જામનગરની હોટલમાં આગ, પોલીસે કહ્યું કે 'કોઈ જાનહાનિ નહીં'

વીડિયો કૅપ્શન, જામનગરની હોટલમાં ભીષણ આગ, કેટલા લોકો અંદર હતા?
લાઇન
  • જામનગરની હોટલમાં લાગેલ ભીષણ આગમાં 27 ગેસ્ટ અને સ્ટાફને બચાવાયા
  • આસપાસની ઇન્ડસ્ટ્રીના ચાર ફાયર ફાઇટરની ટીમ, જેએમસી, ખંભાળિયા મ્યુનિસિપાલિટી અને સિક્કા મ્યુનિસિપાલિટીની ટીમ આગ ઓલવવા માટે પહોંચી હતી
  • આગમાંથી બચાવાયેલી વ્યક્તિઓ પૈકી કેટલાકને શ્વાસ લેવાની તકલીફ પડતાં જીજી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા
લાઇન

જામનગરમાં મોટી ખાવડી નજીક એક હોટલમાં ભીષણ આગ લાગી હતી. આ આગ એલન્ટો નામની હોટલમાં લાગી હતી.

પોલીસના કહેવા પ્રમાણે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

બીબીસીના સહયોગી દર્શન ઠક્કરના જણાવ્યા અનુસાર, દૂર દૂર સુધી આગ ફેલાઈ હોય એવું પણ લાગી રહ્યું હતું. આગને કારણે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આગને ઓલવવા માટે ફાયરની ટીમ પણ આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો.

આગ

ઇમેજ સ્રોત, DARSHAN THAKKAR

જામનગર જીજી હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દીપક તિવારીએ કહ્યું હતું, "ખાવડીથી ફોન આવ્યો હતો કે 20થી 25 દર્દી અહીં મોકલી રહ્યા છીએ. ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ વગેરે તૈયારી કરી દેવામાં આવ્યો હતો. અમારી પાસે સર્જરીના 4-5 ડૉક્ટરો હાજર છે. એ સિવાયનો સિનિયર ડૉક્ટર્સ અને નર્સિંગનો સ્ટાફ હાજર છે."

જોકે જામનગરના કલેક્ટર સૌરભ પારગીએ કહ્યું હતું કે હૉટલમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે. કોઈ જાનહાનિ થઈ નથી. 27-28 જેટલા લોકો હોટલમાં હતા, તેઓ અને હોટલનો સ્ટાફ સુખરૂપ બહાર નીકળી ગયા હતા.

"બે-ત્રણ લોકોને ગભરાટના કારણે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ હતી તેમને હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે."

આગ એટલી વિકરાળ હતી કે હોટલની બાજુમાં પાર્ક કરવામાં આવેલી કાર સંપૂર્ણપણે સળગી ગયેલી વીડિયોમાં જોઈ શકાય છે.

line

'પરિસ્થિતિ કાબૂમાં'

આગ

ઇમેજ સ્રોત, DARSHAN THAKKAR

વીડિયોમાં આગ બહુમાળી હોટલના કેટલાક માળને ચપેટમાં લેતી જોવા મળી રહી છે.

જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ કોઈ વ્યક્તિના દાઝવાના સમાચારને નકારતાં જણાવ્યું હતું કે હોટલમાં આગની જાણ થતા જ તરત પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

"હોટલના 18 રૂમમાં 27 લોકો ફસાયા હતા. કોઈને વ્યક્તિને કોઈ પ્રકારની શારીરિક ક્ષતિ થઈ નથી. બધી ખરાઈ કરી લેવામાં આવી છે. ત્રણ લોકોને હૉસ્પિટલ મોકલવામાં આવ્યા છે. તેઓ દાઝ્યા નથી પરંતુ ગભરાઈ ગયા હતા. આગ અત્યારે કાબૂમાં લેવાઈ ગઈ છે અને સ્થિતિ એકદમ નિયંત્રણમાં છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન