મોરબી પુલ દુર્ઘટના : નરેન્દ્ર મોદીની એ ગુજરાત મુલાકાતો, જેના કારણે વિવાદ થયા

ઇમેજ સ્રોત, ANI/Twitter
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે મચ્છુ નદીના કિનારે દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને દુર્ઘટના તથા રાહત અને બચાવકાર્ય વિશે જાતમાહિતી મેળવી હતી.
આ પછી તેઓ શહેરની સિવિલ હૉસ્પિટલની મુલાકાતે ગયા હતા. વડા પ્રધાનની મુલાકાત પહેલાં ત્યાં કરવામાં આવેલાં સમારકામ અને સજ્જાને કારણે વિવાદ થયો હતો, જે તેમની મુલાકાત બાદ વકરવા પામ્યો હતો.
મોરબીમાં રવિવારે બનેલી દુર્ઘટનામાં 130થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે ત્યારે હૉસ્પિટલમાં રંગરોગાન અને સજ્જા થવાના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં શૅર કરવામાં આવ્યા હતા. વિપક્ષના નેતાઓએ પણ આ અંગે ટીકા કરી હતી.
એવું નથી કે વડા પ્રધાન મોદીએ તેમના ગૃહારજ્યની મુલાકાત લીધી હોય અને વિવાદ થયો હોય તેવો આ પહેલો બનાવ છે. અગાઉ પણ તેમની ગુજરાત મુલાકાત સમયે વિવાદ થતા રહ્યા છે.

સિવિલ, સમારકામ અને સાંત્વના
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ-દિવસની ગુજરાતની મુલાકાતે આવવાના હતા, તેઓ રવિવારે ગુજરાતમાં પહોંચ્યા, ત્યારે સાંજે જ મોરબી ખાતે કેબલ બ્રિજ તૂટી પડ્યો હતો, જેમાં 130 કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા છે. રાહત અને વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના કહેવા પ્રમાણે, મંગળવાર સવારની સ્થિતિ મુજબ 17 લોકોની સારવાર ચાલી રહી છે અને બે લોકોની શોધખોળ ચાલી રહી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોમવારના સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે 'રાષ્ટ્રીય એકતા દિવસ' અને એ પછી થરાદના કાર્યક્રમો યથાવત્ રાખ્યા હતા અને મંગળવારે બપોર પછી મોરબીની મુલાકાતે ગયા હતા. વિપક્ષનું કહેવું હતું કે મોદીએ તાત્કાલિક મોરબી ધસી જવું જોઈતું હતું.
વડા પ્રધાનના આગમન પહેલાં મોરબીની સિવિલ હૉસ્પિટલમાં ટાઇલ્સ બદલવાની, ગટરના ઢાંકણા બદલવાની, રંગરોગાનની તથા નવા વૉટર કુલર લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાના ફોટો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યા હતા, જેના કારણે વિવાદ થયો હતો. આ સિવાય દુર્ઘટનાસ્થળ સુધી જવાના રસ્તાનું પણ સમારકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
મોદીએ જે વૉર્ડમાં દર્દીઓ સાથે મુલાકાત કરી, ત્યાં ટૉમ ઍન્ડ જેરી, શ્વાન તથા બાળકોનાં પોસ્ટર લાગેલાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
વડા પ્રધાને સોમવારની સાંજે અસારવા-ઉદયપુર સહિત ચાર ટ્રેનોને લીલીઝંડી દેખાડી હતી. કૉંગ્રેસનો આરોપ છે કે આ તબક્કે તેમણે પોતાના કૅમેરામૅનને હાથેથી ઇશારો કરીને પોતાની પાછળ આવીને તસવીરો લેવા માટે સૂચના આપી હતી.
કૉંગ્રેસના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ તથા અન્ય પદાધિકારીઓ દ્વારા આ સંદર્ભની વીડિયો ક્લિપ્સ તથા તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી હતી.
નરેન્દ્ર મોદીએ કેવડિયા તથા થરાદ ખાતેના કાર્યક્રમોમાં મોરબીના મૃતકોને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે 'આ કાર્યક્રમો કરવા કે રદ કરવા તેના વિશે હું અવઢવમાં હતો, પરંતુ હું ફરજથી બંધાયેલો છું.'
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે, ચૂંટણીની જાહેરાત પછી આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ જશે અને સત્તાવાર રીતે લોકાર્પણ જેવા કાર્યક્રમો ન થઈ શકે.

વર્ગખંડ મુદ્દે 'ક્લાસ'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
ઑક્ટોબર મહિનાના મધ્યભાગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા, ત્યારે તેમણે સરકારી શાળાઓના વર્ગખંડોને આધુનિક બનાવવા માટેના રૂ. 10 હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું, જેને વર્લ્ડ બૅન્કની સહાયતાથી હાથ ધરવામાં આવ્યો છે.
એ પછી વડા પ્રધાન પ્રદર્શનીમાં 'વિભાવના વર્ગખંડ'ની પાટલી પર વિદ્યાર્થીઓ સાથે બેઠા હતા, જેમાં દરેક વિદ્યાર્થી પાસે લેપટોપ હતા અને સામે મોટી ડિજિટલ સ્ક્રિન હતી. ટ્વિટર યૂઝર્સે આ વર્ગખંડનું વિઘટન-વિશ્લેષણ કરી નાખ્યું હતું અને સમગ્ર આયોજનનો ક્લાસ લઈ નાખ્યો હતો.
વડા પ્રધાન જે વર્ગમાં બેઠા હતા, તેમાં બારી તો હતી, પરંતુ તે પ્રિન્ટેડ હતી. આ સિવાય વિદ્યાર્થીઓને માટે માત્ર એક જ હરોળ હતી. વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં આવ્યા હતા, પરંતુ ઇન્ટરનેટ ન હોવા જેવા મુદ્દા પણ ઉઠાવવામાં આવ્યા હતા.
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી દિલ્હીના સરકારી સ્કૂલ શિક્ષણ મુદ્દે ગુજરાતમાં પગ જમાવવા પ્રયાસ કરી રહી છે, તેમણે પણ આ મુદ્દાને ઉછાળ્યો હતો અને ગુજરાત સરકારના સાર્વજનિક શિક્ષણ માટેના પ્રયાસો ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

ગરીબીનો 'ઢાંક' પીછડો

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી-2020માં ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે અમદાવાદના ઇંદિરા બ્રિજ પાસે સારણિયાવાસની આગળ 600 ફૂટ લાંબી અને સાત ફૂટ ઊંચી દિવાલ ચણી દેવામાં આવી હતી.
સ્થાનિકોએ આરોપ મૂક્યો હતો કે તેમની ગરીબી અને દરિદ્રતા ઉપર ટ્રમ્પની નજર ન પડે તે માટે આમ કરવામાં આવ્યું હતું. આને કારણે લોકોએ ફરી-ફરીને જવું પડતું હતું.
અગાઉ પણ અહીં જાળી અને કપડાં દ્વારા ઢાંક પીછાડો કરી દેવામાં આવતો હતો, પરંતુ ટ્રમ્પની મુલાકાત સમયે દિવાલ ઊભી કરી દેવામાં આવી હતી.
ટ્રમ્પે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના પ્રથમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં ભાગ લેવા માટે હજારો લોકોને ગુજરાતભરમાંથી એકઠાં કરવામાં આવ્યા હતા. આ સમય હતો કે જ્યારે ચીનમાંથી ઉદ્દભવેલા કોવિડ-19 વાઇરસે વિશ્વના અનેક દેશોમાં દેખાં દેવાં શરૂ કરી દીધાં હતાં. જેના કારણે કેટલાક દેશોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો ઉપર નિયંત્રણો લાદ્યાં હતાં તથા વિદેશથી આવનારાઓને ફરજિયાત ક્વૉરેન્ટિન કરવા જેવા નિષેધાત્મક પગલાં લીધા હતા.
આ સિવાય મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ એકઠાં ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તે માટે પણ અપીલ કરવામાં આવતી હતી. વિપક્ષે આરોપ મૂક્યો હતો કે 'નમસ્તે ટ્રમ્પ'એ ગુજરાતમાં સુપરસ્પ્રેડર ઇવેન્ટ બની રહી હતી.
એવી પણ દલીલ આપવામાં આવી હતી કે અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષાના કારણોસર આમ કરવામાં આવ્યું હતું. આગળ જતાં આ સ્ટેડિયમને ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આપવામાં આવ્યું હતું, જેના સાથે અગાઉ સરદાર પટેલનું નામ જોડાયેલું હતું.

એબેનું આગમન અને રાજકારણ

ઇમેજ સ્રોત, AFP Contributor
સપ્ટેમ્બર-2017માં એબે અને તેમનાં પત્ની ભારતયાત્રાએ આવ્યાં હતાં અને તેમણે સીધું ગુજરાતમાં જ ઉતરાણ કર્યું હતું.
પ્રોટોકોલને નેવે મૂકીને વડા પ્રધાન મોદી એબે દંપતીને આવકારવા સરદાર પટેલ ઍરપૉર્ટ પહોંચી ગયા હતા. અને શિન્ઝો એબે વિમાનમાંથી ઊતરીને મોદીને ભેંટી પડ્યા હતા.
અમદાવાદના ઍરપૉર્ટથી ખુલ્લી જિપમાં રોડશોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લૂ રંગનું જવાહર જાકિટ પહેરીને એબે તથા મરૂન રંગનો પંજાબી ડ્રૅસ પહેરીને તેમનાં પત્ની એકી એબે જોડાયાં હતાં.
આ યાત્રા દરમિયાન બંને નેતાઓએ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યુ હતું. લગભગ એક લાખ કરોડના આ પ્રોજેક્ટ માટે જાપાને ઉદાર શરતે લાંબાગાળાની લૉન આપી છે.
ડિસેમ્બર-2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત હતી, ત્યારે રોડશૉ તથા વિદેશી મહેમાનોની અમદાવાદ મુલાકાતમાં રહેલા રાજકીય નિહિતાર્થ રાજકીય વિશ્લેષકોની નજરથી બચ્યા ન હતા.
ગુજરાતના ખેડૂતોએ એબેને પત્ર લખીને માગ કરી હતી કે અમદાવાદ-મુંબઈ પ્રોજેક્ટને માટે આર્થિક સહાય ન આપે, અન્યથા તેમની ખેતીલાયક જમીનો છિનવાઈ જશે. આગળ જતાં હાઈકોર્ટે પ્રોજેક્ટ સામેની જાહેરહિતની અરજી ફગાવી દીધી હતી
કૉંગ્રેસે એબેને દિલ્હીના બદલે અમદાવાદના મહેમાન બનાવવા ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને કૂટનીતિનો વિકલ્પ રોડશો ન હોવાની વાત કહી હતી. પાર્ટીના તત્કાલીન પ્રવક્તા મનિષ તિવારીએ દાવો કર્યો હતો કે બંને દેશ વચ્ચેના મજબૂત સંબંધોનો પાયો યુપીએ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહના કાર્યકાળ દરમિયાન નખાયો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













