અમેરિકાની પ્રવાસ પ્રતિબંધ સૂચિમાં ઉત્તર કોરિયાનો સમાવેશ

અમેરિકાએ તેના વિવાદાસ્પદ 'ટ્રાવેલ બૅન' એટલે કે મુસાફરી પ્રતિબંધિત યાદીમાં ઉત્તર કોરિયા, વેનેઝુએલા અને ચાડનો સમાવેશ કર્યો છે.
એટલે કે આ દેશના નાગરિકો હવે અમેરિકા નહીં જઈ શકે.
વ્હાઇટ હાઉસના પ્રવકતાએ જણાવ્યું હતું કે અન્ય રાષ્ટ્રોએ તેમની સાથે આપ-લે કરેલી માહિતીના આધારે ઉત્તર કોરિયાને આ સૂચિમાં સમાવામાં આવ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પએ રવિવારે જાહેરાત કરતા જણાવ્યું, "અમેરિકાને સલામત રાષ્ટ્ર બનાવવું એ મારી પ્રથમ હરોળની અગ્રતા છે. અમે અમારા દેશમાં તે દેશના લોકોને નહીં આવકારીએ જેનાથી અમે સુરક્ષિત નથી."

ઇમેજ સ્રોત, Twitter
વેનેઝુએલા પર લગાવેલો પ્રતિબંધ માત્ર સરકારી અધિકારીઓ અને તેમના પરિવારજનો સુધી જ સિમિત રહેશે.
ઈરાન, લિબિયા, સીરિયા, યેમેન અને સોમાલિયા આ પાંચ રાષ્ટ્રો સાથે આ નવા ત્રણ દેશોનો ટ્રમ્પની મૂળ પ્રવાસ પ્રતિબંધ યોજનામાં સમાવેશ થયો છે.
નવી જાહેરાત પ્રમાણે સુદાની નાગરિકો પર મૂકવામાં આવેલો પ્રવાસ પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે.


ઇમેજ સ્રોત, Reuters
ટ્રમ્પનો મૂળ ટ્રાવેલ બૅન ખૂબ જ વિવાદાસ્પદ હતો. જે મુખ્વત્વે મુસ્લિમ દેશોને અસર કરતો હોવાથી કથિત રીતે તેને મુસ્લિમો પરનો પ્રતિબંધ ગણાવાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેની સામે મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો. અંતે અમેરિકાની સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ ટ્રમ્પ સરકારે આ પ્રતિબંધમાં ફેરફારો કરવાની ફરજ પડી હતી.
વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટ સામેની લડાઈ અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના સહકારભયા વલણને જોતા ઈરાકનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.












