You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL Auction 2022: એ સ્ટાર ખેલાડીઓ જે હરાજીમાં બાકાત રહી શકે છે
સમાચાર સંસ્થા એએનઆઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનાં સૂત્રોને ટાંકીને લખે છે કે આઇપીએલની 2022ની સિઝનનું આયોજન ભારતમાં થશે પણ તેમાં દર્શકોને પ્રવેશ નહીં આપવામાં આવે.
બીજી તરફ 2022ની સિઝન માટે ખેલાડીઓની હરાજી યોજાવા જઈ રહી છે અને આ હરાજીમાં અનેક જાણીતા ખેલાડીઓ ગાયબ રહી શકે છે.
ઉલ્લેખનીય છે કે ભારત સહિત દુનિયાના અનેક દેશોના 1200થી વધારે ખેલાડીઓએ આઇપીએલની 15મી સિઝનની હરાજીમાં પોતાનું નામાંકન કરાવ્યું છે. આ હરાજી 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં થવાની છે.
હરાજીમાં કોણ ગાયબ અને કોણ સામેલ?
ઇંગ્લૅન્ડના ક્રિકેટર બૅન સ્ટૉક્સ, ઑસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક અને વેસ્ટ ઇન્ડિઝના ખતરનાક બૅટ્સમૅન ક્રિસ ગેલ હરાજીમાંથી બાકાત રહી શકે છે એવા અહેવાલો છે.
સમાચાર સંસ્થા એએફપીના અહેવાલ અનુસાર હરાજીમાં ગાયબ ખેલાડીઓની લાંબી યાદીમાં ઇંગ્લિશ ક્રિકેટર જોફરા આર્ચર, ક્રિસ વૉક્સ અને સેમ કરન પણ સામેલ છે.
સ્ટૉક્સ અને વૉક્સ બેઉ તાજેતરમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી એશિઝ સીરિઝમાં ઇંગ્લૅન્ડની ટીમમાં હતા. આ સિરીઝ ઇંગ્લૅન્ડ ખરાબ રીતે હારી ગયું હતું.
આ સિવાય કદી આઇપીએલ ન રમનાર ઇંગ્લૅન્ડની ટીમના કૅપ્ટન જો રૂટ પણ વખતે પણ હરાજીમાંથી બહાર છે. જોકે, ફાસ્ટ બૉલર માર્ક વુડ અને ઑસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી ડેવિડ વૉર્નર, પેટ કમિન્સ હરાજીમાં રહેશે.
હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલની નવી ટીમ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વર્ષે આઇપીએલમાં અમદાવાદ અને લખનૌની બે નવી ટીમો જોડાઈ છે અને ખેલાડીઓની હરાજી હવે કુલ દસ ટીમો માટે થવાની છે.
ભારતીય ટીમના ઓપનર કે. એલ. રાહુલ લખનૌની ટીમના કૅપ્ટન છે તો ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અમદાવાદની ટીમના કૅપ્ટન છે.
લખનૌની ટીમ કે. એલ. રાહુલને 17 કરોડ રૂપિયામાં સાઇન કર્યા છે જે ટુર્નામેન્ટના ઇતિહાસમાં વિરાટ કોહલી સાથે સંયુક્ત રીતે સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે. 2018માં થયેલી હરાજીમાં વિરાટ કોહલીને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 17 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
લખનૌની ટીમના માલિક સંજીવ ગોયન્કાએ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું કે, "હું કેએલ રાહુલની બૅટિંગ અને વિકેટકિપિંગથી નહીં પરંતુ તેમની નેતાગીરીની ક્ષમતાથી પ્રભાવિત થયો છું."
અમદાવાદની ટીમની ફ્રેન્ચાઇઝી ગ્લોબલ ઇક્વિટીના ક્ષેત્રમાં દિગ્ગજ મનાતી કંપની સીવીસી કૅપિટલે ખરીદેલી છે.
સીવીસી કૅપિટલ ભારતની ટીમના ઑલરાઉન્ડર અને પ્રખ્યાત ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યાને કપ્તાની આપી છે.
અમદાવાદની ટીમે હાર્દિક પંડ્યા સિવાય અફઘાનિસ્તાનના સ્ટાર લેગ-સ્પિનર રાશીદ ખાનને 15 કરોડ રૂપિયામાં અને યુવા બૅટ્સમૅન શુભમન ગિલને આઠ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો