You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફ્રાન્સના પાદરીઓ દ્વારા બે લાખ કરતાં વધુ બાળકોનું શોષણ કરાયું હોવાનો ખુલાસો
ફ્રાન્સમાં તાજેતરમાં હાથ ધરાયેલી એક તપાસમાં બહાર આવ્યું છે કે વર્ષ 1950થી લગભગ બે લાખ 16 હજાર બાળકોનું દેશના કૅથલિક ચર્ચના પાદરીઓ દ્વારા શોષણ કરવામાં આવ્યું હતું અને પીડિતોમાં મોટા ભાગે નાના છોકરા હતા.
તપાસમાં જણાવવામાં આવ્યું છે કે ચર્ચ દ્વારા 'પીડિતો પ્રત્યે ક્રૂર ઉદાસિનતા' દાખવવામાં આવી હતી.
ફ્રાન્સના ચર્ચની વરિષ્ઠ વ્યક્તિએ તપાસના તારણ ઉપર "શરમ અને ત્રાસ" વ્યક્ત કર્યાં છે તથા માફીની માગ કરી છે. હજારો પીડિતોમાંથી એકનું કહેવું છે કે સમય આવી ગયો છે કે ચર્ચ દ્વારા તેનાં કાર્યોની ફરીથી સમીક્ષા કરવામાં આવે.
તપાસના નિષ્કર્ષમાં જણાવવામાં આવ્યું છે કે શાળામાં શિક્ષક જેવા નીચા તબક્કાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલા શોષણને ધ્યાનમાં લેવામાં આવે તો આ આંકડો ત્રણ લાખ 30 હજાર સુધી પહોંચે તેમ છે.
ફ્રાન્સના કૅથલિક ચર્ચ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેણે અઢી વર્ષની તપાસ દરમિયાન, કૉર્ટ, પોલીસ તથા પીડિતોની જુબાનીઓને ચકાસાઈ હતી.
તપાસના વડા જ્યાન્-માર્ક સૌવેના કહેવા પ્રમાણે, આ આંકડા ચિંતાજનક છે તથા તેના ઉપર કાર્યવાહી કરવી જ રહી.
મોટા ભાગના પીડિતનો ઉંમર 10થી 13 વર્ષ વચ્ચેના હતી. 2500 પન્નાંના અહેવાલમાં 3200 જેટલા શોષણકર્તાનાં નામ બહાર આવ્યાં છે.
દેશમાં કુલ એક લાખ 15 હજાર જેટલા પાદરી છે અને શોષણકર્તાનો આંકડો વધુ પણ હોઈ શકે છે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બિશપ્સ કૉન્ફરન્સ ઑફ ફ્રાન્સના વડાએ તમામ પીડિતોની માફીની માગ કરી છે.
ફેસબુક, વૉટ્સઍપ અને ઇન્સ્ટાગ્રામ છ કલાક બંધ રહ્યાં, અત્યાર સુધીની 'સૌથી મોટી ખામી'
ફેસબુકે જણાવ્યું છે કે તેમનાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને મૅસેજિંગ ઍપ વૉટ્સઍપમાં આવેલી તકનીકી ખામીને દૂર કરી દેવાઈ છે. આ ઍપ્સ સોમવારે સાંજે અંદાજે છ કલાક સુધી બંધ રહી હતી.
આ ત્રણેય પ્લૅટફૉર્મ્સ ફેસબુકના જ છે, વેબસાઇટ અને સ્માર્ટફોન પર તેનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થઈ રહી હતી.
આ ખામી શોધી કાઢનારા ડાઉનડિટેક્ટર કંપનીએ જણાવ્યું છે કે આ અત્યાર સુધીની સૌથી મોટી ખામી છે, જેમાં પૂરી દુનિયાના 1.06 કરોડ યુઝર પ્રભાવિત થયા હતા.
ફેસબુકને આટલી મોટી તકનીકી ખામીનો સામનો 2019માં કરવો પડ્યો હતો.
ફેસબુકે સવારે ચાર વાગ્યે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેમની સેવાઓ પૂર્વવત્ થઈ ચૂકી છે અને સાથે જ આ ખામી બદલ માફી પણ માગી હતી.
ફેસબુકના ચીફ ટેકનૉલૉજી ઑફિસર માઇક શ્રોફરે કહ્યું છે કે ફેસબુકની સેવાઓ સંપૂર્ણપણે પૂર્વવત્ થાય એમાં થોડો વખત લાગી શકે છે.
ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપે પણ ટ્વિટર પર નિવેદન જારી કરતાં કહ્યું છે કે તેમની સેવાઓ શરૂ થઈ ગઈ છે.
તકનીકી ખામીનું શું છે કારણ?
કેટલાક લોકોએ ફેસબુકના વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ પ્લૅટફૉર્મ ઓક્યુલસના ઉપયોગ કરવામાં સર્જાયેલી ખામી અંગે પણ જણાવ્યું હતું, કેમ કે તેની માટે ફેસબુક લૉગ-ઇનની જરૂર પડે છે.
આ સાથે જ પોકેમૉન ગોનો ઉપયોગ કરવામાં પણ લોકોને સમસ્યા વેઠવી પડી હતી.
આ પ્રકારની તકનીકી ખામીને અત્યાર સુધીની સૌથી મોટી ત્રુટી ગણવામાં આવે છે. 2019માં ફેસબુક ઉપરાંત કેટલીક ઍપ્સ 14 કલાક સુધી બંધ રહી હતી.
આ ખામીની પાછળના કારણ અંગે કોઈ અધિકૃત જાહેરાત કરાઈ નથી. જોકે ઑનલાઇન નેટવર્ક એક્સપર્ટ્સનું અનુમાન છે કે ફેસબુકમાં ડોમેન નેમ સિસ્ટમમાં કોઈ ખામી હોય, એવું શક્ય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો