નરેન્દ્ર મોદી : 72વર્ષની વયે બે કલાક ઊંઘીને કામ કરવું શક્ય છે? શરીર માટે કેટલી ઊંઘ જરૂરી?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 એપ્રિલ 2023ના રોજ તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 100 હપ્તા પૂર્ણ કર્યા છે. વડા પ્રધાન તરીકેની વ્યસ્ત અને તણાવપૂર્ણ જવાબદારી વચ્ચે પણ નરેન્દ્ર મોદી 'મન કી બાત', 'પરીક્ષા પે ચર્ચા' જેવા વિવિધ કાર્યક્રમોના માધ્યમની મદદથી દેશના નાગરિકો સાથે સંવાદ કરતા રહે છે. એ સમયે હજારો લોકોના મનમાં એક સવાલ હંમેશાં થાય છે કે તેઓ 72 વર્ષની વયે પણ આ તમામ કામ માટે સમય કેવી રીતે કાઢી લે છે અને 24 કલાકના દિવસમાં આરામ અને ઊંઘ માટે કેટલો ફાળવે છે?

ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે વડા પ્રધાનની ઊંઘ વિશે ગત વર્ષ 2022માં એક નિવેદન આપ્યું હતું કે, "નરેન્દ્ર મોદી 22 કલાક કામ કરે છે. અત્યારે તેઓ પ્રયોગ કરી રહ્યા છે. ઊંઘવાની જરૂર જ ન પડે એવી સાધના તેઓ કરી રહ્યા છે."

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Ani

ચંદ્રકાંત પાટીલે કરેલા દાવાને પગલે, માણસના શરીર માટે કેટલી ઊંઘ જરૂરી છે, તે વિશે ચર્ચા શરૂ થઈ હતી.

નિષ્ણાતો કહે છે કે નીરોગી જીવન માટે વયસ્કોએ સામાન્ય રીતે રોજ રાતે સાતથી આઠ કલાક ઊંઘવું જોઈએ. તેનાથી શરીરના અવયવોને તથા શરીરને આરામ મળે છે. સતત અપૂરતી કે અધૂરી ઊંઘ આરોગ્ય માટે જોખમી છે.

માત્ર બે કલાક ઊંઘવું ખરેખર સારું છે? ઓછું ઊંઘવું સારું કે ખરાબ? ઊંઘ્યા વિના સતત કામ કરતા રહેવું શક્ય છે? નીંદર કરવાના ફાયદા કેટલા? અમે આ સવાલોના જવાબ નિષ્ણાતો પાસેથી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

line

માણસે કેટલા કલાક ઊંઘવું જરૂરી છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

છ કલાકથી ઓછો સમય ઊંઘ લેતા લોકોને 'શોર્ટ સ્લીપર્સ' અને 10 કલાકથી વધારે ઊંઘ લેતા લોકોને 'લૉન્ગ સ્લીપર્સ' કહેવામાં આવે છે.

શરીર અને માનસિક આરોગ્યની જાળવણી માટે માણસે સામાન્ય રીતે દરરોજ આઠ કલાક ઊંઘવું જોઈએ એવું કહેવામાં આવે છે. શરીરને રિચાર્જ કરવા માટે ઊંઘવું જરૂરી છે.

  • 18 વર્ષથી વધુ વયની વ્યક્તિએ આઠ કલાક ઊંઘવું જોઈએ
  • 13થી 18 વર્ષની વયનાં છોકરા-છોકરીઓએ નવ કલાક ઊંઘવું જોઈએ
  • 6થી 12 વર્ષનાં બાળકોએ સાડા દસ કલાક ઊંઘવું જોઈએ
  • 3થી પાંચ વર્ષનાં બાળકોએ સાડા અગિયાર કલાક ઊંઘવું જોઈએ
  • એક-બે વર્ષનાં બાળકો માટે 13 કલાકની, જ્યારે નવજાત બાળકો માટે 14 કલાકની ઊંઘ આવશ્યક છે

ફોર્ટિસ-હીરાનંદાની હૉસ્પિટલના ડૉ. પ્રેયસ વૈદ્ય કહે છે કે "વિકસિત દેશોમાં બે-તૃતીયાંશ લોકોને રાતે આઠ કલાક શાંતિથી ઊંઘવા મળતું નથી."

વેકફિટ નામની એક કંપનીએ લોકોની ઊંઘવાની પેટર્ન બાબતે એક સર્વેક્ષણ કર્યું હતું. તેમાં મહાનગરોમાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે તેઓ રાતે બહુ મોડા ઊંઘતા હોવાથી તેમની ઊંઘ પૂરી થતી નથી. કેટલાક લોકોને એવો ભય છે કે તેઓ અનિદ્રાના રોગના શિકાર બન્યા છે."

વૉકહાર્ટ હૉસ્પિટલના ઇન્ટરવેન્શનલ ન્યૂરોલૉજિસ્ટ ડૉ. પવન પૈ કહે છે કે "શરીરનો થાક ઉતારવા માટે ઊંઘવું અત્યંત આવશ્યક છે."

line

ઓછું ઊંઘવું સારું કે ખરાબ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સતત અપૂરતી કે ઓછી ઊંઘ આરોગ્ય માટે હાનિકારક છે.

બદલાયેલી જીવનશૈલી, કામનો જોરદાર તણાવ, રાત્રે ઊંઘતા પહેલાં મોબાઇલનો ઉપયોગ, ચા-કૉફીનું વધારે પડતું સેવન જેવાં અસંખ્ય કારણો ઓછી ઊંઘ માટે જવાબદાર છે. ઘણા લોકો તેમને રાતે ઊંઘ ન આવતી હોવાની ફરિયાદ કરે છે, પણ લાંબા ગાળે પરિણામ શું આવે છે, તે જાણી શકાયું નથી.

વયસ્ક લોકોએ દરરોજ સાતથી આઠ કલાક ઊંઘવું આવશ્યક છે. સતત છથી સાત કલાકથી ઓછી ઊંઘની શરીર પર લાંબા ગાળે માઠી અસર થતી હોવાનું ડૉ. વૈદ્ય જણાવે છે.

  • તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે
  • કૅન્સર તથા અલ્ઝાઇમર જેવા રોગ થવાની શક્યતા બમણી થાય છે
  • ડાયાબિટીસ થવાની શક્યતા વધે છે
  • ઓછી ઊંઘને કારણે હૃદયની રક્તવાહિનીઓમાં વિક્ષેપ સર્જાવાની શક્યતા વધે છે. તેને કારણે હૃદયરોગના હુમલાનું જોખમ વધે છે

રાતે ઊંઘ બરાબર ન થઈ હોય તો બીજી દિવસે આંખોમાં ઊંઘનો ભાર રહે છે. તેની સીધી અસર કામ પર થાય છે. ચીડિયાપણું, કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે અને ગુસ્સો પણ તરત જ આવે છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

બ્રિટનના આરોગ્ય વિભાગની માહિતી અનુસાર, એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો રાતે સાતથી ઓછા કલાક ઊંઘતા હોય તેમનું વજન વધારે હોય છે. તેનું કારણ એ છે કે પૂરતી ઊંઘ ન લેવાથી શરીરમાં ગ્રેલિન નામના હોર્મોનનું પ્રમાણ વધે છે. તેથી વ્યક્તિને સતત ભૂખ્યા હોવાનો અહેસાસ થતો રહે છે.

મનોચિકિત્સક ડૉ. હરેશ શેટ્ટી કહે છે કે "સ્લીપ ડિપ્રાઇવેશન એટલે કે ઓછી ઊંઘ લેવાનું શારીરિક નુકસાન આપણા ધાર્યા કરતાં ઘણું વધારે છે."

ઓછી ઊંઘને કારણે શરીરમાં સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ વધે છે. તેથી સતત ઓછું ઊંઘતી સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન વધારે તકલીફ થવાની શક્યતા હોય છે.

જુદી-જુદી શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓએ ખોટા સમયે ઊંઘવું પડે છે અથવા તેઓ અપૂરતી ઊંઘ લેતા હોય છે. તેમને ડાયાબિટીસ અથવા હાઈ બ્લડપ્રેશરની તકલીફ થઈ શકે છે.

નેશનલ હેલ્થ સર્વિસના એક સર્વેક્ષણના તારણ અનુસાર, નિયમિત કર્મચારીઓની સરખામણીએ શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓના બીમાર થવાની શક્યતા વધારે હોય છે. શિફ્ટમાં મહેનતવાળું કામ કરતા લોકોને પૂરતી ઊંઘ મળતી નથી અને તેમને જાતજાતના રોગ થવાની શક્યતા હોય છે.

line

દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાત અલગ-અલગ હોય છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઓછી ઊંઘ લેવાના ગુણની ચર્ચા થાય છે એ જ રીતે બ્રિટનનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન માર્ગારેટ થેચર ચારથી પાંચ કલાક જ ઊંઘતાં હતાં.

બ્રિટનના આરોગ્ય વિભાગની માહિતી મુજબ, પ્રત્યેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાત અલગ-અલગ હોઈ શકે છે. તેથી પોતાના માટે કેટલી ઊંઘ જરૂરી છે તે દરેકે જાણી લેવું જોઈએ. જે રીતે સતત ઓછી ઊંઘ આરોગ્ય માટે હાનિકારક છે તેમ વધારે પડતી ઊંઘ પણ આરોગ્ય માટે નુકસાનકારક છે.

ડૉ. પવન પૈ કહે છે કે, "વધારે પ્રમાણમાં ઊંઘવાની બહુ માઠી અસર થાય છે. તેથી હૃદયરોગના હુમલાની શક્યતા વધે છે."

એ સિવાય સ્લીપ ઍપ્નિયાના દર્દીઓને અન્યોની સરખામણીએ દિવસે અને રાત્રે વધારે ઊંઘ આવે છે. તેથી વધારે પડતી ઊંઘ આવતી હોય તો તેના પ્રત્યે દુર્લક્ષ ન સેવવું જોઈએ અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાતનું પ્રમાણ અલગ-અલગ શા માટે હોય છે, તેનાં કારણ આપતાં નાગપુરના મનોચિકિત્સક ડૉ. પ્રીતમ ચાંડક કહે છે કે, "વ્યક્તિના શરીરના અવયવોનું કાર્ય, ચયાપચયની ક્રિયા તેણે કેટલી ઊંઘ લેવી જોઈએ તે નક્કી કરે છે."

વ્યક્તિને કેટલી ઊંઘની જરૂર છે, તેનો આધાર તેના શરીરના બંધારણ પર હોય છે.

ડૉ. પ્રીતમ ચાંડક ઉમેરે છે કે, "સરેરાશ વ્યક્તિના શરીરને રિફ્રૅશ થવામાં સાત-આઠ કલાક થાય છે, જ્યારે કેટલાકના શરીરને રિફ્રૅશ થવામાં તેનાથી ઓછો સમય લાગે છે."

પૂરતી ઊંઘ ન થવાનો અર્થ વ્યક્તિને કોઈ બીમારી છે તેવો હંમેશાં થતો નથી. એવી વ્યક્તિઓને તેમના શારીરિક બંધારણને લીધે તેમને ઓછી ઊંઘની જરૂર પડે છે. કોઈ પણ વ્યક્તિ સતત 24 કલાક કામ કરી શકતી નથી.

અમેરિકન એકૅડેમી ઑફ ન્યૂરોલૉજીના એક સંશોધકના જણાવ્યા મુજબ, સતત નવ કલાકથી વધારે ઊંઘવાથી કે બપોરે લાંબો સમય ઊંઘવાથી હૃદયરોગના હુમલાનું જોખમ વધે છે.

યોગસાધના વડે ઊંઘનું પ્રમાણ ઘટાડવું શક્ય છે? યોગના અભ્યાસુઓ કહે છે કે વર્ષો સુધી યોગસાધના કરવાથી ઊંઘનું પ્રમાણ ઘટાડી શકાય છે તે વાત સાચી છે. તેનું કારણ એ હોય છે કે યોગસાધનાને કારણે વ્યક્તિનું મન શાંત હોય છે. તેનું સ્ટ્રેસ લેવલ બહુ નીચું હોય છે. તેથી ઊંઘનું પ્રમાણ ઓછું હોય છે.

line

શરીર માટે ઊંઘ શા માટે જરૂરી છે?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

આપણે આખો દિવસ કામ કરીએ છીએ. તેથી આપણને શારીરિક તથા માનસિક થાક લાગે છે. શરીરને થયેલા નુકસાનની ભરપાઈ માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

ઊંઘવાથી હૃદયના ધબકારાની, શ્વાચ્છોશ્વાસની ગતિ ધીમી પડે છે અને સ્નાયુઓને આરામ મળે છે.

હવે પૂરતી ઊંઘ લેવાના ફાયદા જાણી લઈએ.

  • દરરોજ પૂરતી ઊંઘ લેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે
  • માનસિક આરોગ્ય સારું રહે છે. ચીડિયાપણામાં ઘટાડો થાય છે
  • સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો પાંચ કલાકથી ઓછી ઊંઘ લે છે તેમને ટાઇપ-ટુ ડાયાબિટીસ થવાની શક્યતા હોય છે. તેથી યોગ્ય પ્રમાણમાં ઊંઘવાથી ડાયાબિટીસનું જોખમ ટાળી શકાય છે

ઊંઘ માત્ર જીવવા માટે જ જરૂરી નથી, બલ્કે શરીરનાં મહત્ત્વનાં કાર્યો માટે પણ આવશ્યક છે.

વૉકહાર્ટ હૉસ્પિટલના ન્યૂરોલૉજિસ્ટ ડૉ. પ્રશાંત મખિજા કહે છે કે "પૂરતી ઊંઘ લેવાથી સ્મરણશક્તિ મજબૂત થાય છે. જીન્સની કામગીરી, પ્રોટીનના સંશ્લેષણ અને વૃદ્ધિ માટે ઊંઘવું જરૂરી છે. તેનાથી શરીરમાં ઊર્જાનો સંચય થાય છે. થર્મોરેગ્યુલેશન માટે પણ ઊંઘવું જરૂરી છે."

line

ઊંઘ વિશેની ગેરસમજ અને સત્ય

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

માણસે કેટલા કલાક ઊંઘવું જોઈએ અને માણસ માટે કેટલા કલાકની ઊંઘ જરૂરી છે એ બાબતે અનેક ગેરસમજ પ્રવર્તે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ ગેરસમજો લોકોની ચિંતામાં વધારો કરે છે.

  • શરીરને ઓછા આરામની જરૂર હોય છે એવી એક ગેરસમજ છે. તેની શરીર પર અવળી અસર થાય છે.
  • સ્લીપ ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ, વયસ્ક લોકો માટે કમસે કમ પાંચ કલાકની ઊંઘ પૂરતી છે, એવું માનવું ભૂલભરેલું છે. આવું ચાલીસ લાખમાંથી એક વ્યક્તિ માટે આનુવાંશિક પરિવર્તનને કારણે શક્ય હોય છે. એવા લોકો ઓછું ઊંઘવા છતાં કાયમ ફ્રૅશ રહી શકતા હોય છે.
  • વ્યક્તિ કેટલા કલાક ઊંઘે છે તેની સાથે વ્યક્તિ કેટલી સારી રીતે ઊંઘી શકે છે તેના પર પણ ધ્યાન આપવું જોઈએ.
  • લાંબા સમય સુધી ઊંઘવું સારું છે તે એક ગેરસમજ છે. શરીરની જરૂરિયાત કરતાં વધારે ઊંઘવાથી આરોગ્ય સંબંધી સમસ્યાઓ સર્જાઈ શકે છે.
  • વધારે વયના લોકોએ વધારે ઊંઘવું જોઈએ તે પણ ગેરસમજ છે. વયોવૃદ્ધ લોકો ઓછું ઊંઘતા હોય છે.
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો