જાસિયા અખ્તર : ઉગ્રવાદીઓની બીકે છોડી ક્રિકેટ, હવે દિલ્હી કૅપિટલ્સ માટે રમશે

જાસિયા અખ્તર
ઇમેજ કૅપ્શન, જાસિયા અખ્તર
    • લેેખક, પ્રિયંકા ઝા,
    • પદ, બીબીસી સંવાદદાતા

34 વર્ષનાં ક્રિકેટર જાસિયા અખ્તરનું ભારતીય ટીમ માટે રમવાનું સ્વપ્ન હજુ સુધી અધૂરું છે, પરંત મહિલા પ્રીમિયર લીગ સુધીની પોતાની સફરથી તેમણે તમામ છોકરીઓનાં સપનાંને એક નવો આકાશ આપ્યો છે.

મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમો પૈકી એક દિલ્હી કૅપિટલ્સનાં ટૉપ ઑર્ડર બૅટર જાસિયા અખ્તરને ઘણા લોકો નથી જાણતા પરંતુ તેમની છબિ પોતાના વિસ્તારમાં એક સ્ટારથી કમ નથી.

જાસિયા ભારત પ્રશાસિત કાશ્મીરના શોપિયા જિલ્લાનાં છે, નોંધનીય છે કે શોપિયાં અવારનવાર ઉગ્રવાદની ઘટનાઓના કારણે સમાચારોમાં રહે છે.

જાસિયા જાતે પણ આ ઉગ્રવાદ સામે ઝઝૂમ્યાં અને એખ સમયે તેમણે બેટ પણ છોડી દીધું પરંતુ તેમના શિક્ષક ખાલિદ હુસૈને તેમને હિંમત આપી અને રમવાનું ચાલુ રાખવાનું કહ્યું.

આ સફરમાં જાસિયાને તેમના પિતા ગુલામ મોહમ્મદ વાની પાસેથી ઘણી હિંમત મળી, જેમણે છૂટક મજૂરી કરીને પણ પોતાનાં દીકરીને કારકિર્દી બનાવવા માટેનું મોકળું મેદાન કરી આપ્યું.

પ્રીમિયર લીગ માટે હાલ મુંબઈમાં પ્રૅક્ટિસ કરી રહેલાં જાસિયાએ બીબીસી હિંદી સાથે ફોન પર પોતાની સફર અંગે વાત કરી.

line

જાતે બૅટ બનાવ્યું, પ્લાસ્ટિકની દડી વડે ખેતરોમાં રમ્યાં

બદલો Instagram કન્ટેન્ટ
Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

Instagram કન્ટેન્ટ પૂર્ણ

કાશ્મીરનાં બૅટ ક્રિકેટ મેદાન માટે નવી વાત નથી. કાશ્મીરી વિલો બૅટનું એક મોટું બજાર છે.

પરંતુ જાસિયાએ જ્યારે બૅટ પકડ્યું તો તેમણે જાતે લાકડાના મોટા ટુકડા વડે તે બનાવ્યું.

શોપિયાંના એક નાના ગામ બ્રારીપુરામાં જાસિયા પોતાનાં માતાપિતા, બે બહેનો અને બે ભાઈઓ સાથે રહે છે.

જાસિયા કહે છે કે પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં લણણી કર્યા બાદ જ્યારે ખેતર ખાલી મેદાન જેવાં રહેતાં ત્યારે તેઓ પોતાના પિતરાઈ ભાઈ સાથે દરરોજ સવાર-સાંજ પ્લાસ્ટિકની બૉલથી રમતાં.

જાસિયા જણાવે છે કે નાનાં ગામોમાં દીકરીને ક્રિકેટમાં આગળ વધારવી એ પરિવાર માટે પણ મોટા પડકાર સમાન હતું.

line

દીકરી માટે પિતાનો સંઘર્ષ

જાસિયા અખ્તર

ઇમેજ સ્રોત, @MEHBOOBAMUFTI

આ સિવાય પૈસાની તંગી પણ એક મોટું પાસું હતું. જાસિયાના પિતા છૂટક મજૂરી કરતા.

જાસિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આજે હું જે કાંઈ પણ છું એ પોતાનાં માતાપિતાના કારણે છું. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે મને આવાં માતાપિતા મળ્યાં."

"તેમને ઘણું સાંભળવું પડ્યું. પરંતુ તેમણે મારું સ્વપ્ન પૂરું કરવું હતું. તેથી લોકોની વાતો ન સાંભળીને મને મારાં સપનાં પૂરાં કરવા માટેની મોકળાશ આપી દીધી."

તેઓ કહે છે કે, "ઘણી વાર પપ્પા મજૂરીએ જતા કે અઠવાડિયા માટે કામે જતા. તે બાદ કમાણી પૈકી અમુક પૈસા મને આપતા કારણ કે રમવા જવા માટે ભાડું લાગતું."

"બાકીનાં નાણાં મારા નાનાં ભાઈ-બહેનોનાં ભણતર અને ભોજન પર લાગતાં. તેઓ મારા માટે ઉછીનાં નાણાં પણ લઈ આવતાં. પપ્પાએ મારા માટે ઘણું સંઘર્ષ કર્યું."

જાસિયા પાછલાં ઘણાં વર્ષોથી ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યાં છે. સિનિયર વિમૅન વન ડે ટ્રૉફીમાં જાસિયાએ નવ મૅચમાં 501 રન કર્યા હતા.

આ સિવાય સિનિયર વિમૅન ટી-20 ટ્રૉફીમાં પણ કાશ્મીરનાં ક્રિકેટર સૌથી વધુ રન બનાવવા મામલે બીજા ક્રમે રહ્યાં હતાં. સાત મૅચોમાં જાસિયાએ273 રન બનાવ્યા. જે પૈકી એક મૅચમાં તેઓ 125 રન બનાવી અણનમ રહ્યાં.

સિનિયર વિમૅન ટી-20 ચૅલેન્જર ટ્રૉફીમાં જાસિયાએ ચાર મૅચોમાં 114 રન કર્યા અને સૌથી વધુ રન બનાવવા મામલે ચોથા ક્રમે રહ્યાં.

લાઇન
  • પ્રથમ મહિલા પ્રીમિયર લીગમાં દિલ્હી કૅપિટલ્સે 20 લાખ રૂપિયામાં જાસિયાને પોતાની ટીમમાં સામેલ કર્યાં
  • ઉગ્રવાદીઓની બીકના કારણે ક્રિકેટ છોડી, ટીચરની સલાહ પર 2011-12માં ફરી રમવાની શરૂઆત કરી
  • જમ્મુ-કાશ્મીર ક્રિકેટ ઍસોસિયેશન છોડીને પંજાબ સાથે જોડાયાં, હવે રાજસ્થાનથી રમે છે
  • જાસિયા અખ્તર હવે કાશ્મીરમાં છોકરી માટે ક્રિકેટ એકેડમી શરૂ કરવા માગે છે
લાઇન

જ્યારે ઉગ્રવાદની બીકે છૂટી જાસિયાની ક્રિકેટ

જાસિયા અખત્રે એક ઍથ્લીટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે સ્કૂલમાં શૉટપૂટ એટલે કે ગોળા ફેંકની રમતમાં ભાગ લીધો.

પરંતુ તેમને તેમાં વધારે મજા ન આવી અ પછી તેમને ક્રિકેટમાં રસ પડવા લાગ્યો. સ્કૂલ ક્રિકેટ ટીમથી ઘણી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સારું પર્ફૉર્મ કર્યા બાદ તેમણે ક્રિકેટને કારકિર્દી બનાવી લીધી.

જોકે, હાલનાં વર્ષોમાં જાસિયાએ શોપિયાંમાં ડરના માહોલના કારણે રમવાનું બંધ કરી દીધું, પરંતુ જાસિયાના કૌશલ્યને ઓળખનાર તેમના ફિઝિકલ ઍજ્યુકેશન ટીચર ખાલિદ હુસૈને તેમને રમવાનું ફરીથી શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યાં.

હુસૈને જાસિયાના પિતાને વિશ્વાસ અપાવ્યો કે તેઓ તેમની દીકરીની શક્ય તમામ મદદ કરશે. તે બાદ જાસિયા ફરી એક વાર 2012માં ક્રિકેટ મેદાને પરત ફર્યાં અને જમ્મુ-કાશ્મીર ક્રિકેટ ઍસોસિયેશન સાથે જોડાયાં.

જોકે ત્યાં માળખાગત સુવિધાઓનો અભાવ જાસિયા માટે એક મોટો પડકાર બન્યો.

line

હરમનપ્રીત સાથેની મુલાકાત બાદ પંજાબ સાથે જોડાયાં

હરમનપ્રીતકોર

ઇમેજ સ્રોત, INSTA/IMHARMANPREET_KAUR

ઇમેજ કૅપ્શન, હરમનપ્રીતકોર

કાશ્મીરમાં ક્રિકેટ માટે અનુકૂળ મેદાન જેવી માળખાગત સુવિધાઓનો અભાવ પણ જાસિયા માટે એક મોટો પડકાર હતો.

આ દરમિયાન તેમની મુલાકાત ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કપ્તાન હરમનપ્રીતકોર સાથે થઈ અ તે બાદ જાસિયાએ પંજાબથી ઘરેલુ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું.

જાસિયા જણાવે છે કે, "2013માં પંજાબ સાથે અમારી એક ટી-20 મૅચ હતી, મેં 40-45 રન બનાવ્યા હતા. હરમને મને એ સમયે બૅટ ગિફ્ટ કર્યું."

તેઓ જણાવે છે કે, "એ દિવસે હું ઘણી ખુશ થઈ. મેં એ બૅટનો ચાર વર્ષ સુધી ઉપયોગ કર્યો. એ જ વર્ષથી હું પંજાબ ક્રિકેટ ઍસોસિયેશન સાથે જોડાઈ અને છ વર્ષ સુધી તેની સાથે સંકળાયેલી રહી."

જાસિયા હાલ રાજસ્થાનથી ઘરેલુ ક્રિકેટ રમે છે.

line

અનુચ્છેદ 370 હઠાવાથી શું બદલાયું?

જાસિયા અખ્તર

ઇમેજ સ્રોત, INSTA/AKHTERJASIA

5 ઑગસ્ટ, 2019, એ તારીખ છે જ્યારે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા બંધારણના અનુચ્છેધ 370ને રદ કરી દીધો અ તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દીધો.

લોકોનો મત અનુચ્છેદ 370 હઠાવાના પક્ષ-વિપક્ષમાં છે.

અમે જાસિયા પાસેથી એ જાણવાનો પ્રયાસ કર્યો કે શું આ બદલાવની મહિલા ક્રિકેટ પર કોઈ અસર પડી છે ખરી.

એ અંગ તેમણે કહ્યું, "હું હવે જમ્મુ-કાશ્મીરથી નથી રમતી, પરંતુ મને લાગે છે કે સ્થિતિ પહેલાં જેવી જ છે."

"આપણે કોઈ વસ્તુને હઠાવીએ કે લાગુ કરીએ તો તેનો હેતુ લોકોને લાભ પહોંચાડવાનો હોય છે. એક ખેલાડી તરીકે હું કહીશ કે કાશ્મીરમાં ઘણી બેરોજગારી છે. જેટલી પણ સરકારો આવી ત્યાં બધા પોતાનું જ જુએ છે, લોકોનું કંઈ નહીં."

હવે જાસિયા ઘણા યુવાનો માટે રોલ મૉડલ છે. કાશ્મીરની નાની નાની છોકરીઓ તેમને મૅસેજ કરે છે અને ક્રિકેટ રમવાની ઇચ્છા વ્યક્ત કરે છે.

જાસિયા કહે છે કે તેઓ હવે જાતે એક એકેડમી શરૂ કરશે, જ્યાં છોકરીઓને ક્રિકેટ રમવા માટે સારાં કોચ, મેદાન જેવી સુવિધાઓ મળે.

જાસિયા હવે પોતાના ગામડે હોય છે ત્યારે ફિટનેસ માટે જિમના સ્થાને ખેતી કરે છે.

જાસિયા ઇન્ડિયા એ માટે રમે છે અને હવે તેમનું સ્વપ્ન ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરવાનું છે. જોકે તેમનું આ સ્વપ્ન હકીકત બનશે કે કે તેનો ઘણો આધાર મહિલા પ્રીમિયર લીગમાં તેમના પ્રદર્શન પર છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન