You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શશી થરૂરે કહ્યું, નરેન્દ્ર મોદી વાજપેયીની જેમ વાત કરે છે પણ કામ નથી કરતા - પ્રેસ રિવ્યૂ
કૉંગ્રેસ નેતા શશી થરૂરે મંગળવારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખતે અટલ બિહારી વાજપેયીની જેમ સાચી વાતો કહી દે છે, પરંતુ તેમના શબ્દોને સત્યમાં પરિવર્તિત કરતા નથી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, પત્રકાર સાગરિકા ઘોષ દ્વારા લખાયેલી અટલ બિહારી વાજપેયીની આત્મકથાના વિમોચન દરમિયાન થરૂરે આમ કહ્યું હતું.
શશી થરૂરે કહ્યું હતું કે કેટલીક વખત તેઓ (વડા પ્રધાન મોદી) ભાષણોમાં સાચી વાત કહીને પોતાની અંદરના વાજપેયીને બહાર કાઢે છે, પરંતુ તેમના શબ્દોને અનુસરતા નથી. જે મોટો તફાવત છે.
તેમણે મોદીના કાશ્મીરપ્રવાસને યાદ કર્યો હતો. જેમાં મોદીએ કાશ્મીરમાં પ્રવાસનને પ્રોત્સાહિત કરવાની સાથે યુવાઓને ઉગ્રવાદના માર્ગથી દૂર રહેવા અપીલ કરી હતી.
ભગવંત માનની આજે મુખ્ય મંત્રી તરીકે શપથવિધિ
આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન આજે પંજાબના મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે. ભગવંત માનનો શપથગ્રહણ સમારોહ પંજાબના નવાંશહરસ્થિત ભગતસિંહના પૈતૃક ગામ ખટકડકલાંમાં યોજાયો છે.
અહેવાલો પ્રમાણે આ સમારોહમાં કોઈ વીઆઈપીને આમંત્રણ આપવામાં આવ્યું નથી. સામાન્ય લોકોને આ સમારોહમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
જોકે, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ આ શપથગ્રહણ સમારોહમાં જોડાશે.
જ્યારે, પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પણ શપથ અપાવવા માટેપહોંચી ગયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભગવંત માને સમારોહ માટે પુરુષોને પીળી પાઘડી અને મહિલાઓને પીળી શાલ પહેરવા અપીલ કરી છે.
ભગતસિંહની પીળી પાઘડીને ધ્યાને રાખીને આ અપીલ કરવામાં આવી છે. ભગવંત માન ખુદ પીળી પાઘડી પહેરે છે.
પાંચ વર્ષમાં 350 શિક્ષકો ફરજ છોડીને જતા રહ્યા : ગુજરાત સરકાર
મંગળવારે ગુજરાત સરકારે વિધાનસભામાં જણાવ્યું કે રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગના 350 શિક્ષકો સરકારને જાણ કર્યા વગર ફરજ છોડીને ચાલ્યા ગયા છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશના પ્રશ્નના ઉત્તરમાં આ માહિતી આપી હતી.
કુલ 350માંથી 320 પ્રાથમિક વિભાગના શિક્ષકો હતા. જેમાંથી 99 શિક્ષકો વિદેશ ચાલ્યા ગયા છે.
શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું કે શિક્ષાત્મક પગલાંના ભાગરૂપે 128 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે અને 70 શિક્ષકોને સંલગ્ન જિલ્લાના શિક્ષણવિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો