મ્યાનમારમાં અનેક બૉમ્બધડાકા, સૈન્યસત્તા સામે વધતો જતો વિરોધ - BBC TOP NEWS
મ્યાનમારના મંડાલે ટાઉનશિપના નિવાસીઓનું કહેવું છે કે બુધવારે બપોરે પોલીસ સ્ટેશન અને પરિવહન નિયમન પ્રશાસન વિભાગ પાસે ચાર વિસ્ફોટ થયા છે.
સ્થાનિક લોકોએ બીબીસીને જણાવ્યું કે વિસ્ફોટ બાદ સેનાના લોકો પહોંચ્યા અને નજીકના ઝેયર થિરી રોડથી કેટલાક લોકોની ધરપકડ કરીને સાથે લઈ ગયા છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ વિસ્તારમાં રહેતા એક શખ્સે કહ્યું, "મેં ચાર વિસ્ફોટના અવાજ સાંભળ્યા, તેમાં કોઈ ઇજાગ્રસ્ત નથી થયું, પરંતુ સેનાના લોકો તરત જ ઘટનાસ્થળે આવ્યા અને કેટલાક લોકોની ધરપકડ કરી તેમને લઈ ગયા."
મ્યાનમારનાં શહેરોમાં ગોળીબાર-વિસ્ફોટ તથા ગ્રામીણ વિસ્તારમાં સશસ્ત્ર સંઘર્ષની ઘટનાઓ સામે આવવી સામાન્ય બાબત થઈ ગઈ છે.
સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ અને અન્યોએ ચેતવણી આપી કે ફે્બ્આરીમાં સેના દ્વારા બળજબરીથી સત્તા કબજે કરવાથી પેદા થયેલી અશાંતિ ગૃહયુદ્ધ તરફ વધી રહી છે.

ખુદને સ્પેશ્યલ અટૅકિંગ ફૉર્સ (અપર બર્મા) કહેનારો એક સમૂહે પોતાના ફેસબુક પૅજ પર આ વિસ્ફોટની જવાબદારી લીધી છે.
આ સમૂહનું કહેવું છે કે, "અમે નથી ઇચ્છતા કે સૈન્ય સરકાર કારતૂસો ખરીદવા માટે રાજસ્વનો ખર્ચ કરે. જે કાર્યાલયને ટાર્ગેટ કરાયું છે, તે ડ્રાઇવિંગ શુલ્ક અને ટૅક્સ એકત્રિત કરે છે."
આ સમૂહના લોકોને એ એજન્સીઓથી દૂર રહેવાની ચેતવણી મળી છે, જે સૈન્ય સરકાર માટે નાણાં એકઠાં કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રીતે કેટલાક વિપક્ષી સમૂહો સમગ્ર મ્યાનમારમાં સક્રિય છે, આ લોકો ખુદને સામાન્ય લોકોના 'રક્ષાદળ' કહે છે.

ગાંધીઆશ્રમના નવીનીકરણ સામે હાઈકોર્ટમાં અરજી

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદમાં સાબરમતી નદીના તટે આવેલા ગાંધીઆશ્રમનું નવીનીકરણ થવાનું છે, સરકાર રૂપિયા 1200 કરોડના ખર્ચે નવીનીકરણ કરવા જઈ રહી છે. આની સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર અરુણ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે.
બીબીસી ગુજરાતીના તેજસ વૈદ્ય સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, વકીલ ભૂષણ ઓઝા અને મિહિર દેસાઈ દ્વારા અરજી ફાઇલ કરવામાં આવી છે, આ આયોજન મારું છે.
આ જનહીત અરજીમાં તુષાર ગાંધીએ ગુજરાત સરકાર ઉપરાંત ગાંધીઆશ્રમ સાથે સંકળાયેલા છ ટ્રસ્ટને પણ પ્રતિવાદી બનાવ્યાં છે.
તુષાર ગાંધીએ કહ્યું કે, "આ છ ટ્રસ્ટ તેમની જવાબદારી કેમ નથી નિભાવી રહ્યા? 1933માં બાપુએ આશ્રમ હરિજન સેવક સંઘને સોંપ્યો, ત્યારે સૂચન કર્યું હતું કે આશ્રમ કઈ રીતે ઉપયોગમાં લેવો."
"તમારા માધ્યમથી હરિજનોનો ઉદ્ધાર થાય એ માટે સાબરમતી આશ્રમનો ઉપયોગ કરવો એવું સ્પષ્ટ છે. એ સાથે જ બાપુએ તેમને જમીન અને વસ્તુની માલિકી સોંપી હતી."
"તો એ દરેકે જવાબ તો આપવો પડે કે તેમને આપવામાં આવેલી જવાબદારી આટલી સરળ રીતે સરકારને કેમ સોંપી દીધી?"
તુષાર ગાંધી કહે છે કે, "બાપુની હત્યા પછી ગાંધી સ્મારક નિધિની રચના થઈ, એ અંગે સ્પષ્ટ કરાયું છે કે ગાંધીની દરેકે દરેક સંસ્થા, સ્મારકો અને આશ્રમોને સરકારી દખલ અને પ્રભાવથી દૂર રાખવામાં આવે."
તેઓ કહે છે કે, "એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સરકાર ફક્ત ભંડોળ એજન્સી તરીકે કામ કરશે. આશ્રમના ટ્રસ્ટને જરૂર પડશે, ત્યારે ગ્રાન્ટની માગણી કરશે અને એ ગ્રાન્ટ સરકારે આપવી પણ તેમાં સરકારની ભૂમિકા માત્ર ભંડોળ આપવા પૂરતી જ રહેશે. સરકાર ન તો એમાં કામ કરશે કે ન તો પહેલ કરશે. પછી તમામ કામ ટ્રસ્ટ કરશે."
તેઓ કહે છે કે, "નવીનીકરણ પ્રોજેક્ટ અંગે પહેલી વખત એવું થયું છે કે સરકારે કહ્યું છે કે તમે બધા હટી જાવ, અમે જ બધું કરીશું. હવે સરકારે નવું ટ્રસ્ટ પણ સ્થાપી દીધું છે, જેનાથી સરકારનો હેતુ સ્પષ્ટ થઈ જાય છે."

પેગાસસ જાસૂસીકાંડમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટે સમિતિ રચી

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી મામલે તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ આર.વી. રવીન્દ્રન ઉપરાંત આલોક જોશી અને સંદીપ ઑબેરૉય હશે.
સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કેટલીય અરજીઓના જવાબમાં લીધો છે. એ અરજીઓમાં પેગાસસ જાસૂસી મામલે કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસની માગ કરવામાં આવી હતી.
કોર્ટે એ પણ કહ્યું કે "ગોપનીયતાના અધિકારનું હનન કરી શકાય નહીં. ગોપનીયતાના અધિકાર અને નાગરિક સ્વતંત્રતાને જાળવી રાખવાની જરૂર છે." આ દરમિયાન તેમણે એવું પણ કહ્યું કે પત્રકારને સ્રોત બનાવી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની વડપણવાળી બેન્ચે પેગાસસ સ્પાઇવૅર મામલે તમામ અરજીઓની સુનાવીણી બાદ 13 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
આઠ સપ્તાહ બાદ આ મામલે ફરીથી સુનાવણી યોજાશે. એટલે કે આઠ સપ્તાહમાં કમિટી સુપ્રીમ કોર્ટમાં પોતાનો અંતરિમ રિપોર્ટ રજૂ કરશે.
નોંધનીય છે કે પેગાસસ કથિત જાસૂસી પ્રકરણ આ વર્ષની શરૂઆતમાં છાપાંની હેડલાઇનમાં રહ્યું હતું. જેમાં કેન્દ્ર સરકાર પર કેટલાક કર્મવીરો, પત્રકારો અને કેટલીક રાજકીય હસ્તીઓની જાસૂસી કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે પેગાસસ એ એક સોફ્ટવૅર છે, જે ઇઝરાયલના NSO ગ્રૂપ દ્વારા વિકસિત કરાયું છે. જેની મદદથી ઘણા પત્રકારો, નેતાઓ અને અન્ય વ્યક્તિઓની જાસૂસી કરાઈ હોવાનો આરોપ લગાવાયો હતો.

સરકારનો આરોપોથી ઇનકાર

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રની મોદી સરકારે વિપક્ષના દબાણમાં આવી આ મામલે સંસદમાં નિવેદન જારી કરવું પડ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે આવું કોઈ પણ પ્રકારનું કૃત્ય આચરાયું નથી. પરંતુ આ મામલે સંસદમાં ચર્ચા થઈ નહોતી.
પેગાસસ જાસૂસીકાંડ મામલે ભારતીય અને વિદેશી મીડિયામાં સંખ્યાબંધ અહેવાલો પ્રકાશિત થતાં આ સમગ્ર મામલા એ વધુ જોર પકડ્યું હતું.
નોંધનીય છે કે મામલાની કોર્ટની નજર હેઠળ તપાસ કરાવવા માટે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા, સુપ્રીમ કોર્ટના વકીલ એમ. એલ. શર્મા, એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા અને કેટલાક સ્વતંત્ર પત્રકારો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી.
જેમાં તેમણે તપાસ સિવાય સરકાર દ્વારા આ સ્પાયવૅરની મદદથી મેળવેલ માહિતી પણ રજૂ કરવાની માગ કરી હતી.

પેગાસસ કઈ રીતે કરે છે કામ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
પેગાસસ એક સ્પાયવેર છે જેણે ઇઝારયલની સાયબર સુરક્ષા કંપની એનએસઓ ગ્રૂપ ટેકનૉલૉજીએ બનાવેલો પ્રોગ્રામ છે.
આ એક એવો પ્રોગ્રામ છે જેને જો કોઈ સ્માર્ટફોનમાં નાખવામાં આવે, તો કોઈ હૅકર એ સ્માર્ટફોનના માઇક્રોફોન, કૅમેરા, ઑડિયો અને ટેક્સ્ટ મૅસેજ, ઇમેલ તથા લૉકેશન સહિતની જાણકારીઓ મેળવી શકે છે.
સાયબર સુક્ષા કંપની કેસ્પરસ્કાયના એક રિપોર્ટ પ્રમાણે પેગાસસ તમને ઇનક્રિપ્ટેડ ઑડિયો સાંભળવા તથા ઇનક્રિપ્ટેડ મૅસેજ મોકલવા મદદરૂપ થાય છે.
ઇનક્રિપ્ટેડ સંદેશા એટલે કે જેની જાણકારી માત્ર મૅસેજ મોકલનાર અને મેળવનારને જ હોય છે. જે કંપનીના પ્લૅટફૉર્મ પર મૅસેજ મોકલવામાં આવે છે, તેઓ પણ તેને જોઈ અથવા સાંભળી નથી શકતા.
પેગાસસના ઉપયોગથી હૅકિંગ કરનાર વ્યક્તિને એ ફોન સાથે જોડાયેલી તમામ જાણકારીઓ મળી જાય છે.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












