લિયોનાર્દો દ વિન્ચીનું ચિત્ર 3 હજાર કરોડ રૂપિયામાં વેચાયું!

ઇમેજ સ્રોત, Christie's
ઇટલીના પ્રખ્યાત ચિત્રકારનું ઈશુ ખ્રિસ્તનું પાંચ શતાબ્દી જૂનું ચિત્ર ન્યૂ યૉર્ક શહેરમાં લગભગ 3000 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે.
500 વર્ષ જૂનું ઈશુ ખ્રિસ્તનું આ ચિત્ર 'સાલ્વડોર મુંડી' (વિશ્વના સંરક્ષક) તરીકે ઓળખાય છે. જે લિયોનાર્દો દ વિન્ચીએ બનાવ્યું હતું.


ઇમેજ સ્રોત, Hulton Archive
આ ચિત્રની હરાજીએ અત્યાર સુધી વિશ્વની સૌથી મોંઘી વેચાયેલી કલાકૃતિ તરીકે રિકૉર્ડ બનાવ્યો છે.
મોનાલીસાનું ચિત્ર બનાવનારા લિયોનાર્દો દ વિન્ચીની ગણના વિશ્વના મહાનતમ ચિત્રકારોમાં થાય છે. તેમનું મૃત્યુ વર્ષ 1519માં થયું હતું.
હાલમાં તેમના દ્વારા દોરાયેલાં 20 જેટલાં ચિત્રો વિશ્વની આર્ટ ગૅલરીની શોભા બની રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂયૉર્કમાં હરાજી દરમિયાન એક ખરીદનારે ટેલિફોન પર 20 મિનિટ સુધી વાત કર્યા બાદ આ ચિત્રની અંતિમ બોલી 40 કરોડ ડૉલર બોલી હતી.
હાલ ખરીદનારનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે. હરાજી ફી સાથે ચિત્રની કિંમત 45 કરોડ ડૉલર થઈ ગઈ હતી.
ભૂતકાળમાં આ ચિત્રની માત્ર 60 ડૉલરમાં હરાજી કરવામા આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ વાંચવું પણ ગમશે:
તે સમયે આ ચિત્ર વિશે એવી માન્યતા હતી કે તે લિયોનાર્દો દ વિન્ચી પાસે અભ્યાસ કરનારા એક વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવ્યું હતું.
બીબીસી સંવાદદાતા વિન્સેટ ડૉદ કહે છે કે અત્યાર સુધી સહમતી બની નથી કે આ લિયોનાર્દો દ વિન્ચીનું જ ચિત્ર છે.


ઇમેજ સ્રોત, Hulton Archive
એક કળા વિવેચકના જણાવ્યા પ્રમાણે ચિત્રની સપાટી પર ઘણી વાર કામ થવાના કારણે તે એક જ સમયે નવું અને જૂનું સાથે દેખાય છે.
એવી માન્યતા છે કે આ ચિત્ર 15મી સદીમાં ઈંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ પહેલાની સંપત્તિ હતી.
4 વર્ષ અગાઉ રશિયાના ક્લેક્ટર દમિત્રી ઈ રયાબોલોવ્લેવના પારિવારિક ટ્રસ્ટે આ ચિત્રને 12.7 કરોડ ડૉલરમાં ખરીદ્યું હતું.
19મી સદી સંબંધિત ચિત્રકળા અને અન્ય કળાકૃતિના નિષ્ણાત ડૉ. ટિમ હન્ટર આ ચિત્રકળાને 21મી સદીની સૌથી મોટી શોધ તરીકે ઓળખાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












