You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડેટા બિલ શું છે અને નવી જોગવાઈથી કેટલું બદલાશે ડિજિટલ વિશ્વ?
આખરે બે વર્ષની ચર્ચાવિચારણા બાદ સંસદની સંયુક્ત સમિતિએ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલમાં અમુક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવોના ઉમેરા પર ભાર મૂક્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ ભલામણોમાં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલનું કાર્યક્ષેત્ર વધુ વ્યાપક બનાવવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. જેમાં નૉન-પર્સનલ ડેટા અને ઇલેક્ટ્રોનિક હાર્ડવૅર મારફતે ડેટા કલેક્શન અને તમામ સોશિયલ મીડિયાને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ગણવાની ભલામણો સામેલ છે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર વિપક્ષના સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધા સંસદના આવનારા શિયાળુસત્રમાં ગૃહમાં રજૂ કરાશે.
પી. પી. ચૌધરીના અધ્યક્ષપદવાળી સંસદીય સંયુક્ત સમિતિ સોમવારે મળી હતી. આ મિટિંગનો હેતુ બિલ અંગેની ભલામણો મંજૂર કરવાનો હતો.
નોંધનીય છે કે આ બિલ દેશની કૂદકે ને ભૂસકે વૃદ્ધિ પામી રહેલી ડિજિટલ ઇકૉનૉમી પર વ્યાપક અસર ઉપજાવી શકે તેવી ધારણા છે.
સમિતિની ભલામણો
સંસદની સંયુક્ત સમિતિ આ કાયદાને વધુ વિસ્તૃત બનાવવા અંગે સંમત થઈ હોવાનું મનાઈ રહ્યું છે.
જેના કારણે માત્ર પર્સનલ જ નહીં પરંતુ નૉન-પર્સનલ ડેટાને પણ આ બિલની મર્યાદામાં સામેલ કરી લેવાશે.
પ્રસ્તાવિત ડેટા પ્રૉટેક્શન ઑથૉરિટી નૉન-પર્સનલ ડેટાને હૅન્ડલ કરવા માટેની વ્યાપક સત્તાઓ ધરાવતી હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે માટે ભવિષ્યમાં નૉન-પર્સનલ ડેટા અંગે નીતિ અને કાયદાકીય ફ્રેમ વર્કને JCP આ જ કાયદામાં આવરી લેવા માગે છે.
પ્રસ્તાવિત ફેરફારોમાં ઇન્ડસ્ટ્રિયલ ડેટા બેઝ સિવાય નામ-ઠામ વગરના નૉન-પર્સનલ ડેટાને પણ સમાવી લેવાની વાત કરાઈ છે.
ઇલેક્ટ્રોનિક હાર્ડવૅર દ્વારા એકઠા કરાતા ડેટાનો પણ સમાવેશ?
ડિજિટલ-સૉફ્ટવૅર કંપનીઓ સિવાય સંયુક્ત સંસદીય સમિતિએ ઇલેક્ટ્રોનિક હાર્ડવૅર દ્વારા થતા ડેટા કલેક્શનનને પણ આ કાયદાના વ્યાપમાં આવરી લેવાનું જણાવ્યું હતું.
જોકે, કાયદામાં આ અંગે કોઈ જોગવાઈ નથી, પરંતુ આ અવકાશને પૂરવા માટે પ્રસ્તાવિત જોગવાઈઓ પ્રમાણે ડેટા પ્રૉટેક્શન ઑથૉરિટીને હાર્ડવેરના ઉત્પાદકો અને તેની સાથે સંબંધિત સંસ્થાઓના નિયમન માટે જોગવાઈઓ કરવાની સત્તા અપાશે તેવું માનવામાં આવી રહ્યું છે.
સંયુક્ત સંસદીય સમિતિ તમામ સોશિયલ મીડિયાના વચેટિયાઓને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ તરીકે ગણવાની ભલામણ કરી છે.
સાથેસાથે જ જે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ વચેટિયા જેવી ભૂમિકા નથી ભજવતાં તેમને પણ પ્રકાશક માનવામાં આવશે. અને તે પ્લૅટફૉર્મ પર રહેલા તમામ કન્ટેન્ટ માટે તેમની જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે.
આવાં પ્લૅટફૉર્મ માટે એવું માનવામાં આવી રહ્યું છે કે સમિતિએ બંધારણીય મીડિયા નિયમન ઑથૉરિટીને આ પ્લૅટફૉર્મ પરના કન્ટેન્ટના નિયમન માટે ઘડવાની ભલામણ કરી છે.
માધ્યમોએ ડેટા બ્રીચની માહિતી નાગરિકોને આપવી પડશે?
સમિતિ તમામ પ્રકારના ડેટા બ્રીચની માહિતી ડેટા પ્રૉટેક્શન ઑથૉરિટીને આપવા બાબતે સંમતિ નહોતી પ્રગટ કરી. પરંતુ જ્યારે પણ વ્યક્તિગત ડેટા બ્રીચની સ્થિતિ ઉદ્ભવે ત્યારે ડેટા પ્રૉટેક્શન ઑથૉરિટી માધ્યમોને તે અંગેની માહિતી તમામ વ્યક્તિઓને કરવાની ભલામણ કરાઈ છે.
પરંતુ આ બાબતે સરકારને છૂટછાટો અંગે સંયુક્ત સંસદીય સમિતિના વિપક્ષના સભ્યોએ વાંધો રજૂ કર્યો હતો.
આ સિવાય ડેટાને બહારના દેશોમાં મોકલવા બાબતે કેન્દ્ર સરકારની ભૂમિકા વધારવા બાબતે સમિતિએ સંમતિ વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.
તેમજ સરકારને ડેટા પ્રૉટેક્શન ઑથૉરિટીને નીતિ સિવાયનાં નિર્દેશો જારી કરવા બાબતે સમિતિએ સંમતિ વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2017માં પ્રાઇવસીને મૂળભૂત હક જાહેર કરાતા દેશની વિકસતી જઈ રહેલી ડિજિટલ ઇકૉનૉમીના નિયમન માટે ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો.
આ ખરડા વડે સરકાર વ્યક્તિઓની ડિજિટલ પ્રાઇવસી જાળવવા અને ડિજિટલ ઇકૉનૉમી માટે નિયમો આધારિત ફ્રેમવર્ક ઘડવા માગે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો