દંપતી દ્વારા પુત્રને 'જિહાદ' નામ આપતાં ફ્રાન્સમાં વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરમાં યુરોપના ભયાનક આતંકી હુમલાઓનો ભોગ બનેલા ફ્રાન્સમાં બાળકનું નામ 'જિહાદ' આપવું યોગ્ય છે?
તૂલૂઝ શહેરમાં એક દંપતીએ તેમના પુત્રનું નામ 'જિહાદ' રાખતાં સત્તાધિકારીઓએ આ કેસ ફ્રેન્ચના ચીફ પ્રોસિક્યૂટરને સોંપવામાં આવ્યો હતો.
આગામી સમયમાં કૌટુંબિક મુદ્દાઓ માટેના ન્યાયાધીશ આ કેસમાં ચુકાદો આપે તેવી શક્યતા છે.
તમને આ પણ વાંચવું ગમશે
અરબી ભાષામાં 'જિહાદ' શબ્દનો અર્થ ખાસ કરીને 'પવિત્ર યુદ્ધ' અથવા 'ધર્મયુદ્ધ' નથી, પરંતુ 'પ્રયત્ન' અથવા 'સંઘર્ષ' છે.

માતા પિતાની ઇચ્છા

ઇમેજ સ્રોત, AFP
ફ્રેન્ચ કાયદાઓ બાળકો માટે માતાપિતા દ્વારા પસંદ કરેલા નામ પ્રતિબંધિત નથી મૂકતું, જ્યાં સુધી કોઈ નામ બાળકના હિતને નુકસાન પહોંચાડતું નથી.
પરિવારના અન્ય સભ્યો પ્રતિષ્ઠાનું કારણ આગળ કરીને તેનો વિરોધ કરી શકે છે.
ટૂલૂઝનો 'જિહાદ' નામનું બાળક ઓગસ્ટ મહિનામાં જન્મ્યું હતું. અગાઉ, અન્ય છોકરાઓને ફ્રાન્સમાં આ નામ રાખવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામાન્ય રીતે, "જિહાદિસ્ટ્સ'' શબ્દનો ઉપયોગ ઇસ્લામિક અંતિમવાદીઓ માટે કરવામાં આવે છે.
જેમાં ઉદાહરણ તરીકે, કથિત-રીતે ઇસ્લામિક સ્ટેટ (IS) ના નામથી હુમલા કરનારાઓ માટે પણ આ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.

11 સપ્ટેમ્બર

ઇમેજ સ્રોત, BBC Monitoring
2015થી ફ્રાન્સમાં ઇસ્લામિક અંતિમવાદીઓએ 230થી વધારે લોકોનાં મોત થયાં છે.
2013માં નીમ્સ શહેરમાં એક માતાને એક મહિનાની મોકૂફ રખાયેલી જેલની સજા આપવામાં આવી હતી.
ઉપરાંત તેને લગભગ 17112 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
મહિલાએ તેમના ત્રણ વર્ષના 'જિહાદ' નામના પુત્રને સ્કૂલમાં મોકલ્યો હતો, જેના ટી-શર્ટ પર "હું બોમ્બ છું" અને "જિહાદ, 11 સપ્ટેમ્બરએ જન્મેલો" એમ લખ્યું હતું.
તમને આ પણ વાંચવું ગમશે
'જિહાદ' નામ માટે નહીં, પરંતુ યુએસમાં 9/11ના આતંકવાદી હુમલાઓના સંદર્ભમાં "વિવાદ" પેદા કરનારી હતી.
2015માં હેજલનટ સ્પ્રેડ-પ્રેરિત એક ફ્રેન્ચ અદાલતે એક દંપતીને તેમની બાળકીનું નામ 'નટેલા' આપતાં અટકાવી હતી.
કોર્ટે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે આ નામ આપવાથી તેઓ હાંસીપાત્ર વ્યક્તિ બનશે.
ન્યાયાધીશે આદેશ આપ્યો હતો કે બાળકીને 'એલા' તરીકે ઓળખવામાં આવે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












