ભારતમાં એક વિચિત્ર પરંપરા કે જેમાં દરેક કન્યા ત્રણ વાર 'પરણે' છે
- લેેખક, લક્કોજુ શ્રીનિવાસ
- પદ, બીબીસી તેલુગુ
આંધ્ર પ્રદેશ અને ઓડિશાની સરહદે વસેલા મેલિસ આદિવાસીઓમાં એક રસપ્રદ રિવાજ છે. અહીંની કન્યાઓ ત્રણ વાર 'લગ્ન' કરે છે.
કન્યા પાંચ વર્ષની થાય ત્યારે પ્રથમ વાર તેને પરણાવી દેવાય છે. તે પછી તે પુખ્તાવસ્થામાં પ્રવેશે ત્યારે લગ્ન થાય છે.

આ બંને લગ્ન વખતે કોઈ વરરાજા હોતા નથી. આમ છતાં મેલિસ આદિવાસીઓ તેને લગ્નની જેમ જ ઊજવે છે. તે પછી આખરે ત્રીજી વાર વરરાજા સાથે લગ્ન થાય છે.
પ્રથમ બે લગ્નો જૂથમાં લેવાય છે અને ગામમાં એ ઉંમરની જેટલી કિશોરીઓ હોય તે બધાંનો લગ્નસમારંભ એક સાથે યોજાય છે. કોઈ વરરાજા કે જાન હોતી નથી, પણ તે સિવાય લગ્ન ધામધૂમથી લેવાય છે.
પાંચમા વર્ષે પરણવાનું!
પૂર્વ ઘાટમાં અનેક આદિવાસી સમૂહો છે અને સૌના પોતપોતાના રિવાજો છે. મેલિસમાં ત્રણ વાર કન્યાને પરણાવવાની પ્રથા પેઢીઓથી ચાલતી આવે છે.
ગામમાં દર પાંચ વર્ષે સામૂહિક લગ્ન લેવાય છે અને તહેવારની જેમ તેની ઉજવણી થાય છે. આખું ગામ ભોજનનો સ્વાદ માણે છે.
આ રિવાજ પાછળ પરંપરા ઉપરાંત કેટલાક વિચારો છે અને તેના ભાગરૂપે જ હાલમાં આંધ્ર-ઓડિશાની સરહદે ગામોમાં સામૂહિક લગ્નસમારંભો યોજાય. ડોડીપુટ્ટી ગામમાં 50 કન્યાઓનાં લગ્ન લેવાયાં જ્યારે છૌડાપલ્લીમાં પાંચ વર્ષની 30 કન્યાઓનાં લગ્ન લેવાયાં.
જોકે આમાં કોઈ બાળલગ્નની વાત નથી અને બીબીસી ટીમે લગ્નસમારંભમાં ભાગ લઈને તેની ખાતરી પણ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

"ત્રણ વારનાં લગ્નોની પરંપરા અમારા તહેવાર છે"

મેલિસ લોકો કહે છે કે અમે છોકરીઓને ખૂબ માન આપીએ છીએ. ડોડીપુટ્ટુ ગામના 55 વર્ષના કૃષ્ણમ રાજુએ બીબીસીને ત્રણ લગ્નની પ્રથા વિશે માહિતી આપી હતી.
કૃષ્ણમ રાજુ કહે છે, "અમારા આદિવાસીઓમાં કન્યાના જન્મને વધાવી લેવામાં આવે છે. અમારી પરંપરામાં નાની કન્યાઓ દેવી જેવી ગણાય છે."
"અમારા રિવાજ પ્રમાણે માતાપિતા અને બીજા કુટુંબીઓની હાજરીમાં જ કન્યાના બધા પ્રસંગોની ઉજવણી થઈ જવી જોઈએ."
"કન્યાના જીવનમાં લગ્ન અગત્યનું સ્થાન ધરાવે છે. તેથી જ અમારા વડવાઓએ નક્કી કરેલું કે ત્રણ વાર લગ્નપ્રસંગ યોજવો. કોઈ વાલી મૃત્યુ પામે તે પહેલાં કમસે કમ એક વાર તો દીકરીનાં લગ્નનો લહાવો લે."
"કોઈને એમ ના થવું જોઈએ કે પોતે લગ્ન મહાલવામાંથી વંચિત રહી ગયા. વરરાજા વિના પણ લગ્નસમારંભ થાય તેને પણ અસલની જેમ જ યોજીએ છીએ. સમગ્ર ગામને નોતરવામાં આવે છે અને સૌ લગ્ન માણે છે."

"ઘરદીઠ એક લાખ રૂપિયાનો ખર્ચ"
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
લગ્ન લેવાય એટલે મોંઘેરા પણ સાબિત થાય. મેલિસ આદિવાસીઓ લગ્ન પાછળ ખર્ચ કરવામાં પાછું વાળીને જોતા નથી.
રિવાજ ખાતર વરરાજા વિના લગ્ન થાય તે અને અસલ લગ્ન થાય તે બંનેમાં પરિવારો ખૂબ ધામધૂમથી ખર્ચ કરે છે. સગાં અને સ્નેહીઓને આમંત્રણ આપવામાં આવે છે અને વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. ત્રણ દિવસ સુધી મહેમાનગતિ કરવામાં આવે છે.
પોતાના જીવન દરમિયાન ગામમાં 20 જેટલાં લગ્નસમારંભ જોઈ ચૂકેલાં મનેમ્માના ઘરે પણ હવે પ્રસંગ આવ્યો છે. તેમની પાંચ વર્ષની દીકરીનાં લગ્ન લેવાયાં છે.
મનેમ્માએ બીબીસીને જણાવ્યું કે "અમારા સમાજમાં પાંચ વર્ષની થાય ત્યારે અને પુખ્ત થાય ત્યારે વરરાજા સાથે લગ્નસમારંભ કરીએ તેમાં પણ બહુ ધામધૂમથી કરીએ છીએ."
"આખા ગામમાં લગ્નનો ઉત્સાહ ફરી વળે. મહેમાનો આવે, ભેટ-સોગાદ આપવામાં આવે, નવાં કપડાંમાં સૌ સજ્જ થાય અને ખાણીપીણીનો જલસો થાય."
"સવારથી જ આદિવાસી પરંપરા પ્રમાણે પૂજા થાય. સગાંઓ લગ્નમાં ભાગ લેવા ત્રણ દિવસ અગાઉથી જ આવી જાય. આવો એક પ્રસંગ કરવામાં લાખેક રૂપિયા ખર્ચાઈ જાય."

"ત્રીજાં લગ્ન પ્રેમલગ્ન હોય તો પણ ચાલે"
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ગામમાં પાંચ વર્ષની કન્યાઓ થાય ત્યારે ગામના વડીલો શુભમુહૂર્ત કઢાવીને લગ્નનો દિવસ નક્કી કરે છે.
તે સાથે જ સમગ્ર ગામમાં લગ્નનો માહોલ બની જાય છે અને તૈયારીઓ થવા લાગે છે. ઘરને રંગરોગાન થાય છે, કન્યાઓ ખરીદી કરવા ઉમટે, આસપાસના ગામમાં અને સગાંવહાલાંને નોતરા મોકલી દેવામાં આવે.
ત્રણ દિવસ અગાઉથી જ મીઠાઈઓ અને ભોજન સામગ્રી તૈયાર થવા લાગે.
ચૌડાપલ્લી ગામની શ્રાવણીએ બીબીસીને જણાવ્યું કે, "પાંચ વર્ષની ઉંમરે કન્યાઓ નાની હોય એટલે તે વખતે લગ્ન લેવાય તે પછી તે પુખ્ત થાય ત્યારે પણ ફરીથી વરરાજા વિના તેનાં લગ્ન લેવાય છે. આ રીતે માતાપિતા સંતોષ લઈ શકે કે પોતે જીવતેજીવત દીકરીને પરણાવી શક્યા."
"જોકે ત્રીજાં ખરાં લગ્ન કરવાની વાત આવે ત્યારે વરરાજાની પસંદગી કન્યાએ જ કરવાની હોય છે. તે કોઈને પ્રેમ કરતી હોય તો તેની સાથે લગ્ન કરાવી અપાય છે."
"કોઈ પ્રેમી ના મળ્યો હોય ત્યારે વડીલો મુરતિયો શોધી કાઢે." શ્રાવણી વાઇઝાગના એક યુવાનના પ્રેમમાં પડ્યાં હતાં અને તેની સાથે જ લગ્ન કર્યાં હતાં.

"લગ્નપ્રસંગે ભેટ-સોગાદ અને ચાંદલા"

મેલિસ આદિવાસીઓમાં બધાની આર્થિક સ્થિતિ એક સરખી નથી હોતી. લગ્ન ખર્ચાળ સાબિત થતા હોય છે, છતાં રિવાજ પાળવો પડે છે. તેથી જ જેના ઘરે લગ્ન હોય તેનાં સગાંઓ પોતાની સાથે ચોખા અને બીજી સામગ્રી ભેટમાં આપવા માટે લેતા આવતા હોય છે. આ ઉપરાંત રોકડમાં ચાંદલો પણ કરવામાં આવે છે.
લગ્ન માટે ભેટ લઈને આવેલાં લક્ષ્મી રાજેશ્વરી જણાવે છે કે, "લગ્નમાં આવનારા મહેમાનો ગુણો ભરીને ચોખા અને બીજી ભેટ લઈને આવે. રોકડા પણ આપવામાં આવે."
"આ ઉપરાંત દરેક વિધિ પછી વરરાજાના હાથમાં રૂપિયા મૂકવામાં આવતા હોય છે. આ રીતે લગ્નના ખર્ચમાં સહયોગ મળતો હોય છે. આવું ના થાય તો લગ્નનો ખર્ચ ઉપાડવો મુશ્કેલ બની જતો હોય છે, કેમ કે લાખેક રૂપિયા તો જોઈએ જ."

લગ્નસમારંભની ધામધૂમ

પ્રથમ બે વારના લગ્નમાં વરરાજા નથી હોતા એટલે કન્યાને તૈયાર કરીને પાટલે બેસાડવામાં આવે છે.
ત્રીજી વાર લગ્ન થાય ત્યારે લગ્ન પછી કન્યાને સાસરે વિદાય આપવામાં આવે છે.
ડોડીપુટ્ટી ગામમાં લગ્નની વિધિ માટે આવેલા ગોર મહારાજ પુરિહોત કૃષ્ણમૂર્તિ રિવાજ સમજાવતા કહે છે, "આંબાના પાનમાંથી બનેલા 'બાંશીગમ'ને કપાળે બાંધવામાં આવે છે. ઘરેણાંથી કન્યાને સજ્જ કરવામાં આવે છે."
"શુભ ઘડી આવે ત્યારે કન્યાને ખભે બેસાડીને માંડવે લાવવામાં આવે છે. તે પછી વરરાજા સાથે જાનૈયાઓ પણ આવી પહોંચે. વાંસની બનેલી સાદડી પર વર કન્યાને બેસાડવામાં આવે છે અને હવનકુંડ આસપાસ બેસાડી વિધિ કરવામાં આવે છે."
"આ રીતે મેલિસ સમાજના રિવાજો પ્રમાણે લગ્ન લેવામાં આવે છે. પરિવારના વડીલોની હાજરીમાં જ કન્યાનાં લગ્ન લેવાય જાય તે હેતુથી આ રિવાજ છે. દીકરીના આવી રીતે લગ્ન ના લેવામાં આવે તેને સમાજમાં ખોટું ગણાય છે."

આદિવાસીઓ માટે રિવાજો એ જ તહેવારો!

આંધ્ર પ્રદેશ અને ઓડિશાની સરહદે વસેલા આદિવાસી સમાજોમાં આવા અનેક રસપ્રદ રિવાજો હજારો વર્ષોથી પાળવામાં આવી રહ્યા છે.
આંધ્ર યુનિવર્સિટીના નૃવંશશાસ્ત્રના નિવૃત પ્રોફેસર તિરુમલા રાવ કહે છે કે આદિવાસીઓ માને છે કે રિવાજોનું પાલન ના કરીએ તો વડવાઓનું અપમાન થાય.
"મેલિસ આદિવાસીઓ માટે ત્રણ વાર લગ્ન કરવાનો રિવાજ પણ આવો જ છે. વરરાજા વિના બે વાર કન્યાને પરણાવવાનો રિવાજ ખૂબ પ્રચલિત છે. જોકે ત્રીજાં લગ્ન વરરાજા સાથે ત્યારે કન્યાની પસંદગી પ્રમાણે જ થાય તે વાત પણ આદિવાસીઓની સમજદારી દાખવે છે. "
"પ્રથમ બે લગ્નો રિવાજ પ્રમાણે કરીને પૂર્વજોનું સન્માન કરે છે. આવા પ્રસંગ માટે સૌ કોઈ ફાળો આપે તે પણ જૂની રીત છે. આ પણ એક સારો વિચાર છે."
"કેટલાક રિવાજો બહુ જુનવાણી લાગે, પણ મોટા ભાગના રિવાજો આદિવાસીઓ માટે તહેવારો જેવા હોય છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














