કેજરીવાલે 'ધ કશ્મીર ફાઇલ્સ' યૂટ્યુબ પર મૂકી દેવા કહ્યું તો ભાજપે શો જવાબ આપ્યો?

"કહી રહ્યા છે 'કશ્મીર ફાઇલ્સ' ટૅક્સ ફ્રી કરી દો. અરે! યૂટ્યુબ પર નાખી દો ફ્રી થઈ જશે. ટૅક્સ ફ્રી શા માટે કરાવી રહ્યા છો, એટલો જ શોખ હોય તો વિવેક અગ્નિહોત્રીને કહો યૂટ્યુબ પર નાખી દે, બધા લોકો એક જ દિવસમાં ફિલ્મ જોઈ લેશે."

અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આ વાત વિધાનસભામાં એક ચર્ચા દરમિયાન કહી છે. કેજરીવાલ વિવેક અગ્નિહોત્રીની વિવાદિત ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ'ને દિલ્હીમાં ટૅક્સ ફ્રી કરવાની માગ પર જવાબ આપી રહ્યા હતા.

કાશ્મીરી પંડિતોના પલાયન પર બનેલી ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ' બૉક્સ ઑફિસ પર ઐતિહાસિક કમાણી કરી રહી છે. ફિલ્મે અત્યાર સુધી 200 કરોડથી વધુની કમાણી કરી છે.

દિલ્હી વિધાનસભામાં કેજરીવાલે કહ્યું,"કાશ્મીરી પંડિતોના નામ પર કેટલાક લોકો કરોડો-કોરોડો રૂપિયા કમાઈ રહ્યા છે અને તમને લોકોને પોસ્ટર લગાવવાના કામ આપી દીધા છે. આંખો ખોલો, જરા વિચારો કે તમે શું કરી રહ્યા છો. એ લોકો કાશ્મીરી પંડિતોના નામે કરોડો રૂપિયા કમાઈ ગયા અને તમે પોસ્ટર લગાવતા રહી ગયા."

ઘણાં ભાજપશાસિત રાજ્યોએ ફિલ્મને ટૅક્સ ફ્રી કરી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશનાં ઘણાં રાજ્યોના મુખ્ય મંત્રીઓએ આ ફિલ્મને જોઈ અને તેના વખાણ પણ કર્યાં છે. આ સિવાય તેમણે સામાન્ય લોકોને ફિલ્મ જોવા માટે પણ અપીલ કરી છે.

આ વિષે ટિપ્પણી કરતાં અને સદનમાં ભાજપ નેતાઓને સંબોધતાં કેજરીવાલે કહ્યું હતું કે "અમે તમને ખોટી ફિલ્મોનાં પોસ્ટરો લગાવવાનું નહીં કહીએ. જે પણ કરવું હોય, પણ ફિલ્મોનું પ્રદર્શન કરવાનું તો બંધ કરી દો. તમે રાજનીતિમાં કંઈક કરવા આવ્યા હતા, ખોટી ફિલ્મોનાં પોસ્ટર ક્યાં લગાવી રહ્યા છો."

line

ભાજપે શું જવાબ આપ્યો?

ભાજપના સોશિયલ મીડિયા પ્રમુખ અમિત માલવિયે ટ્વીટ કરીને કેજરીવાલ પર સવાર ઊઠાવ્યા છે. અમિત માલવીયએ કહ્યું, "કારણ કે કશ્મીર ફાઇલ્સ હિંદુઓના નરસંહારની કહાણી છે, તેથી જ આ અર્બન નક્સલના પેટમાં દુખી રહ્યું છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

અમિત માલવિયએ એ ફિલ્મોનો ઉલ્લેખ કર્યો જેને કેજરીવાલે દિલ્હીમાં ટૅક્સ ફ્રી જાહેર કરી હતી. તેમાં 'નીલ બટે સન્નાટા', 'સાંડ કી આંખ'નો સમાવેશ થાય છે.

વળી આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જનારા કપિલ મિશ્રાએ પણ કેજરીવાલ પર નિશાન સાધતાં લખ્યું, "જ્યારે બીજી ફિલ્મોની વાત આવે છે તો કેજરીવાલની ઘોષણા- ટૅક્સ ફ્રી. જ્યારે હિંદુઓનાં દુખ દર્શાવતી ફિલ્મની વાત હોય તો કેજરીવાલના આ શબ્દો તો જુઓ! આ કેજરીવાલ હસી રહ્યા નથી, અંદરથી ડરી પડ્યા છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

દિલ્હીના ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પણ કેજરીવાલના આ નિવેદન પર ટિપ્પણી કરતાં કહ્યું, "વિધાનસભામાં અરવિંદ કેજરીવાલે 'ધ કશ્મીર ફાઇલ્સ'ને 'જૂઠ્ઠી ફિલ્મ' કહીને કાશ્મીરી પંડિતોના સામૂહિક નરસંહારની નિંદા કરી છે. આમ આદમી પાર્ટી હિંદુવાદી હોવાનો દાવો કરે છે અને આવી રીતે હસીમજાક કરીને તેમનો મજાક ઊડાવે છે. દેશનો હિંદુ તમને માફ નહીં કરે."

line

વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મના ફ્રી સ્ક્રીનિંગનો વિરોધ કર્યો

ધ કશ્મીર ફાઇલ

ઇમેજ સ્રોત, @ANUPAMPKHER

ઇમેજ કૅપ્શન, અનુપમ ખેર દ્વારા કરવામાં આવેલી ફિલ્મની એક તસવીર

ફિલ્મમાં 1990ના દશકમાં કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતો વિરુદ્ધ થયેલી હિંસા અને ત્યાર બાદ થયેલા પલાયનને દર્શાવવામાં આવ્યું છે.

ફિલ્મના સમર્થકોનું કહેવું છે કે આ ફિલ્મ કાશ્મીરી પંડિતોના પલાયનનું સત્ય રજૂ કરે છે. જ્યારે તેના ટીકાકારોનો તર્ક છે કે ફિલ્મ ખૂબ હિંસક છે અને આ ઘટનાઓનો એક જ પક્ષ દર્શાવે છે.

ઘણાં હિંદુવાદી સંગઠનોએ પણ આ ફિલ્મ જોવા માટે આહ્વાન કર્યું છે. તાજેતરમાં જ હરિયાણાના એક નેતાએ ફિલ્મની ફ્રી સ્ક્રીનિંગની જાહેરાત કરી હતી પરંતુ વિવેક અગ્નિહોત્રીએ તેનો વિરોધ કર્યો હતો.

હરિયાણાના મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટરને ટૅગ કરીને કરેલા ટ્વીટમાં તેમણે લખ્યું, "ખુલ્લામાં ફ્રીમાં ફિલ્મ સ્ક્રીન કરવી એ અપરાધ છે, હું ખટ્ટરજીને આ રોકવા અપીલ કરું છું. રાજનૈતિક નેતાઓએ રચનાત્મક વેપારનું સન્માન કરવું જોઈએ, સાચા રાષ્ટ્રવાદ અને સામાજિક સેવાનો અર્થ છે કે ટિકિટ લઈને કાયદેસર રીતે ફિલ્મ જોવામાં આવે."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો