પ્રિન્સ હૅરી ગર્લફ્રેન્ડ મેગન માર્કલ સાથે લગ્ન કરશે.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રિન્સ હૅરી આગામી વર્ષની શરૂઆતમાં મેગન માર્કલ સાથે લગ્ન કરશે. લગ્ન બાદ દંપતી લંડનના કેન્સિંગ્ટન પૅલેસના નૉટિંગમ કૉટેજમાં રહેશે.
આ યુગલ વર્ષ 2016થી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ મહિનાની શરૂઆતમાં તેમણે સગાઈ કરી હતી.
એક નિવેદનમાં પ્રિન્સ હૅરીએ આ સમાચારને જાહેર કરતા પોતાની ખુશી વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે તેમને મેગનનાં માતા-પિતાની મંજૂરી પણ મળી છે.
તમને આ પણ વાંચવું ગમશે
લંડનમાં થયેલી સગાઈની ખબર માત્ર રાણી એલિઝાબેથ ઉપરાંત 'પરિવારનાં અન્ય નજીકના સભ્યો'ને જ હતી.
પ્રિન્સ ઑફ વેલ્સ અને ડચેસ ઑફ કોર્નવોલનાં અધિકૃત નિવાસસ્થાન ક્લૅરેન્સ હાઉસ દ્વારા જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે, લગ્નનો દિવસ અને અન્ય વિગતોની 'યોગ્ય સમયે' જાહેરાત કરવામાં આવશે.
લગ્ન પછી, મેગન 'હર રૉયલ હાઇનેસ' સંબોધનથી ઓળખાશે.
બકિંગહમ પૅલેસના પ્રવક્તાના જણાવ્યા મુજબ, ક્વીન એલિઝાબેથ અને ડ્યુક ઑફ એડિનબરાએ જણાવ્યું છે કે તે "દંપતી માટે પ્રસન્નતા અનુભવે છે અને તેમને દરેક ખુશી મળે", એવી શુભેચ્છા વ્યક્ત કરી છે.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રિન્સ વિલિયમ અને ડચેસ ઑફ કેમ્બ્રિજ તરીકે ઓળખાતાં, કેટ- બન્નેએ જણાવ્યું છે કે તેઓ હૅરી અને મેગન માટે "ખૂબ જ ઉત્સાહિત" હતા. વધુમાં "મેગનને જાણવાનો અનુભવ અદભૂત રહ્યો. મેગન અને હૅરીને એકબીજા સાથે જોવાનો અનુભવ અદભૂત છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડાપ્રધાન થેરેસા મેએ તેમને "હાર્દિક અભિનંદન" અને દંપતીને સારા ભવિષ્ય માટે શુભેચ્છા આપી છે.
મેગનના માતા-પિતા થૉમસ માર્કલ અને ડોરિયા રૅગલૅન્ડે કહ્યું છે કે દંપતી માટે તેઓ "અત્યંત ખુશ" છે.
તેમણે જણાવ્યું, "હૅરી, જે મેગનની જેમ સમાન ગુણો ધરાવે છે, અને બન્નેનો સાથ, માતા-પિતા તરીકે અમારા માટે ખુબ જ આનંદદાયક છે".
પ્રિન્સ હૅરી અને મેગને સપ્ટેમ્બરમાં ભાવિ દંપતી તરીકે સૌપ્રથમ વખત જાહેરમાં દેખાયાં હતાં.
કેન્સિંગ્ટન પૅલેસના એક નિવેદન મુજબ હૅરીએ સૌપ્રથમ વખત નવેમ્બર 2016માં મેગન સાથેના તેમના સંબંધને અનુમોદન આપતા જાહેર સ્વીકાર કર્યો હતો.
આ નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે દંપતી "થોડા મહિનાઓના સંબંધમાં હતા". મેગનને નિંદા અને મુસીબતનો પાત્ર બનવું પડ્યું, જે અયોગ્ય હતું.
ઇજાગ્રસ્ત સૈનિકો માટે હૅરી દ્વારા આયોજિત સ્થાનાંતરિત આંતરરાષ્ટ્રીય રમતોત્સવ ઇક્વિટાસ ગેમ્સના ઉદઘાટન સમારંભમાં તેઓ બંને સાથે જોવાં મળ્યાં હતાં.

ઇમેજ સ્રોત, PA
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વૅનિટી ફૅર મૅગઝીન સાથે વાતચીત દરમિયાન અભિનેત્રીએ હૅરી માટે પ્રથમ વખત તેમના પ્રેમ વિશે વાત કરી હતી. તેમનું કહેવું હતું, "અમે બે લોકો છીએ જે ખરેખર આનંદ અને પ્રેમમાં છીએ."
તેમણે જણાવ્યું હતું કે બન્ને "વિશિષ્ટ" સમયનો આનંદ અનુભવી રહ્યાં છે.
વધુમાં "મને ખબર છે કે એક એવો સમય હશે જ્યારે અમારે આગળ આવવું પડશે અને અમારી વાતો લોકો સાથે શૅર કરવી પડશે. પણ હું આશા રાખું છું કે લોકો સમજશે કે આ અમારો સમય છે."
અત્યાર સુધી મેગન બ્રિટનમાં જાણીતાં નહોતાં. યુ.એસ.માં 36 વર્ષીય મેગન ટીવી ડ્રામા 'સ્યુટ્સ'માં રેચલ ઝેનની ભૂમિકાથી વધુ જાણીતાં છે.

ઇમેજ સ્રોત, Getty Images
લૉસ-એંજલસમાં જન્મેલાં આ અભિનેત્રીનાં પિતા લાઇટિંગ ડિરેક્ટર હતા. માતા એક સામાજિક કાર્યકર્તા અને યોગ શિક્ષિકા છે. 'બ્લેક બેવર્લી હિલ્સ' વિસ્તારમાં તેમનો ઉછેર થયો હતો.
તેમણે મહિલાઓ માટેની રોમન કૅથોલિક કૉલેજમાં અભ્યાસ કરતા પહેલાં એક પ્રાઇવેટ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો.
વર્ષ 2003માં અભિનયની કારકિર્દીની શરૂઆતમાં, તેમણે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી સ્કૂલ ઑફ કમ્યુનિકેશનમાંથી ગ્રેજ્યુએટની પદવી મેળવી હતી.
જૂના નિયમો પ્રમાણે, મેગન રોમન કૅથોલિક હોવાથી, લગ્ન બાદ હૅરી રાજગાદી પર રાજા બની શકે તેમ નહોતા.
પરંતુ વર્ષ 2015માં શાહી ઉત્તરાધિકારના નવા નિયમો પ્રમાણે, શાહી પરિવારના સભ્યો રોમન કૅથોલિક સાથે લગ્ન કરી શકે છે અને રાજા કે રાણી પણ બની શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












