You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેન સંઘર્ષ : રશિયાના યુક્રેન પર હુમલા બાદ સોશિયલ મીડિયામાં 'અખંડ ભારત'ની માગ કેમ ઊઠી?
- લેેખક, મેધાવી અરોરા
- પદ, બીબીસી સંવાદદાતા
યુક્રેન પર હુમલો થયા બાદ ભારતીય સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાયેલું જોવા મળ્યું છે. એક બાજુ કેટલાક સોશિયલ મીડિયા યૂઝર આ હુમલાની નિંદા કરીને હિંસા ખતમ કરવાની અપીલ કરી રહ્યા છે, તો કેટલાક લોકો પુતિનનાં વખાણ કરીને વડા પ્રધાન મોદીને તેમના રસ્તે ચાલવાની માગ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એવી ઘણી ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ભારતે વિવાદિત ક્ષેત્રો જેવાં કે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર અને અક્સાઈ ચીનને પાકિસ્તાન અને ચીન પાસેથી પાછા લેવાની માગ કરવામાં આવી રહી છે.
કેટલીક ટિપ્પણીઓમાં રશિયાના હુમલાને અખંડ રશિયાની દિશામાં ઉઠાવેલું પગલું ગણવામાં આવી રહ્યું છે. આ સાથે જ અખંડ ભારતની માગ ઊઠી રહી છે અને સાથે જ નક્શાઓ પણ શૅર કરવામાં આવી રહ્યા છે.
અખંડ ભારતનો અર્થ શું છે?
અખંડ ભારતનો અર્થ એ ક્ષેત્રથી છે, જો તે હોત તો તેમાં પાકિસ્તાન અને ચીન સાથેના વિવાદિત ક્ષેત્રોની સાથેસાથે ભારતના ઘણા પાડોશી દેશો શામેલ હોત.
ભાજપ અને આરએસએસના સદસ્યો તરફથી પહેલા પણ આ માગ ઉઠાવવામાં આવી હતી.
આ ટ્રૅન્ડ ટ્વિટરથી લઈને ફેસબુક પર જોવા મળ્યો હતો. ટ્વિટર પર ઘણા વૅરિફાઇડ ઍકાઉન્ટ્સ પણ આ માગ ઉઠાવી રહ્યા છે અને ફેસબુકમાં પણ લાખો સદસ્યો ધરાવતા ઘણા ગ્રૂપ્સમાં આ વિશે ચર્ચા થઈ રહી છે.
ક્યા પ્રકારની પોસ્ટ કરવામાં આવી રહી છે?
ભાજપના નેતા અને આંબેડકરનગરના પૂર્વ સાંસદ હરિઓમ પાંડેએ પોતાના 80 હજારથી વધુ ફૉલોઅર ધરાવતા વૅરિફાઇડ એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરી હતી.
આ જ રીતે ભાજપના આઈટી સેલ સાથે સંકળાયેલા શિવરાજસિંહ દાબીએ 30 હજારથી વધુ ફૉલોઅર ધરાવતા વૅરિફાઇડ એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું છે કે, "રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું કે કઈ રીતે ફરી એક વખત અખંડ રશિયા બની શકે છે. આપણે પણ અખંડ ભારતની આશા ન ખોવી જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક પોસ્ટ લેખક ભાવના અરોરાએ પણ પોતાના 1.69 લાખ ફૉલોઅર ધરાવતા વૅરિફાઇડ એકાઉન્ટ પરથી કરી છે.
તેમણે લખ્યું છે કે, "જોકે, હવે એ વાતની ખબર પડી ગઈ છે કે નેટો અને યુએનની ક્ષમતા શું છે તો હવે સમય આવી ગયો છે કે આપણે પીઓકે પાછું લઈ લઈએ."
તામિલનાડુનાં એક પત્રકારે લખ્યું છે કે, "હવે પીઓકે પાછું લેવા માટે આપણી પાસે એક ટૅમ્પલેટ છે."
અન્ય ટિપ્પણીઓમાં વિવિધ પ્રકારના મીમ્સ શૅર કરવામાં આવ્યાં છે.
નિંદા કરવાથી બચી રહેલું ભારત
વડા પ્રધાન મોદીએ શુક્રવારે રાષ્ટ્રપતિ પુતિન સાથે થયેલી વાતચીતમાં હિંસા રોકવા અને વાટાઘાટ પર ભાર આપવાની અપીલ કરી છે.
ભારતે યુક્રેનની સ્થિતિ પર ખેદ તો વ્યક્ત કર્યો જ છે, પરંતુ રશિયાના હુમલાની નિંદા પણ કરી નથી.
આ સાથે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેન પર થયેલા હુમલાની નિંદા તો કરી પરંતુ વોટિંગમાં ભાગ ન લીધો. અર્થાત તેમણે ના તો યુક્રેન અને ના તો રશિયાના પક્ષમાં વોટ આપ્યો.
જોકે, સોશિયલ મીડિયા પર ઊઠેલી માગની વાત કરીએ તો યુક્રેન પર રશિયાના હુમલાની તુલના ચીન અને પાકિસ્તાન પાસેથી વિવાદિત ક્ષેત્રો પાછા લેવાથી વધારે જોખમી છે.
સૌથી મોટું જોખમ એ છે કે યુક્રેને 1990માં પોતાનાં પરમાણુ હથિયારો ત્યાગી દીધાં હતાં. જ્યારે ચીન અને પાકિસ્તાન પરમાણુ હથિયારસંપન્ન રાષ્ટ્ર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો