ગુજરાત AAPના કાર્યકરોનાં ભાજપ વિરુદ્ધ પ્રદર્શનો, ગોપાલ ઈટાલિયા સહિત કેટલાય કાર્યકરોની અટકાયત
સુરતમાં આમ આદમી પાર્ટીના કૉર્પોરેટરો પર દમન ગુજારાયું હોવાના આરોપ સાથે આપના કાર્યકરોએ અમદાવાદમાં વિરોધપ્રદર્શન કર્યું છે. ખાનપુર ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે વિરોધ કરી રહેલા આપનાં મહિલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.
મંજૂરી ના લીધી હોવાથી આ અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર પોલીસે ખાનપુર પહોંચવાના રસ્તા પર બૅરિકેડ ઉપરાંત ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવાયો છે.

ઇમેજ સ્રોત, @AAPGujarat/Twitter
સુરત મહાનગરપાલિકામાં આપના કૉર્પોરેટરો વિરુદ્ધ કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીના વિરુદ્ધ સુરત, અમદાવાદ ઉપરાંત વડોદરામાં પણ વિરોધપ્રદર્શન યોજવામાં આવ્યાં હતાં. જેના ભાગરૂપે આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સહિત પક્ષના કાર્યકોરોની ધરપકડ કરવામાં આવી છે.
સુરતસ્થિત બીબીસી ગુજરાતના સહયોગી પત્રકાર ધર્મેશ અમીને જણાવ્યું, "શનિવારે મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં વિપક્ષે મૂકેલી દરખાસ્ત બાદ મેયરે સભા આટોપી લીધી હતી. એના વિરોધમાં નગરસેવકો સભાખંડમાં ધરણા પર બેસી ગયા હતા."
"જેમને રવિવારે માર્શલોએ ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન પોલીસને પણ બોલાવાઈ હતી અને નગરસેવકોને કચેરીમાંથી બહાર કઢતાં મનપાના દ્વારે જ ભારે ઘર્ષણ થયું હતું. જેમાં ત્રણ નગરસેવકોને માર મરાતાં સ્મીમેર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા."

વિરોધપ્રદર્શન કેમ યોજાયું?

ઇમેજ સ્રોત, @AAPGujarat/Twitter
ગુજરાત આપના પ્રવક્તા, મીહિર પટેલે બીબીસી ગુજરાતી સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું, "ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની સભા થવાની હોવાથી સુરત મનપામાં મેયરે સામાન્ય સભા આટોપી લીધી હતી. જે બાદ અમે સભાખંડમાં જ ધરણા પર બેસી ગયા હતા.
"આખી રાત સભાખંડમાં પસાર કર્યા બાદ બીજા દિવસે અરવિંદ કેજરીવાલની ગુજરાતમાં સભા પૂર્ણ થયા બાદ અમને બળજબરીપૂર્વક હઠાવાયા હતા."
"આ દરમિયાન મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અમદાવાદ, સુરત અને વડોદરામાં આપના કાર્યકરોએ વિરોધપ્રદર્શનો યોજ્યાં હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જોકે, સુરત મનપામાં જેવું થયું એવું જ ફરીથી અમદાવાદ, સુરત અને વડોદરામાં ઘટ્યું હતું."
આપના નેતા ડૉ. કરણ બારોટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "ગુજરાત સ્થાપના દિવસના એક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના કૉર્પોરેટર્સે તેમના વૉર્ડ્સનાં પેન્ડિંગ પ્રજાલક્ષી કાર્યોના પ્રશ્નોને નગરપાલિકામાં ઉઠાવી રહ્યા હતા પરંતુ તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે."
તેમણે કહ્યું, "નગરપાલિકામાં જ્યારથી આમ આદમી પાર્ટીના કૉર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે ત્યારથી તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. એટલે એ લોકો નગરપાલિકામાં ધરણા પર બેઠા હતા. "
"નગરપાલિકામાં ધરણા પર બેઠા હતા ત્યારે પંખા, ખાવા-પીવાની વ્યવસ્થા બંધ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ડૉ બારોટે આરોપ લગાવ્યો હતો, "આમ આદમી પાર્ટીનાં મહિલા કૉર્પોરેટરના કપડાં ફાડી નાખવામાં આવ્યાં. અને પુરુષ પોલીસકર્મીઓ દ્વારા આપના પુરુષ કૉર્પોરેટરનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું."
તેમનો આરોપ છે કે "ગુજરાત સ્થાપનાના દિવસે બંધારણવિરુદ્ધનાં કામો આમ આદમી પાર્ટીના કૉર્પોરેટરો સાથે કરવામાં આવ્યાં હતાં."
અમદાવાદથી ગુજરાત આમ આદમી પાર્ટી મહિલા મોરચાનાં અધ્યક્ષ ગૌરી દેસાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, " સુરતમાં કૉર્પોરેટરો સાથે પોલીસે કરેલા વ્યવહાર બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં વિરોધપ્રદર્શન કરવાનું નક્કી કર્યું હતું."
"એ મહિલાનાં કપડાં ફાડી નાખ્યાં આ ગુજરાતમાં મહિલા સશ્કિતકરણની કેવી વાત છે? આના વિરોધમાં અમે દરેક નગરપાલિકામાં, જિલ્લામાં ગાંધીજીના માર્ગે રજૂઆત કરી કે આ રીતે પોલીસને આગળ કરીને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા માર ન મારી શકાય."
"આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આજે પણ માર મારવામાં આવ્યો છે. મહિલાઓ સાથે અત્યાચાર થશે તો આમ આદમી પાર્ટીની મહિલા વિંગ ચૂપ નહીં બેસે."
તેમણે જણાવ્યું કે, "અમદાવાદમાં તેમના સહિત અનેક આપ કાર્યકરોને અટકાયતમાં લેવામાં આવ્યાં છે જેમાં મહિલાઓ પણ સામેલ છે. નોંધનીય છે કે ભરૂચસ્થિત ભારતીય ટ્રાઇબલ પાર્ટી તથા આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે."
"બંને પાર્ટીના શીર્ષસ્થ નેતાઓએ ગુજરાતના સ્થાપના દિવસે પહેલી મેના રોજ ભરૂચ નજીક વાલિયા ખાતે આદિવાસી સભાને સંબોધિત કરી હતી."
"ગુજરાત સ્થાપના દિવસે દિલ્હીના મખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે ગુજરાતના ભરૂચમાં એક રેલીને સંબોધી હતી."
કેજરીવાલે દિલ્હીમાં સફળ રહેલા ગવર્નન્સ મૉડેલને ગુજરાતમાં લાગુ કરવાની વાત કરી હતી.

ગુજરાતમાં 'આપ'ને આશ

ઇમેજ સ્રોત, @AAPGujarat/Twitter
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે રાજ્યમાં રાજકારણ તેજ થવા પામ્યું છે. તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પડકાર આપતા કહ્યું કે, "એકવાતે તો ગુજરાતની ભાજપ સરકારને માનવી પડે, તેમણે આખી દુનિયામાં પેપર લીકમાં વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. દુનિયાના બધા રેકૉર્ડ તોડી નાખ્યા. હું ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પડકાર આપું છું કે તેઓ પેપર લીક વગર કોઈ એક પરીક્ષા કરી બતાવે."
દિલ્હીમાં પ્રથમ સફળતા મળ્યા બાદ ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પંજાબમાં ભારે બહુમતી સાથે સરકાર બનાવી છે.
ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આદિવાસી પ્રભુત્વવાળા વિસ્તારમાં પ્રચાર તેજ કર્યો છે. ગત મહિને આમ આદમી પાર્ટીએ આંતરિક સરવેમાં ગુજરાતમાં આગામી ડિસેમ્બરમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીમાં 58 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.
આમ આદમી પાર્ટી અનુસાર સરવેમાં એવો ઇશારો મળ્યો હતો કે ગ્રામિણ વિસ્તારના અને શહેરના મધ્યમ વર્ગના મતો મળવાની શક્યતા છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












