You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી ગુજરાતીના આ લેખો તમે ચૂકી તો નથી ગયા ને...
મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.
અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
બ્રિટનના નવા વડા પ્રધાન ઋષિ સુનક પાસે કુલ કેટલી સંપત્તિ છે?
ઋષિ સુનકની સંપત્તિનો અંદાજ એ વાતથી પણ લગાવી શકાય કે તેઓ બ્રિટનના સૌથી ધનવાન ફૂટબૉલ પ્લેયરથી લગભગ 10 ગણા અમીર છે.
'ધ સન્ડે ટાઇમ્સ'ના 2022ના ધનવાન લોકોના લિસ્ટમાં ફૂટબૉલ પ્લેયર પૉલ પોગ્બા સૌથી અમીર ફૂટબૉલર છે. તેમની સંપત્તિ આશરે 77 મિલિયન પાઉન્ડ બતાવાઈ છે.
સુનકનાં પત્ની અક્ષતા મૂર્તિ પણ બ્રિટનની સૌથી અમીર મહિલાઓની શ્રેણીમાં સામેલ છે. તેઓ ભારતના મશહૂર ઉદ્યોગપતિ અને ઇન્ફોસિસ કંપનીના સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિનાં દીકરી છે. સુનકે અક્ષતા સાથે વર્ષ 2009માં લગ્ન કર્યાં હતાં.
સુનકે કૅલિફોર્નિયાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. ત્યાં તેમની મુલાકાત અક્ષતા સાથે થઈ હતી. 'ધ સન્ડે ટાઇમ્સ'માં પ્રકાશિત સૂચિ અનુસાર ઋષિ સુનક અને તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ વર્ષ 2022ના બ્રિટનના સૌથી ધનવાન 250 લોકોમાં સામેલ છે.
તેઓ 730 મિલિયન પાઉન્ડ સાથે સૂચિમાં 222મા ક્રમે છે. વધુ વિગત વાંચવા માટે અહીં ક્લિક કરો.
વડોદરામાં બનનારા સી 295 વિમાનની યુદ્ધક્ષમતા કેટલી છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરે વડોદરામાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ભારતીય વાયુસેના માટે કાર્ગો વિમાન બનાવવાનો આ પ્રોજેક્ટ 21,935 કરોડ રૂપિયાનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચર્ચા થઈ રહી હતી કે આ પ્રોજેક્ટ નાગપુરના મિહાનમાં સ્થપાશે. મહારાષ્ટ્રના ઉદ્યોગમંત્રી ઉદય સામંતે જાહેરાત કરી હતી કે, "આ પ્રોજેક્ટ નાગપુરમાં આવશે."
આ અંગેની માહિતી તેમણે એબીપી માજાના એક કાર્યક્રમમાં આપી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે, 22 હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ માટે તેમણે કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. પરંતુ હવે આ પ્રોજેક્ટ ગુજરાત જઈ રહ્યો છે.
આદિત્ય ઠાકરેએ શિંદે-ફડણવીસ સરકારની ટીકા કરી છે, કારણ કે ફોક્સકોન બાદ વધુ એક પ્રોજેક્ટ મહારાષ્ટ્રના બદલે ગુજરાતને મળ્યો છે.
આદિત્ય ઠાકરેએ કહ્યું કે, "ખોખલી સરકારે વધુ એક પ્રોજેક્ટ મહારાષ્ટ્ર બહાર શિફ્ટ કર્યો. હું જુલાઈ મહિનાથી સતત માગ કરી રહ્યો છું કે તાતા ઍરબસ પ્રોજેક્ટને મહારાષ્ટ્રની બહાર શિફ્ટ ન કરવો જોઈએ, પરંતુ એવું જ થયું. મહારાષ્ટ્રમાંથી છેલ્લા ત્રણ મહિનાથી સતત પ્રોજેક્ટ કેમ બહાર શિફ્ટ કરાઈ રહ્યા છે?" જાણો આ તાતા-ઍરબસ પ્રોજેક્ટ શું છે.
50 વર્ષ સુધી સાબુ-પાણીને અડ્યાં પણ નહીં અને જ્યારે સ્નાન કર્યું...
સોશિયલ મીડિયામાં એક સમાચાર ઘણા વાઇરલ થતાં જોવા મળી રહ્યા છે, જેમાં એક સંન્યાસી વર્ષોથી નાહ્યા વગર પોતાનું જીવન જીવતા હતા અને જ્યારે નાહ્યા ત્યારે તેમનું મૃત્યુ થઈ ગયું.
કેટલાક મહિના પહેલાં જ તેઓ દાયકામાં પ્રથમ વાર નાહ્યા હતા.
અમોઉ હાજી સાબુ અને પાણીથી 50 વર્ષથી વધુ સમય સુધી દૂર રહ્યા હતા. તેમને ડર હતો કે, તેના ઉપયોગથી તેઓ બીમાર પડી શકે છે.
અમોઉ દક્ષિણી ઈરાનના ફાર્સ વિસ્તારમાં રહેતા હતા. પહેલા પણ ગામના લોકોએ તેમને નાહવાનું કહ્યું હતું, પરંતુ તેઓ શરીરને સાફ રાખવાથી દૂર રહેતા હતા.
પરંતુ સ્થાનિક મીડિયા અનુસાર, કેટલાક મહિના પહેલાં અમોઉ હાજીએ ગામ લોકોના આગ્રહમાં આવી ગયા અને પોતાનું શરીર સાબુ-પાણીથી સાફ કરી દીધું.
ઈરાનની ઇરના ન્યૂઝ એજન્સી અનુસાર, નાહ્યા પછી જ તેઓ બીમાર પડી ગયા અને ગયા રવિવારે તેમનું મૃત્યુ થઈ ગયું. આ માણસ કોણ હતો, જાણો અહીં ક્લિક કરીને.
કોરોના થયો હોય એને વર્ષો પછી પણ અચાનક હાર્ટ ઍટેક આવી શકે?
ભારતમાં છેલ્લા એક વર્ષમાં હૃદયની બીમારીઓને કારણે મૃત્યુની ઘણી ઘટનાઓ બની છે. લોકોને અચાનક બેઠાં-બેઠાં, નાચતાં, કસરત કરતી વખતે હાર્ટ ઍટેક આવ્યાના વીડિયો જોવા મળ્યા છે.
વીડિયોમાં દેખાય છે કે લોકો હાર્ટ ઍટેકને કારણે અચાનક પડી જાય છે અને તેમનું મૃત્યુ થઈ જાય છે. કેટલાક લોકોને અગાઉથી જ હૃદય સંબંધિત બીમારીઓ થવાની વાતો સામે આવી છે.
આ સમયે ભારતમાં કોરોના સંક્રમણના આંકડા તો ઘણા ઓછા થઈ ગયા છે, પરંતુ તેની દૂરગામી અસરો વિશે ડૉક્ટરો પહેલાં પણ જણાવતા રહ્યા છે.
આ સ્થિતિમાં એ જાણવું રસપ્રદ થઈ પડશે કે કોરોનાના ચેપ અને હૃદય સંબંધિત બીમારીઓ વચ્ચે શું સંબંધ છે?
આ ઉપરાંત વૅક્સિન પણ કેવી રીતે અસર કરે છે.
સામાન્ય શ્વસન સંબંધિત સમસ્યાઓ (શરદીથી લઈ ન્યૂમોનિયા સુધી) સિવાય એ વાત પર પણ ધ્યાન આપવું જરૂરી છે કે કોવિડ-19 અને શ્વસન સંબંધિત અન્ય વાઇરસથી હૃદય સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ વધી શકે છે.
અન્ય મહામારીઓ બાદ મળેલી માહિતીથી જાણવા મળે છે કે આ લક્ષણો સંભવિત આયુષ્યને ઘટાડી દે છે, એટલે કે સમય પહેલાં લોકોનું મૃત્યુ થઈ શકે છે.
તો કોરોનાનો ચેપ અને હાર્ટ ઍટેકને શો સંબંધ છે, એ વાંચવા માટે અહીં ક્લિક કરો.
કોઈ પણ સર્વર ડાઉન કઈ રીતે થઈ જાય?
દુનિયાભરના ઘણા દેશોમાં ઇન્સ્ટન્ટ મૅસેજિંગ ઍપ વૉટ્સઍપ મંગળવારે અંદાજે બે કલાક સુધી બંધ રહી હતી.
વૉટ્સઍપ બંધ થતા લોકો પરેશાનીમાં મુકાઈ ગયા અને કેટલાક લોકોએ અન્ય સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.
વોટ્સઍપ બંધ થતાં કંપની તરફથી એક નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું હતું.
આ માટે વૉટ્સઍૅપનું સર્વર ડાઉન હોવાનું કારણ જણાવાયું હતું. વૉટ્સઍૅપની મેટા કંપનીના પ્રવક્તાએ કહ્યું, "અમને એ વાતની જાણકારી છે કે કેટલાક લોકોને વૉટ્સઍપમાંથી મૅસેજ કરવામાં મુશ્કેલી નડી રહી છે. અમે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ કે જેટલી જલદી ઠીક કરી શકાય એટલું કરી દઈએ."
જોકે, થોડો સમય બાદ આ સમસ્યાનો ઉકેલ મળી ગયો. ત્યારે અહીં સમજો કે આખરે સર્વર ડાઉન થાય કઈ રીતે?
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો