You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લંડનથી ન્યૂયૉર્ક 29 મિનિટમાં પહોંચી શકાશે!
રૉકેટ અને કાર ઉદ્યમી એલન મસ્કનું કહેવું છે કે જલ્દી જ લોકો એક શહેરથી બીજા શહેર થોડી જ મિનિટોમાં ઉડીને પહોંચી શકશે.
તેમણે ઑસ્ટ્રેલિયાના એડિલેડમાં યોજાયેલી ઇન્ટરનૅશનલ એસ્ટ્રોનૉટિકલ કૉંગ્રેસમાં આ દાવો કર્યો છે.
એક પ્રમોશનલ વીડિયોમાં દાવો કરાયો છે કે લંડનથી ન્યૂયૉર્ક પહોંચવામાં આશરે 29 મિનિટ લાગશે.
મસ્કે ત્યાં હાજર શ્રોતાઓને કહ્યું કે તેમનું લક્ષ્ય 2024 સુધી લોકોને મંગળ ગ્રહ પર મોકલવાનું છે. તેમની કંપની સ્પેસ-એક્સ આવતા વર્ષે આ માટેનું કામ શરૂ કરી દેશે.
એલન મસ્કે એ પણ કહ્યું કે તેમની કંપની 'સ્પેસ એક્સ' એક ગ્રહથી બીજા ગ્રહની યાત્રામાં સક્ષમ વાહનોના નિર્માણ પર કામ કરશે, જેને બીએફઆર કહેવાય છે.
મસ્કે મંગળયાત્રા સાથે જોડાયેલી પોતાની મહત્વકાંક્ષી યોજના વિશે પહેલી વખત ગયા વર્ષે કહ્યું હતું. આ વર્ષે એસ્ટ્રોનૉટિકલ કૉંગ્રેસમાં તેઓ વિસ્તૃત યોજના સાથે પહોંચ્યા છે.
પાછલા વર્ષની સરખામણીએ બીએફઆરનો આકાર નાનો કરાયો છે, બીએફઆર 106 મીટર લાંબું અને 9 મીટર પહોળું છે.
'લાંબી યાત્રા માત્ર અડધા કલાકમાં'
કંપની સૅટલાઇટ લૉન્ચ કરશે અને સ્પેસ સ્ટેશનને સુવિધા પણ આપશે. આ સાથે જ લોકોને ચંદ્ર અને મંગળ પર પણ લઈ જશે. ધરતી પર પણ એક જગ્યાથી બીજી જગ્યાની મુસાફરી થઈ શકશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલમાં સ્પેસ એક્સના ફાલ્કન 9 અને ડ્રેગન યાનનો અંતરિક્ષમાં ઉપયોગ થઈ રહ્યો છે. તેમના કહેવા પ્રમાણે, લાંબી મુસાફરી પણ અડધા કલાકમાં થઈ શકશે. એટલે કે હવે દુનિયાના કોઇ પણ ખૂણે પહોંચવામાં લાંબો સમય નહીં લાગે.
એલન મસ્ક કહે છે કે લોકોની ઇચ્છા છે કે બીએફઆરના લૉન્ચ પહેલા તેનું સારી રીતે પરીક્ષણ થઈ જાય.
અમે ફાલ્કન 9 અને ડ્રેગન વિમાન તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. જેથી લોકો તેના પર યાત્રા કરે અને અમે બીએફઆર પર ધ્યાન આપીએ.
કોણ છે એલન મસ્ક?
- એલન મસ્ક સ્પેસ એક્સના સીઈઓ અને ચીફ ડિઝાઇનર છે. તેઓ ટેસ્લા ઇલેક્ટ્રોનિક કાર કંપનીના સંસ્થાપક અને સોલરસિટીના અધ્યક્ષ પણ છે. સોલરસિટી હાઈ સ્ટોરેજ બૅટરી બનાવનાર જાણીતી કંપની છે.
- તેમને ઘણા લોકો ફોલો કરે છે. તેમની યોજનાને પૂરી થવામાં ઘણો સમય નીકળે છે.
- ધરતી પર સફળ લૅન્ડિંગ કરનાર 16 ઑરબિટલ ક્લાસ રૉકેટની પાછળ પણ તેમનું દિમાગ છે.
- મસ્ક કહે છે કે અંતરિક્ષયાત્રા એટલે મોંઘી છે કારણ કે એક વખતના ઉપયોગ પછી તેનો બીજી વખત ઉપયોગ નથી થતો.
- તેમના ફાલ્કન 9ને આંશિક રૂપે બીજી વખત ઉપયોગમાં લઈ શકાય છે. એ જ રીતે બીએફઆર પણ બીજી વખત ઉપયોગમાં લઈ શકાશે.
તેમણે 2022 સુધીમાં બીએફઆરના કાર્ગોના ડ્રાફ્ટને પૂરું કરવાનું નક્કી તો કર્યું છે. પણ તેઓ પોતે જ કહે છે કે તેઓ તેમની યોજનાઓ ઘણી વખત સમય પર પૂરી નથી કરી શકતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો