You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોલંબિયામાં ગજરાજના દંતશૂળ પર શસ્ત્રક્રિયા કરવામાં આવી
કોલંબિયાના બરંક્વિલ્લા શહેરના પ્રાણી સંગ્રહાલય ખાતે પાંચ ટનની કાયા ધરાવતા હાથી પર શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
હાથીને બરંક્વિલ્લા શહેરનાં પ્રાણી સંગ્રહાલય ખાતે નશીલા પદાર્થોની તસ્કરી કરી રહેલા લોકોના તબેલામાંથી લાવવામાં આવ્યો હતો.
તંતોર નામના આ ગજરાજને ત્રણ કલાક માટે ઘેનનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.
ગજરાજ પર કરવામાં આવેલી શસ્ત્રક્રિયામાં ત્રીસ લોકો જોડાયાં હતાં.
તમને આ વાંચવું પણ ગમશેઃ
હાથીના તૂટેલા દાંત પર રૂટકૅનલ પ્રક્રિયાથી દાંતને જોડવાની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી.
શસ્ત્રક્રિયાનો ખર્ચ 8,500 અમેરિકી ડોલરનો (અંદાજે સાડા પાંચ લાખ રૂપિયા) થયો હતો જે સો લોકોએ ભેગો કર્યો હતો.
શસ્ત્રક્રિયા દરમિયાન હાથીને ઉપાડવા માટે ક્રેન ગોઠવવા માટે પોલીસે પ્રાણી સંગ્રહાલય બહારના રસ્તાઓ અવરજવર માટે બંધ કર્યા હતા.
પ્રાણી સંગ્રહાલય આસપાસના રસ્તાઓ બંધ કર્યા પછી ટ્રાફિકને બીજી દિશામાં વાળવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિષ્ણાતોનું કહેવું છે કે બે વર્ષ પહેલા જ્યારે તંતોરે પોતાના દાંતને નુકસાન કર્યું હતું ત્યારે જ આ શસ્ત્રક્રિયા થઈ જવી જરૂરી હતી.
સાથે સાથે નિષ્ણાતો જણાવે છે કે એ એટલે શક્ય ન બની શક્યું કારણ કે આવા મહાકાય પ્રાણીને બેભાન કરવા માટે જે વિશિષ્ટ દવાનો ઉપયોગ કરવો પડે તે મેળવવામાં સમય લાગ્યો હતો.
ઉપરોક્ત જણાવેલી શસ્ત્રક્રિયા માટે એક વિશિષ્ટ ઓર્થોડોન્ટોલોજિકલ સાધન તૈયાર કરવામાં આવ્યું હતું.
કોલંબિયા નેશનલ નાર્કોટિક્સ એજન્સી દ્વારા નશીલા પદાર્થોની તસ્કરી કરી રહેલા તસ્કરોના તબેલામાંથી તંતોરને બીજા અન્ય પ્રાણીઓ સાથે બચાવવામાં આવ્યો હતો.
તંતોરને એપ્રિલ 1991માં બરંક્વિલ્લા પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલ ગજરાજની ઉમર 50 વર્ષની છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો