Ind Vs England : એ પાંચ કારણો જેને લીધે બૂમ બૂમ બુમરાહ પણ ભારતને હારથી ન બચાવી શક્યા

ઇંગ્લૅન્ડે ભારતને એજબૅસ્ટન ટેસ્ટમાં સાત વિકેટથી હરાવી દીધું છે.

સિરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ ચાલી રહી હતી પરંતુ આ હારને કારણે હવે સિરીઝ 2-2ની બરોબરી પર ખતમ થઈ.

ઇંગ્લૅન્ડ માટે જીતના હીરો જૉની બેયરસ્ટો રહ્યા જેમણે બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી.

આ ટૅસ્ટ મૅચમાં ત્રીજા દિવસ સુધી ભારતીય ટીમ ટૉપ પર હતી પરંતુ ચોથા દિવસે ટીમ ઇન્ડિયાએ કેટલીક એવી ભૂલો કરી જેને કારણે તે હારી ગઈ.

આ મૅચ માટે ટીમનું સુકાન ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને મળ્યું હતું.

આ મુખ્ય કારણો કયા હતા જેને કારણે જસપ્રીત બુમરાહ પણ ટીમને હારથી બચાવી ન શક્યા.

1. સૅટ બૅટ્સમૅન દ્વારા મોટો સ્કોર ન બનાવવો

હારનું સૌથી મોટું કારણ આજ હતું કે ભારતના સૅટ બૅટ્સમૅન દ્વારા મોટા સ્કોર ન બનાવી શક્યા. જોકે ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતે બીજી ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી પરંતુ તેઓ સદી ન બનાવી શક્યા.

કદાચ પ્રથમ ઇનિંગ્સમાં મળેલી લીડથી ભારતીય બૅટ્સમૅનનો આત્મવિશ્વાસ એટલો વધી ગયો હતો કે મૅચ હવે તેમના હાથમાં છે.

હા. ત્રીજા દિવસ પછી ભારતીય ટીમ જીતની સ્થિતિમાં હતી પરંતુ ચોથા દિવસની સાધારણ બેટિંગથી ઇંગ્લૅન્ડને મૅચમાં વાપસીની તક મળી ગઈ.

ઇંગ્લૅન્ડની ટીમ હાલમાં જ ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ મોટા સ્કોરનો પીછો કરવામાં સફળ રહી હતી. ઇંગ્લૅન્ડના કૅપ્ટને પણ કહ્યું હતું કે તેમને ચેઝ કરવું પસંદ છે.

ભારતીય ટીમે લાંબી ઇનિંગ્સ રમવી જોઈતી હતી જેનાથી ઇંગ્લૅન્ડ મૅચમાં વાપસી કરવાની હાલતમાં ન રહે. પરંતુ સતત વિકેટ પડવાથી આવું ન થઈ શક્યું અને ઇંગ્લૅન્ડની સામે એવું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું જેને ચેઝ કરવાની તેઓ હિંમત કરી શકતા હતા.

2. બેયરસ્ટોનો કૅચ ડ્રૉપ કરવો

ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન જૉની બેયરસ્ટો શાનદાર ફૉર્મમાં છે. ગત પાંચ ઇનિંગ્સમાં તેમણે ચાર સદી ફટકારી હતી અને ત્રણ ઇનિંગ્સમાં સતત ત્રણ સદી ફકટારી ચૂક્યા છે.

એવામાં ઇન-ફૉર્મ બૅટ્સમૅનને આઉટ કરવા એ ટીમ ઇન્ડિયાનું સૌથી મોટું લક્ષ્ય હતું.

ટીમ ઇન્ડિયાને બીજી ઇનિંગ્સમાં આ મોકો મળ્યો હતો જ્યારે સિરાજની બૉલિંગ પર બૉલ ઝડપથી હનુમા વિહારી તરફ આવ્યો.

પરંતુ વિહારી કૅચ ન લઈ શક્યા અને બેયરસ્ટોને જીવનદાન મળ્યું. તે વખતે ટ્વિટર પર ફૅન્સે લખ્યું કે, વિહારીએ કૅચ નહીં સિરીઝ ગુમાવી છે.

થયું પણ આવું જ કંઈક કે જ્યારે બેયરસ્ટોએ એક વખત ફરી મૅચ જીતાડી શકે તેવી ઇનિંગ્સ રમી હતી.

3) ડિફેન્સિવ ફિલ્ડ પ્લેસમેન્ટ

ઇન્ડિયાએ ઇંગ્લૅન્ડની બીજી ઇનિંગ્સમાં 'ઇન ઍન્ડ આઉટ' ફિલ્ડ પ્લેસમેન્ટ કરી છે, એટલે ફિલ્ડર્સ કૅચ લેવાની પોઝિશન સિવાય બાઉન્ડરી પર પણ તહેનાત હતા.

રન રોકવા માટે ફિલ્ડ ગોઠવવાનો અર્થ હતો સ્લિપ કૉર્ડનથી પણ ઓછામાં ઓછા એક ખેલાડીને બહાર રાખવો.

પ્રથમ અને બીજી સ્લિપ વચ્ચે એટલું અંતર હતું કે જેની ટીકા કૉમેન્ટેટર્સે પણ કરી હતી.

ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન કેવિન પીટરસને કહ્યું કે ટીમ ઇન્ડિયાની એવી ટૅક્ટિક્સ તેમની સમજથી બહાર છે.

તેમણે કહ્યું કે આખરી સત્રમાં બૉલ રિવર્સ સ્વિંગ કરી રહ્યો હતો એવામાં બૅટ્સમૅન માટે રન લઈને બીજા ખૂણે જવું આસાન થઈ ગયું હતું કારણ કે ફિલ્ડ જ એવી રીતે સેટ કરવામાં આવ્યું હતું.

4) બુમરાહ સિવાયના બૉલર ફેલ

જોકે બીજી ઇનિંગ્સમાં જસપ્રિત બુમરાહએ બે વિકેટ લઈને ઇન્ડિયન ટીમને એક મોકો જરૂર આપ્યો પરંતુ તેમને સામે છેડેથી મદદ ન મળી.

મહમદ શમીએ એક વખત ફરી સારું બૉલિંગ કરી પરંતુ વિકેટ લેવામાં સફળ રહ્યા. ત્યારે સિરાજને પણ ચોથા દિવસે કોઈ સફળતા મળી નહોતી.

આખરે બે દિવસમાં સ્પિનર્સથી વિકેટ મળવાની આશા હતી પરંતુ રવીન્દ્ર જાડેજા આ પડકારમાં અસફળ રહ્યા.

એક વખત ફરી ટ્વિટર પર લોકોએ રવિચંદ્રન અશ્વિનને યાદ કર્યા કે કદાચ તો હોત તો વિકેટ મળી હોચ.

ચોથા સીમરના રૂપમાં શાર્દુલ ઠાકુર પણ અસરકારક ન રહ્યા અને જો તેઓ પોતાના પેસમાં વધારો નહીં કરે તો તેમનું ટીમમાં રહેવું મુશ્કેલ બની શકે છે.

5) બેયરસ્ટો-રૂટની શાનદાર બેટિંગ

આ બંને ખેલાડીઓએ એવા સમયે ટીમની કમાન સંભાળી જ્યારે ઇંગ્લૅન્ડે એક પછી એક એમ ત્રણ વિકેટ ગુમાવી હતી.

પરંતુ બંને ધીરજને રમ્યા અને ખરાબ બૉલ પર પ્રહાર પણ કર્યા.

બંનેએ ચોથી વિકેટ માટે નૉટ આઉટ 269 રન બનાવ્યા અને ઇંગ્લૅન્ડને સિરીઝ બરોબર કરવામાં સફળતા અપાવી.

જો રૂટ 142 રન બનાવીને નૉટઆઉટ રહ્યા જ્યારે બેયરસ્ટોએ મૅચમાં બીજી સદી ફટકારી અને 114 રન પર નૉટ આઉટ રહ્યા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો