકાશિત હતો.
આ પહેલા સુપરમૂની ઘટના 14 નવેમ્બર 2016ના રોજ જોવા મળી હતી. એ સમયે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હતો.
કહેવામાં આવે છે કે ગત વર્ષ પહેલા આ શાનદાર દૃશ્ય વર્ષ 1948માં જોવા મળ્યું હતું.
આ સુપરમૂન સૌથી ખાસ ઘટના હતી, કેમ કે હવે એવી ઘટના 2034માં જોવા મળશે.
તમને આ વાંચવું પણ ગમશે:
ડિસેમ્બરમાં દેખાતા સુપરમૂનને શીતચંદ્રનાં નામે પણ ઓળખવામાં આવે છે.
આજે દેખાનારો સુપરમૂન સૂર્ય વિરુદ્ધ પોતાનું સ્થાન લેશે. તે પૃથ્વીથી 3 લાખ 58 હજાર 499 કિલોમીટરનાં અંતરે હશે.
યુકેની રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીના રોબર્ટ મેસ્સી કહે છે, "આ એક અસાધારણ ઘટના છે. લોકો હંમેશા બહાર નીકળીને તેને જોવાનું પસંદ કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શા માટે થાય છે સુપરમૂન?
ગુજરાત સાયન્સ સિટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક નરોત્તમ સાહૂના જણાવ્યા અનુસાર, આગામી બે મહિનામાં સુપરમૂન ફરી બે વખત, 1 જાન્યુઆરી અને 31 જાન્યુઆરીએ, જોવા મળશે.
નરોત્તમ સાહૂ જણાવે છે, "પૃથ્વીની કક્ષામાં ફરતા ચંદ્ર જ્યારે ધરતીની સૌથી નજીક આવે છે તો એ સ્થિતિને 'પેરીજી' અને કક્ષામાં જ્યારે સૌથી દૂર હોય છે તે સ્થિતિને 'અપોજી'ના નામે ઓળખવામાં આવે છે."
"આજે ચંદ્ર પેરિજી હશે અને તે જ કારણોસર તે વધુ મોટો દેખાશે."
"ચંદ્ર જ્યારે પૃથ્વીની સૌથી નજીક હોય છે, તો બન્ને વચ્ચેનું અંતર આશરે 3.65 લાખ કિલોમીટર હોય છે."
વધુમાં નરોત્તમ સાહુ જણાવે છે, "સુપરમૂન દર અઢી વર્ષમાં એક વખત જોવા મળે છે. જે દિવસે સુપરમૂન હોય છે, તે દિવસે આકાશ સ્વચ્છ હોય છે, તેનાં કારણે સુપરમૂન વધુ ચમકદાર જોવા મળે છે."
શું સુપરમૂન ખતરનાક છે?
ઘણા લોકોને સવાલ થાય છે કે ક્યાંક સુપરમૂન જોવાથી કોઈ ખતરો તો નથી ને?
આ વિશે સાહૂ કહે છે, "સુપરમૂન એક કુદરતી પ્રક્રિયા છે અને તેનાંથી કોઈ નુકસાન નથી થતું."
તેઓ જણાવે છે કે સુપરમૂનની ઘટના જોવી એ એક સુંદર અનુભવ છે.
વૈજ્ઞાનિક દૃષ્ટીએ તો સુપરમૂન એક અદભુત ઘટના છે જ, પણ સાહિત્યમાં ચંદ્રને સુંદરતા અને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે.
તે માટે આગામી 1 જાન્યુઆરીની રાત્રે તમે ચંદ્રના દીદાર તમારા ‘ચાંદ’ સાથે કરશો તો જોવાની ખૂબ મજા પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો