ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી : જગદીપ ધનખડ બનશે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને રાહુલ ગાંધીએ અભિનંદન આપ્યાં
જગદીપ ધનખડ ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે. શનિવારે થયેલી ચૂંટણીમાં તેમણે માર્ગારેટ આલ્વાને હરાવ્યાં છે.

ઇમેજ સ્રોત, ANI
એનડીએએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉમેદવાર બનાવ્યા હતા. તો વિપક્ષે વરિષ્ઠ કૉંગ્રેસનાં નેતા માર્ગારેટ આલ્વાને ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર બનાવ્યાં હતાં.
શનિવારે થયેલી ચૂંટણીમાં કુલ 725 મત પડ્યા હતા, તેમાંથી જગદીપ ધનખડને 528 મત મળ્યા હતા અને વિપક્ષનાં ઉમેદવાર માર્ગારેટ આલ્વાને 182 મત મળ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
15 મત અમાન્ય જાહેર થયા હતા. આ સાથે જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
દેશના નવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 11મી ઑગસ્ટે શપથ લેશે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઑગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે.
ભારતના ઉપરાષ્ટ્રપતિપદ એ દેશનું બીજું સર્વોચ્ચ બંધારણીય પદ છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જગદીપ ધનખડને તેમના અભિનંદન સંદેશમાં કહ્યું કે જાહેર જીવનમાં તેમના અનુભવનો દેશને ફાયદો થશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ જગદીપ ધનખડને મળીને શુભેચ્છા પાઠવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
તો કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિપદે ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
વિપક્ષનાં ઉમેદવાર માર્ગારેટ આલ્વાએ જગદીપ ધનખડને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યાં છે. દરમિયાન તેમણે વિપક્ષના નેતા અને એ તમામ પક્ષના સાંસદોનો પણ આભાર માન્યો હતો, જેમણે તેમને મત આપ્યો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5

કોણ છે જગદીપ ધનખડ?

ઇમેજ સ્રોત, TWITTER@NARENDRAMODI
જગદીપ ધનખડ જુલાઈ 2019માં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા પછી ચર્ચામાં આવ્યા હતા.
જગદીપ ધનખડનો જન્મ રાજસ્થાનના ઝૂંઝુનુ જિલ્લાના કિઠાણા ગામમાં 18 મે, 1951માં થયો હતો. ધનખડે શરૂઆતનો અભ્યાસ (એકથી પાંચ સુધી) ગામની સરકારી શાળામાં કર્યો હતો.
ત્યાર બાદ તેમણે સ્કૉલરશિપ મેળવીને ચિત્તોડગઢની સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો.
ધનખડે જયપુરની જાણીતી મહારાજા કૉલેજમાંથી બીએસસી (ઑનર્સ)ની ડિગ્રી મેળવેલી છે.
તેમણે રાજસ્થાન વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસમાં તેઓ અવ્વલ રહેતા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ