You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્રાઇમિયાને રશિયાને સાથે જોડતા પૂલ પર વિસ્ફોટ, યુક્રેન પર આરોપ
ક્રાઇમિયા અને રશિયા વચ્ચે બનેલા રેલવેબ્રિજ પર શનિવારે સવારે ભીષણ આગ લાગી હતી. રશિયાના સરકારી મીડિયા પ્રમાણે આગ એક ફ્યૂલ ટૅન્કમાં લાગી. જોકે તે પાછળનું કારણ જાણવા મળ્યું નથી.
ઘટનાસ્થળના વીડિયોમાં એક ટ્રેન કર્ચ બ્રિજ પર આગની ઝપેટમાં આવી હોવાનું જોવા મળ્યું. તેની સાથે જોડાયેલા પૂલને પણ નુકસાન પહોંચ્યું છે.
રશિયાએ વર્ષ 2014માં ક્રાઇમિયા પર કબજો કર્યો હતો અને હાલ આ બ્રિજનો ઉપયોગ યુક્રેનમાં સૈન્યઉપકરણો લઈ જવા માટે કરવામાં આવતો હતો.
ક્રાઇમિયાના પ્રમુખના સલાહકારે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવવા માટે બ્રિજ પરથી અવરજવર રોકી દેવામાં આવી હતી. આ બ્રિજનું ઉદ્ઘાટન વર્ષ 2018માં પુતિન દ્વારા કરવામાં આવ્યું હતું.
વિશેષજ્ઞો પ્રમાણે, બ્રિજ પર લાગેલી આગ કોઈ મિસાઇલ હુમલાની અસર લાગતી નથી કારણ કે જે પ્રકારનું નુકસાન અને આગ જોવા મળ્યાં છે તે કોઈ હવાઈ હુમલાના કારણે થયાં હોય એવું લાગતું નથી.
અન્ય એક વિશેષજ્ઞે બીબીસીને કહ્યું, "પૂલની નીચેથી કરવામાં આવ્યો હોય એવો આ કોઈ સુનિયોજિત હુમલો હોઈ શકે છે."
શિવસેનાનું ચૂંટણીચિહ્ન ચૂંટણીપંચે ફ્રીઝ કેમ કર્યું?
શિવસેનામાંથી બે જૂથ બનતાં 'ધનુષબાણ'ના ચૂંટણીચિહ્નને લઈને ખેંચતાણ ચાલી રહી હતી. આ મુદ્દે ચૂંટણીપંચે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
'એનડીટીવી'ના અહેવાલ પ્રમાણે, આ મામલે વચગાળાના ચુકાદામાં ચૂંટણીપંચે અંધેરીમાં યોજાનારી પેટાચૂંટણીમાં બંને જૂથો પર આ ચૂંટણીચિહ્નનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાદ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણીપંચે પોતાના આદેશમાં લખ્યું છે કે શિવસેનાનાં બંને જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે આ ચૂંટણીચિહ્નનો ઉપયોગ કરી નહીં શકે.
સાથે જે ચૂંટણીપંચે બંને જૂથોને 10 ઑક્ટોબર સુધીમાં પોતાની પાર્ટીના ચિહ્નના અન્ય વિકલ્પો રજૂ કરવા કહ્યું છે. બંને જૂથ પોતાના માટે નવાં નામો પણ પસંદ કરી શકે છે અને એ નામ શિવસેનાને મળતાં હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે શિવસેનામાં ઉદ્ધવ-શિંદેના અલગઅલગ જૂથ બન્યા બાદ બંને જૂથો પોતે અસલી શિવસેના હોવાનો દાવો કરે છે.
ચૂંટણીચિહ્ન સિવાય તાજેતરમાં દશેરા નિમિત્તે યોજાયેલી સભાનાં સ્થળને લઈને પણ બંને જૂથો વચ્ચે વિવાદ થયો હતો. જોકે, કોર્ટની મધ્યસ્થી બાદ બંનેને અલગઅલગ મેદાન ફાળવવામાં આવ્યાં હતાં.
ગુજરાત પાસે સર્જાયેલી સિસ્ટમથી દેશમાં ક્યાં-ક્યાં વરસાદ પડશે?
હવામાનવિભાગે રવિવારે દેશના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતાવણી આપતા ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
હવામાનવિભાગના વૈજ્ઞાનિક આરકે જેનામણિએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશના પૂર્વ અને પશ્ચિમમાં, ગુજરાત, મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે."
હવામાનવિભાગના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ પાસે સર્જાયેલા સાયક્લૉનિક સર્ક્યુલેશનના કારણે દેશભરમાં શનિવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જે રવિવારે પણ યથાવત રહેશે.
તેની સૌથી વધુ અસર, મધ્યપ્રદેશ સહિત પૂર્વ-દક્ષિણ ગુજરાત, પૂર્વ રાજસ્થાન, દિલ્હી પર પડશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો