ગુજરાત સહિત દેશમાં ટમેટાંના ભાવ કેમ વધી રહ્યા છે?
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
સામાન્ય રીતે શિયાળા દરમિયાન દેશના મહત્તમ ભાગોમાં ટમેટાં 15-20 રૂપિયા કિલોના ભાવે મળતાં હોય છે, પરંતુ આ વર્ષે દેશનાં કેટલાંક શહેરોમાં ટમેટાંના ભાવ આસમાને પહોંચ્યા છે.
ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં ટમેટાંના ભાવ પ્રતિકિલો 100 રૂપિયાને પાર છે અને સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે ક્યાંક-ક્યાંક 150 રૂપિયાની કિંમતે પણ વેચાઈ રહ્યા છે.
કેટલાંક શહેરોના રિટેલ માર્કેટમાં ટમેટાંનો ભાવ પ્રતિકિલો 80 રૂપિયાથી વધારે છે. દક્ષિણ ભારતનાં કેટલાંક શહેરોમાં તો આ ભાવ 120 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
સમાચાર એજન્સી પીટીઆઈના એક અહેવાલ મુજબ, કેરળમાં એક કિલો ટમેટાંનો ભાવ 90થી 120 રૂપિયાની આસપાસ છે, જ્યારે રાજધાની દિલ્હીમાં તે 90થી 110 રૂપિયા સુધી છે.

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિસિલના રિસર્ચ પ્રમાણે કમોસમી વરસાદના કારણે ભારતના ઘણા ભાગોમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. આ રિપોર્ટ અનુસાર આગામી બે મહિના સુધી ટમેટાંના ભાવ ઘટવાની શક્યતા નથી.
કર્ણાટકમાં ટમેટાંની સારી એવી ખેતી થાય છે, પરંતુ હાલમાં ત્યાં સ્થિતિ એટલી વિકટ છે કે નાસિકથી શાકભાજી ત્યાં મોકલવામાં આવી રહી છે. રિસર્ચમાં નોંધ્યું છે કે, કર્ણાટકમાં ભારે વરસાદને કારણે પાકને ઘણું નુક્સાન થયું છે.
વરસાદને કારણે ટમેટાંના પુરવઠામાં વિક્ષેપ સર્જાવાને કારણે તેના ભાવ વધ્યા હોવાનું કહેવામાં આવે છે. ટમેટાંના વધતા ભાવથી વપરાશકારોને પરેશાન છે, ત્યારે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
ઑક્ટોબરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ટમેટાંનો પાક ખરાબ થઈ ગયો હતો અને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, પરંતુ ટમેટાંનો જે હિસ્સો ખેતરમાં બચ્યો છે તે ખેડૂતોની દૃષ્ટિએ સારા ભાવે વેચાઈ રહ્યો છે અને તેનાથી ખેડૂતોના નુકસાનની ભરપાઈ થઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર પ્રદેશના અમરોહામાં ટમેટાંની ખેતી કરતા આસિમ પઠાણ કહે છે, "ખેડૂતો અત્યારે થોડી રાહત અનુભવી રહ્યા છે. કમોસમી વરસાદને કારણે મોટાભાગનો પાક બરબાદ થઈ ગયો હતો. જે પાક બચ્ચો છે તે સારા ભાવે વેચાઈ રહ્યો છે."
સામાન્ય રીતે ટમેટાંનો ભાવ સારો હોય ત્યારે એક ક્રેટ 300 રૂપિયાના ભાવે વેચાતી હોય છે. એક ક્રેટમાં 25 કિલો ટમેટાં હોય છે. અત્યારે પ્રતિક્રેટ 1,000 રૂપિયાથી માંડીને 1,400 રૂપિયાના ભાવે ટમેટાં વેચાઈ રહ્યાં છે.
પઠાણ કહે છે કે, "પાછલા કેટલાક દિવસોથી ટમેટાંના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે. એક ક્રેટનો ભાવ 1,000થી વધુ રૂપિયા છે. કેટલાક કિસ્સામાં ક્રેટ 1,400 રૂપિયાના ભાવે છે."

10 રૂપિયાના બદલે 100ને પાર

ઇમેજ સ્રોત, ASIM PATHAN
આસિમના ગામ હેબતપુર-સલારપુરમાં મોટાભાગના ખેડૂતો ટમેટાંની ખેતી કરે છે.
શિયાળામાં દેશના મોટાભાગના હિસ્સાઓમાં ટમેટાંનો પાક લેવામાં આવતો હોય છે, પરંતુ ઉનાળામાં કેટલીક જગ્યાએ જ ટમેટાં ઉગાડવામાં આવે છે. આસિમ ટમેટાંની ખેતી ઉનાળામાં કરે છે.
આસિમ પઠાણ કહે છે, "આ અગાઉ શિયાળામાં ટમેટાંના ભાવ આટલા ઊંચા ક્યારેય નથી થયા. ભૂતકાળમાં આ સમયમાં પ્રતિકિલો 10 રૂપિયાના ભાવે ટમેટાં વેચવાનું મુશ્કેલ થઈ જતું હતું, કારણ કે બમ્પર પાક થતો હતો. આ વખતે વરસાદે પાક બગાડી નાખ્યો છે. જથ્થાબંધ બજારમાં માલ નથી તેથી માગ વધારે છે."
આસિમ કહે છે કે, "અમારા ગામની આસપાસ ઉનાળામાં આખા દેશમાંથી વેપારી અને ગ્રાહકો આવતા હોય છે, પરંતુ આ વખતે શિયાળામાં અન્ય પ્રદેશમાંથી વેપારીઓ આવ્યા છે. જથ્થાબંધ ધંધાર્થીઓ ઉપરાંત રિલાયન્સ ફ્રૅશ જેવી મોટી કંપનીઓ પણ ટમેટાં ખરીદવા પહોંચી ગઈ છે."
વર્ષોથી ટમેટાંની ખેતી કરતા આસિમ કહે છે કે, "ટમેટાંની ખેતી કરવી આસાન નથી. તેમાં બહુ ખર્ચ કરવો પડે છે. એક વીઘા જમીનમાં ટમેટાંનો પાક લેવા માટે 20,000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે. તેથી ખેડૂતોને યોગ્ય મૂલ્ય ન મળે તો મોટું નુકસાન થતું હોય છે."
કમોસમી વરસાદને કારણે ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના સ્વાર ક્ષેત્રમાં ટમેટાંનો પાક મોટાપાયે બરબાદ થઈ ગયો છે.
ઉત્તરાખંડમાં પડેલા વરસાદને કારણે અહીં પૂર આવ્યું હતું. દિલ્હી એનસીઆરને આ ક્ષેત્રમાંથી ટમેટાંનો પુરવઠો મળતો હતો, પરંતુ આ વખતે અહીંનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે.
રાનિશ ખાન નામના સ્થાનિક ખેડૂતે કહ્યું કે, "અમારા પ્રદેશમાં મોટાપાયે ટમેટાંની ખેતી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે એ પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે. એકાદ-બે ખેતરમાં જ પાક બચ્યો છે."
રાનિશના કહેવા મુજબ, "અમારે ત્યાં ઘણા લોકો જમીન ભાડે લઈને ટમેટાંનું વાવેતર કરતા હોય છે. એ લોકોને મોટું નુકસાન થયું છે, પાક બરબાદ થવાને કારણે ટમેટાંના ભાવ ઊંચાં છે."

દક્ષિણ ભારતમાં પણ ભાવ આસમાને

ઇમેજ સ્રોત, ASIM PATHAN
તામિલનાડુના અનેક હિસ્સામાં પ્રતિકિલો ટમેટાંનો ભાવ 100 રૂપિયાને પાર છે. ચેન્નાઈમાં પ્રતિકિલો 140 રૂપિયા લેખે ટમેટાં વેચાયાં છે.
બુધવારે ચેન્નાઈના બજારમાં પ્રતિકિલો 100થી 110 રૂપિયાના ભાવે ટમેટાં વેચાયાં હતાં, જ્યારે તેના છૂટક વેચાણનો ભાવ પ્રતિકિલો 125થી 140 રૂપિયા સુધી રહ્યો હતો.
નવેમ્બરના પહેલા સપ્તાહમાં કમોસમી વરસાદ થવાને કારણે અહીં પણ પાક પર માઠી અસર થઈ છે. તેને કારણે ભાવ વધેલા છે. ડીઝલના વધેલા ભાવને પણ ટમેટાંના ભાવવધારાનું એક કારણ માનવામાં આવે છે.
ભારે વરસાદને કારણે તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ટમેટાંનો પાક ખરાબ થઈ ગયો છે. તેને લીધે સપ્લાય ખોરવાઈ ગઈ છે.

ટમેટાં પણ પેટ્રોલ જેટલાં મોંઘાં

ઇમેજ સ્રોત, ASIM PATHAN
દેશમાં પેટ્રોલનો ભાવ પણ ઐતિહાસિક સ્તરે છે અને તે પ્રતિલીટર 100 રૂપિયાના આંકને પાર કરી ચૂક્યો છે. હવે ટમેટાંના ભાવ પણ વધતાં લોકો ટોણા મારી રહ્યા છે.
સાર્થક ગોસ્વામીએ ટ્વિટર પર લખ્યું છે કે, "દોસ્તો, ટમેટાં નવું પેટ્રોલ છે. ભાવ 100ને પાર પહોંચ્યા છે."
એક અન્ય યુઝરે લખ્યું છે કે ભાવના સંદર્ભમાં અન્ય ચીજો સાથેની સ્પર્ધામાં ટમેટાં આગળ નીકળી ગયાં છે.
દેશમાં રાંધણગૅસ તથા ખાદ્યતેલના ભાવ રેકર્ડસ્તરે પહોંચેલા છે અને હવે ટમેટાંના ભાવ પણ વધતાં અનેક પરિવારોનું બજેટ બગડી ગયું છે.
શિયાળામાં સામાન્ય રીતે 20થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા ટમેટાં હવે સમાજના એક વર્ગની પહોંચની બહાર થઈ ગયાં છે.

ટમેટાં દેશી કે વિદેશી?

ઇમેજ સ્રોત, ASIM PATHAN
ભારતીય ટેલિવિઝન શો 'ધ કરીઝ ઑફ ઇન્ડિયા'નાં નિર્માત્રી રુચિ શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ, તમામ ભારતીય વાનગીઓએ ટમેટાંને અપનાવ્યાં છે.
મૂળ દક્ષિણ અમેરિકાનાં ટમેટાં દક્ષિણ યુરોપમાંથી ઇંગ્લૅન્ડ પહોંચ્યાં હતાં. અંગ્રેજો સોળમી સદીમાં ટમેટાંને ભારત લાવ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
રુચિ શ્રીવાસ્તવનું કહેવું છે કે રેસ્ટોરાં અને હોટેલોએ છેલ્લાં 100 વર્ષમાં લાલ સોસને 'ભારતીય' ગણાવીને લોકપ્રિય બનાવ્યો છે.
તેઓ કહે છે કે "હવે લોકોનો સ્વાદ બદલાઈ રહ્યો છે. જે લોકો ભારતીય વાનગીઓ વિશે ઓછું જાણતા હતા, એમના માટે કાંદા અને ટમેટાંના મિશ્રણથી બનતી ગ્રેવી ક્લાસિક છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
શ્રાદ્ધ સંસ્કાર પછી આરોગવામાં આવતું ભોજન ભારતીય ઉપખંડની સ્વદેશી જૈવિક વિવિધતા દર્શાવે છે. તેમાં કાચી કેરી, કાચાં કેળાં, ગુવાર, વાલોળ, પાપડી, ફણસી, શક્કરિયા વગેરેનો સમાવેશ થાય છે.
આ ખાદ્યસામગ્રીને મરી, જીરું અને મીઠા વડે પકવવામાં આવે છે. મગની દાળ ખાવાથી શરીરને પ્રોટીન મળે છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













