You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટનના નવા વડા પ્રધાન ઋષિ સુનક પાસે કુલ કેટલી સંપત્તિ છે?
- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા
- 'ધ સન્ડે ટાઇમ્સ'માં પ્રકાશિત સૂચિ અનુસાર ઋષિ સુનક અને તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ વર્ષ 2022ના બ્રિટનના સૌથી ધનવાન 250 લોકોમાં સામેલ છે
- ઋષિ સુનક, બોરિસ જૉનસન કેબિનેટમાં નાણામંત્રી હતા
- 1980માં સુનકનો જન્મ હૅપશરના સાઉથહેમ્ટનમાં થયો હતો
ઋષિ સુનકની સંપત્તિનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય કે તેઓ બ્રિટનના સૌથી ધનવાન ફૂટબૉલ પ્લેયરથી લગભગ 10 ગણા અમીર છે.
'ધ સન્ડે ટાઇમ્સ'ના 2022ના ધનવાન લોકોના લિસ્ટમાં ફૂટબૉલ પ્લેયર પૉલ પોગ્બા સૌથી અમીર ફૂટબૉલર છે. તેમની સંપત્તિ આશરે 77 મિલિયન પાઉન્ડ બતાવાઈ છે.
સુનકનાં પત્ની અક્ષતા મૂર્તિ પણ બ્રિટનની સૌથી અમીર મહિલાઓની શ્રેણીમાં સામેલ છે. તેઓ ભારતના મશહૂર ઉદ્યોગપતિ અને ઇન્ફોસિસ કંપનીના સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિનાં દીકરી છે. સુનકે અક્ષતા સાથે વર્ષ 2009માં લગ્ન કર્યાં હતાં.
સુનકે કેલિફોર્નિયાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. ત્યાં તેમની મુલાકાત અક્ષતા સાથે થઈ હતી. 'ધ સન્ડે ટાઇમ્સ'માં પ્રકાશિત સૂચિ અનુસાર ઋષિ સુનક અને તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ વર્ષ 2022ના બ્રિટનના સૌથી ધનવાન 250 લોકોમાં સામેલ છે.
તેઓ 730 મિલિયન પાઉન્ડ સાથે સૂચિમાં 222મા ક્રમે છે.
'ધ સન્ડે ટાઇમ્સ' ન્યૂઝપેપરની સૂચિમાં ઉદ્યોગપતિ ગોપીચંદ હિન્દુજાનો પરિવાર બ્રિટનનો સૌથી ધનવાન પરિવાર છે. તેમની સંપત્તિ 28.47 બિલિયન પાઉન્ડ છે. છઠ્ઠા ક્રમે ભારતીય મૂળના સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ અને પરિવાર છે. પરિવારની સંપત્તિ 17 બિલિયન પાઉન્ડ છે.ઋષિ સુનકની સંપત્તિનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય કે તેઓ બ્રિટનના સૌથી ધનવાન ફૂટબૉલ પ્લેયરથી લગભગ 10 ગણા અમીર છે.
સ્કૂલને આપેલા દાનની ચર્ચા
'ધ ટાઇમ્સ' સમાચાર અનુસાર ઋષિ સુનકે ક્યારેય પણ પોતાની સંપત્તિ અંગે જાહેરમાં કંઈ જ કીધું નથી. હાલમાં જ સુનક તેમની જૂની સ્કૂલને એક લાખ પાઉન્ડનું દાન આપ્યા પછી ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની કમાણી પર પણ રાજકીય વર્તુળો કેટલાય સવાલો ઊઠ્યા હતા.
સુનક અને તેમનાં પત્નીની સંપત્તિમાં અક્ષતાનો મોટો ભાગ છે. તેમના પિતાની કંપનીમાં અક્ષતાને 0.9 ટકા શૅર મળ્યા છે. આ રકમ 690 મિલિયન પાઉન્ડ જેટલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રિટનમાં સુનક અને તેમનાં પત્ની પાસે ત્રણ ફ્લેટ છે, જ્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં પ્રશાંત મહાસાગરના કિનારે એક પેન્ટહાઉસ છે.
જાણો ઋષિ સુનકને
- ઋષિ સુનક ઇન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિના જમાઈ છે.
- તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ બ્રિટનનાં સૌથી અમીર મહિલાઓની શ્રેણીમાં સામેલ છે.
- સુનક બોરિસ જૉનસન કૅબિનેટમાં નાણામંત્રી હતા.
- 2015થી સુનક યૉર્કશરના રિચમંડથી કન્ઝર્વેટિવ સાંસદ તરીકે પસંદ કરાયા હતા.
- તેમના પિતા ડૉક્ટર હતા અને માતા ફાર્માસિસ્ટ હતાં.
- ભારતીય મૂળના તેમના પરિવારના સભ્યો પૂર્વ આફિક્રાથી બ્રિટન આવ્યા હતા.
- તેમનો અભ્યાસ ખાસ ખાનગી શાળા વિંન્ચેસ્ટર કૉલેજમાં થયો હતો.
- ઉચ્ચ શિક્ષણ માટે સુનક ઑક્સફર્ડ ગયા.
- ત્યારબાદ સ્ટૅનફોર્ડ વિશ્વવિદ્યાલયમાં એમબીએ પણ કર્યું.
- રાજનીતિમાં આવ્યા એ પહેલાં ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક ગોલ્ડમૅન સૈક્સમાં કામ કર્યું.
રાજનીતિમાં આવ્યા એ પહેલાં વર્ષ 2001થી 2004 વચ્ચે સુનક ઇન્વેસ્ટમૅન્ટ બૅન્ક ગોલ્ડમૅન સૈક્સમાં કામ કરતા હતા. ત્યારબાદ સુનક મોટો નફો આપનારા બે હેજ ફંડમાં પાર્ટનર બની ગયા. તેનાથી પણ ઘણી કમાણી થઈ હતી.
ઋષિ સુનક, બોરિસ જૉનસન કેબિનેટમાં નાણામંત્રી હતા. તેમણે વડા પ્રધાન બન્યા બાદ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો વાયદો કર્યો હતો.
2015થી સુનક યૉર્કશરના રિચમંડથી કન્ઝર્વેટિવ સાંસદ તરીકે નીમવામાં આવ્યા. તેઓ નૉર્થલર્ટન શહેરની બહાર કર્બી સિગ્સ્ટનમાં રહેતા હતા. તેમના પિતા ડૉક્ટર હતા અને માતા ફાર્માસિસ્ટ હતાં. ભારતીય મૂળના તેમના પરિવારના સભ્યો પૂર્વ આફિક્રાથી બ્રિટન આવ્યા હતા.
સુનકે ફિલોસોફી, પોલિટિક્સ અને ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો
1980માં સુનકનો જન્મ હૅપશરના સાઉથહેમ્ટનમાં થયો હતો અને તેમનો અભ્યાસ ખાસ ખાનગી શાળા સ્કૂલ વિન્ચેસ્ટર કૉલેજમાં થયો હતો. ત્યારબાદ તેઓ ઑક્સફર્ડ અભ્યાસ માટે ગયા, જ્યાં તેમણે ફિલસૂફી, પોલિટિક્સ અને ઇકૉનૉમિક્સનો અભ્યાસ કર્યો. મહાત્ત્વાકાંક્ષી બ્રિટિશ રાજકારણીઓ માટે આ સૌથી અજમાવાયેલો અને વિશ્વાસપાત્ર માર્ગ છે.
વડા પ્રધાનપદના નામની જાહેરાત બાદ સુનકે પાર્ટીના નેતાઓ સામે પોતાનું પ્રથમ ભાષણ આપ્યું હતું. તેમણે સૌપ્રથમ લિઝ ટ્રસનો "દેશ અને દુનિયાની મુશ્કેલ પરિસ્થિતિઓમાં નેતૃત્વ" માટે આભાર માન્યો હતો.
સુનકે કહ્યું કે, સાંસદોના સમર્થનથી તેઓ "વિનમ્રતા અને સન્માન" અનુભવતા હતા.
નવા બ્રિટિશ વડા પ્રધાન સામે ઘણા પડકારો અને સવાલો હશે. તેમાં સૌથી મુશ્કેલ બ્રિટનના અર્થતંત્રની વર્તમાન સ્થિતિ છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો