પંચમહાલ બ્લાસ્ટ : ત્રણ કામદારોનાં મૃત્યુ, આ ફેકટરીમાં શું બનતું હતું?

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ છે.

કંપનીના એચઆર વિભાગના અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે આ ઘટનામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે અને પંદરેક લોકોને ઈજા થઈ છે.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે જે સમયે બ્લાસ્ટ થયો હતો, ત્યારે કંપનીમાં 300થી વધુ લોકો હતા.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

એચઆરના અધિકારીના જણાવ્યા પ્રમાણે કંપનીમાં ફર્સ્ટ શિફ્ટમાં 44 અને જનરલ શિફ્ટમાં 273 લોકો આવ્યા હતા.

ગુરુવારે સવારે દસ વાગ્યાની આસપાસ અહીં બ્લાસ્ટ થયો હતો, ધડાકો થયો તે વખતે કંપનીમાં 300થી વધારે કામદારો કામ રહી રહ્યા હતા.

બીબીસી ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહ જણાવે છે કે સ્થાનિકો મુજબ ધડાકાનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.

ઘોઘંબાના રણજિતનગરમાં આવેલી GFL કંપનીમાં બ્લાસ્ટ થતાં અનેક ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતાં કંપની બહાર સ્થાનિક રહીશો ભેગા થયા હતા.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટનામાં ઈજા પામેલા લોકોને તાત્કાલિક હૉસ્પિટલમાં પહોંચાડી યોગ્ય સારવારનો પ્રબંધ કરવાના આદેશ આપ્યા છે.

મુખ્ય મંત્રી આ દુર્ધટનાની વધુ વિગતો માટે જિલ્લા કલેક્ટરના સતત સંપર્કમાં છે.

line

આ કંપનીમાં શું બનતું હતું?

પંચમહાલના ઘોઘંબામાં ફેકટરીમાં બ્લાસ્ટ

ઇમેજ સ્રોત, Daxesh Shah

ઇમેજ કૅપ્શન, પંચમહાલના ઘોઘંબામાં ફેકટરીમાં બ્લાસ્ટ

ગુજરાત ફ્લોરો કેમિકલ્સની વેબસાઇટ પરની વિગતો મુજબ કંપનીના ત્રણ સ્થળે પ્લાન્ટ આવેલા છે.

વેબસાઇટમાં આપેલી વિગતો પ્રમાણે, ઘોઘંબાના રણજિતનગરના પ્લાન્ટમાં ફ્લોરોસ્પેશિયાલિટી અને રેફ્રિજરન્ટ્સનું ઉત્પાદન થાય છે.

ફ્લોરોસ્પેશિયાલિટીની પ્રોડક્ટ ફાર્મા અને કૃષિરસાયણોના ઉદ્યોગમાં વપરાય છે.

કંપની ફ્લોરોસ્પેશિયાલિટી રસાયણોમાં ઇથાઇલ ડાય ફ્લોરો એસિટેટ, ઇથાઇલ 1,1,2,2-ટેટ્રાફ્લોરોઇથાઇલ ઇથર અને 2,6-ડાયક્લોરો-4-ટ્રાયફ્લોરોમિથાઇલ એનિલિન (જંતુનાશકોમાં વપરાય છે), ડાયફ્લોરો મિથેન સલ્ફોનિલ ક્લોરાઇડ, બ્રોમો ટ્રાયફ્લોરોમિથેન, 2-4 ડાયફ્લોરોબેન્ઝાઇલેમાઇન, 1,3 ડાયફ્લોરો બેન્ઝીન અને ટ્રાયઇથાઇલ ઓર્થોફૉર્મેટ બનાવે છે.

આમાંથી મોટાભાગનાં રસાયણો ફાર્માસ્યુટિકલ અને જંતુનાશકના ઇન્ટરમીડિયેટ્સમાં વપરાય છે.

કંપનીએ વેબસાઇટ પર પૂરી પાડેલી વિગતો પ્રમાણે, રેફ્રિજરન્ટ્સમાં આર22, આર32, આર125, આર134એ, આર407સી અને આર410એ બનાવે છે.

રેફ્રિજરન્ટ્સ ફાર્માસ્યુટિકલ, ઍરકન્ડિશનિંગ અને કોલ્ડ વેરહાઉસમાં વપરાય છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો