You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એપલના નવા આઈફોનમાં કયાં નવા ફિચર્સ છે?
એપલે મંગળવારે આઈફોન Xની એક ઝલક રજૂ કરી જેમાં હોમ બટન નહીં હોય. સાથે જ કંપનીએ જેની બહુ રાહ જોવાઇ રહી હતી એ આઇફોન 8 પરથી પણ પડદો ઉઠાવ્યો છે.
આઇફોન X એટલે કે આઇફોન 10માં ચહેરાને ઓળખવાની એટલે કે ફેસ આઈડી ફિચર છે. ફોનના ટોચ પર ઇન્ફ્રારેડ કેમેરો છે જે અંધારામાં પણ ચહેરો ઓળખી શકે છે.
આ એપલનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ફોન છે. તેની કિંમત 999 ડૉલરથી શરૂ થશે અને 3 નવેમ્બરથી તેનું વેચાણ શરૂ થશે.
અમેરિકાના ક્યુપર્ટિનો શહેરના સ્ટીવ જોબ્સ થિયેટરમાં આઇફોન લોન્ચની 10 મી વર્ષગાંઠ પણ ઉજવવામાં આવી.
કંપનીએ આઇફોન 8 અને આઇફોન 8 પ્લસ પણ લોન્ચ કર્યા, જે વાયરલેસ ચાર્જ થઈ શક્શે. મતલબ કે સૌ પ્રથમ વખત કોઈમાં ઇન-બિલ્ટ વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ છે.
આઇફોન 8 અને આઇફોન 8 પ્લસનો ગ્લાસ અત્યાર સુધીનો સૌથી ટકાઉ ગ્લાસ છે. આ ગ્લાસ વોટર અને ડસ્ટ રેજિસ્ટેંસ પણ છે. ફોનમાં 3D ટચ અને ટ્રૂ ટોન ડિસ્પ્લે પણ છે.
83 ટકા વધુ લાઇટ અને વધુ શક્તિશાળી નવો 12MP કેમરા પણ છે. જેના સેન્સર વધારે શક્તિશાળી છે. આ ફોન 22 સપ્ટેમ્બરથી બજારમાંથી ઉપલબ્ધ થશે.
આઇફોન 8 પ્લસની કિંમત 799 ડૉલર(લગભગ 51,163 રૂપિયા) થી શરૂ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઇફોન 8 64GB અને 256GB મોડલમાં આવશે. જેની કિંમત 699 ડૉલર(લગભગ 44,760 રૂપિયા)થી શરૂ થશે.
શું છે વિશેષતા?
આ ફોનમાં ટચ આઇડીને બદલે ફેસ આઈડી ફીચર હશે. ફેસ આઈડી અંધારામાં પણ કામ કરી શકે છે.
આઈફોન Xને ખાલી જોવાથી જ તમે તેને અનલૉક કરી શકો છો.
ઇમોજીથી વાત કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો તમે હસશો, તો ઇમોજી પણ હસશે. તમે માથું હલાવશો તો ઇમોજી પણ તેમ કરશે. ફેસિયલ ટ્રેકિંગ સિસ્ટમથી આ નવું ફિચર આઈફોન Xમાં અપાયું છે. આ ફિચરને એપલે 'એનિમોજી' નામ આપ્યું છે.