ગુજરાત પોલીસ સરકાર સામે ત્રણ દિવસથી આંદોલન કેમ કરી રહી છે અને માગ શી છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં ત્રણ દાયકા પછી પોલીસે ફરી સરકાર સામે બાંયો ચઢાવી છે. ત્રણ દાયકા પહેલાં અમદાવાદ શહેરની પાંચ પોલીસચોકીને તાળાં લાગ્યાં હતાં.

અલબત્ત, પોલીસે આ વખતે સરકાર સામે સીધા આંદોલનમાં નથી ઝંપલાવ્યું પણ સોશિયલ મીડિયા મારફત આ લડાઈ શરૂ કરાઈ છે.

ગુજરાત પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત પોલીસની ફાઇલ તસવીર, પ્રતીકાત્મક ઉપયોગ

ઉત્તર ગુજરાતની કેટલીક જ્ઞાતિઓએ એમના સમર્થનમાં ઊતરી, સરકારને આજે (મંગળવારે) કાગળ લખી સવા મહિના પછી ગ્રામપંચાયતની ચૂંટણી પહેલાં ઉકેલ લાવવા માગ કરી છે.

ગુજરાતમાં ગ્રામપંચાયતમાં સરપંચની ચૂંટણીઓ ડિસેમ્બરમાં આવી રહી છે. આ ચૂંટણી કોઈ પક્ષના બેનર પર લડાતી નથી, ત્યારે પોલીસ વિભાગના વર્ગ ત્રણના કર્મચારીઓએ પોતાના ગ્રેડ પેની માગ કરી સરકારને ઘેરવાની કોશિશ કરી છે.

ગુજરાત પોલીસની માગો શી છે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સૂચિત ઑલ ગુજરાત પોલીસ કૉન્સ્ટેબલ ઍસોસિયેશનના પ્રમુખ ઇસ્માઇલ સુમરાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "ગુજરાત સરકાર સામે 1986માં સૌથી પહેલાં પોલીસ યુનિયને સરકાર સામે આંદોલન કર્યું હતું. જેણે સરકારના નાકે દમ લાવી દીધો હતો."

"1989માં આ યુનિયન પર પ્રતિબંધ મુકાયો તે બાદ પોલીસ યુનિયન ખતમ થઈ ગયું હતું. લાંબી કાનૂની લડાઈ પછી પોલીસ યુનિયનની મંજૂરી મળી છે, પણ તે સૂચિત છે. એટલે અમે સીધું આંદોલન કરી શકતા નથી. આથી અમે ટેકનૉલૉજીનો ઉપયોગ શરૂ કર્યો છે."

સુમરા ઉમેરે છે કે "2019થી અમારો ગ્રેડ પે રૂપિયા 18 હજાર છે, જેને વધારવો જોઇએ."

"સરકારના ત્રીજા વર્ગના કર્મચારી પ્રમાણે કૉન્સ્ટેબલને રૂપિયા 28 હજાર, હેડ કૉન્સ્ટેબલને રૂપિયા 36 હજાર અને એએસઆઈ (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર)ને રૂપિયા 42 હજારનો પગાર, માસિક રૂપિયા 20 સાઇકલ ઍલાઉન્સ વધારીને રૂપિયા 500, પોલીસ કૉન્સ્ટેબલને વીકલી-ઑફ અને જો ઇમર્જન્સીમાં વીકલી-ઑફ ન મળે તો રૂપિયા 1000નું ભથ્થું; તથા ડ્રેસ અને શૂઝ ઍલાઉન્સમાં વધારો થાય એ અમારી માગો છે."

"અમારી આ માગણીઓ 2019થી ચાલુ હતી પણ કોરોના મહામારી આવી એટલે પોલીસે આ માગણીઓને કોરાણે મૂકી દીધી હતી, પરંતુ હવે આ માગ ફરી કરી છે. અમને સીધા આંદોલન કરવાનો અધિકાર નથી અને પોલીસ આંદોલન કરે ત્યારે પ્રજાને મોટું નુકશાન થાય એટલે અમે ટેકનૉલૉજી મુજબ, સોશિયલ મીડિયાના આધારે આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું."

"આથી, ઍડિશનલ ડીજીપી (ડાયરેક્ટર જનરલ પોલીસ) લૉ ઍન્ડ ઑર્ડર નરસિંહ્મા રાવ તોમરે એક પરિપત્ર બહાર પાડી; આચારસંહિતા લગાડી સોશિયલ મીડિયા પર અમારી માગણીઓ સાથે વિરોધ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો. એટલે અમારો એક પ્રતિનિધિ ગાંધીનગર વિધાનસભા સામે પ્રતીકાત્મક ધારણાં પર બેઠો હતો જેની અટકાયત કરવામાં આવી છે."

line

ગુજરાત પોલીસ આંદોલનનો નવો તબક્કો,

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને ધારણાં પર બેઠેલા હાર્દિક પંડ્યાની અટકાયત કરવામાં આવી છે.

અટકાયત થઈ એ પહેલાં બીબીસી સાથેની વાતચીતમાં પંડ્યાંએ કહ્યું, "અમે 2019માં સોશિયલ મીડિયા પર આંદોલન કર્યું, ત્યારે પ્રતિબંધ મુકાયો હતો. કોરોનાને કારણે અમે આંદોલન પડતું મૂક્યું હતું, પણ સરકારે અમારી માગણીઓનો સ્વીકાર કર્યો નથી એટલે અમે આંદોલન કરવાનો નિર્ણય કર્યો. એમાં પણ પ્રતિબંધ મુકાયો એટલે અમે એક વ્યક્તિથી ધારણાં કર્યાં."

આંદોલન સાથે જોડાયેલા અન્ય એક કૉન્સ્ટેબલ કાનજી પરમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમારા પર આચારસંહિતા ફરમાવી છે, જેથી અમે અમારા ફોનમાં ડીપી (ડિસ્પ્લે પિકચર) નથી રાખી રહ્યા."

"ગામડાંમાં ગ્રામરક્ષકદળ (જીઆરડી), શહેરોમાં લોકરક્ષકદળ (એલઆરડી) અમારી માગણીઓ સાથે જોડાયાં છે."

"એ લોકો પણ સોશિયલ મીડિયા પર અમારા આંદોલનમાં જોડાઈ શકતા ન હોવાથી અમે નક્કી કર્યું છે કે અમારાં સગાંવહાલાં અમારા માટે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કરશે."

"પોલીસમાં જોડાયેલા મોટા ભાગના બક્ષીપંચ અને દલિત-આદિવાસી સમાજના આગેવાનોની બેઠક અલગ-અલગ જગ્યાએ મળી છે. તમામ જ્ઞાતિના લોકો હવે પોતાના ફોનમાં 'વી સપૉર્ટ પોલીસ' અને પોલીસ આંદોલનનાં ડીપી રાખશે."

"આ મામલે મુખ્ય મંત્રીને અલગ-અલગ જ્ઞાતિ-સમાજ તરફથી પોલીસ આંદોલનને સફળ બનાવવા માટે પત્ર લખવામાં આવશે અને એ પત્રો લખાઈ ગયા છે. મંગળવારે આગેવાનો સહી કરી આ પત્રો સરકારને મોકલીને પોલીસની તાકાત દેખાડશે."

આ અંગે કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "પોલીસ કૉન્સ્ટેબલનું આંદોલન વાજબી છે. સરકારે પોતાની પ્રસિદ્ધિ અને બિનજરૂરી ઉજવણીમાં પૈસા ખર્ચ કરવાને બદલે પોલીસને એમના હક મુજબના પૈસા આપવા જોઈએ."

આ અંગે પ્રતિક્રિયા જાણવા માટે બીબીસીએ મોડી રાત સુધી ઍડિશનલ ડીજીપી (લૉ ઍન્ડ ઑર્ડર) નરસિંહ્મા તોમરનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો. પણ એમનો સંપર્ક સાધી શકાયો નહોતો. એમની સાથે સંપર્ક થતાં અહીં અપડેટ કરવામાં આવશે.

રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સંપર્ક સાધતાં એમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ અંગે અમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં આ અંગે સકારાત્મક રીતે કાર્યવાહી કરવામાં આવશે."

line

ફ્લૅશબેક 1986

ગુજરાત પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોના સમયે નાગરિકોની અવરજવરને નિયંત્રિત કરી રહેલી ગુજરાત પોલીસની ફાઇલ તસવીર

1986માં ગુજરાતમાં પોલીસ યુનિયનના નેતા અને નિવૃત પોલીસઅધિકારી એન.જી. પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "એ સમયે ડ્રેસ, આવાસ અને પગાર જેવાં મામલે પોલીસ શાંતિપૂર્ણ આંદોલન ચલાવતી હતી, પરંતુ આંદોલનને ખૂબ જ હળવાશથી લેવામાં આવી રહ્યું હતું."

"પોલીસની માગ પૂરી ન થતાં એ સમયે સૌથી પહેલી પ્રતિક્રિયા પોલીસ ડ્રાઇવરોથી અપાઈ હતી. એમણે તમામ પોલીસ અધિકારીઓની ગાડી ચલાવવાનું બંધ કરી દીધું હતું અને મોટા પાયા આંદોલનની શરૂઆત થઈ હતી."

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું હતું કે પોલીસ આંદોલનમાં અમદાવાદની શાહપુર, દરિયાપુર અને ખાડિયાની કુલ પાંચ પોલીસચોકીને પોલીસ કર્મચારીઓએ તાળાં લગાવી દીધાં હતાં."

"અલબત્ત, પ્રજાને તકલીફ પડે એવું આંદોલન નહોતું કર્યું પણ પોલીસ આંદોલનને હળવાશથી ન લેવું જોઈએ."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો