You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ મુસ્લિમ યુવતી, જે બનાવે છે બાળકૃષ્ણનાં ચિત્રો
જાસના સલીમ જ્યારે પોતાના મનપસંદ વિષય પર વાત કરે છે ત્યારે એકદમ બાળકની જેમ ખુશ થઈ જાય છે. તેમનો મનપંસદ વિષય છે બાળકૃષ્ણ, જેના હાથ માખણની માટલી છે અને ચહેરા પર પણ માખણ લાગેલું છે.
28 વર્ષીય જાસના સલીમ છેલ્લાં છ વર્ષથી સતત આ પેઇન્ટિંગ બનાવી રહ્યાં છે અને હવે તેમણે આ પેઇન્ટિંગ જાતે કૃષ્ણમંદિરને ભેટ આપ્યું છે.
બાળ કૃષ્ણને જાતે પેઇન્ટિંગ ભેટ આપવાનું સપનું પૂરું થવાથી જાસના ખૂબ ખુશ છે.
ગત વર્ષે જાસનાએ કેરળના 80 વર્ષ જૂના ઉલાનાડુ શ્રી કૃષ્ણ સ્વામીમંદિરમાં બાળકૃષ્ણનું પેઇન્ટિંગ ભેટ આપ્યું હતું.
આ મંદિર પત્તનમતિટ્ટા જિલ્લાના પન્દલમ શહેરમાં સ્થિત છે, જ્યાં બાળકૃષ્ણની પૂજા કરવામાં આવે છે.
મંદિરસમિતિને જાણવા મળ્યું હતું કે તેમનું ચિત્ર ગુરુવાયુરના પ્રસિદ્ધ કૃષ્ણમંદિરમાં આપવામાં આવું હતું. પછી સમિતિએ તેમના મંદિર માટે પણ ચિત્ર મગાવી લીધું.
જાસનાએ ચિત્ર બનાવવા માટે કોઈ વ્યવસાયિક તાલીમ લીધી નથી.
તેમના પતિએ કૃષ્ણ વિશે જણાવ્યું તેમણે તેમની વાર્તાઓ સાંભળવાની શરૂ કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પેઇન્ટિંગ બનાવવાનું કેવી રીતે શરૂ થયું?
જાસનાએ કોઝિકોડસ્થિત પોતાના ઘરેથી બીબીસીને ફોન પર જણાવ્યું કે, "મને કૃષ્ણની સુંદરતા અને મોહકતાનો અહેસાસ થયો ત્યારે હું તેમના જીવનની પ્રશંસા કરવા લાગી."
"એક દિવસ મેં તેમની તસવીર જોઈ અને તેમનું ચિત્ર દોરવાનું શરૂ કરી દીધું. ત્યારે મેં મારા જીવનમાં પહેલી વખત કોઈ ચિત્ર બનાવ્યું હતું. હું તે સમયે ગર્ભવતી હતી અને ફક્ત કૃષ્ણ વિશે વિચારતી અને તેમને જોતી હતી."
પરંતુ, જાસના આ તસવીરને ઘરમાં રાખી શકે તેમ નહોતાં.
તેમના પતિનું કહેવું હતું કે સાસરીના લોકો આને જોઈને ગુસ્સો કરશે.
તેઓ કહે છે કે, "હું એક રૂઢિચુસ્ત પરિવારમાંથી આવું છું. પરંતુ મારા સાસરિયાઓને મારાં પેઇન્ટિંગ અને ડ્રૉઇંગથી કોઈ વાંધો નથી."
જાસના પોતે બનાવેલાં ચિત્રોને નષ્ટ કરવા માગતાં નહોતાં.
તેઓ કહે છે, "હું તેને નષ્ટ કરી ન શકું કેમ કે આ એ જ કૃષ્ણ હતા જેમને મેં પહેલી વખત બનાવ્યા હતા. એટલે મેં તેને મારા એક મિત્ર, એક નંબૂદરી પરિવારને આપી દીધાં હતાં."
જાસના જણાવે છે કે, "તે પરિવાર એ જોઈને આશ્ચર્ય થયું કે એક મુસ્લિમે ભગવાન કૃષ્ણનું ચિત્ર બનાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે મારી ઇચ્છાઓ પૂરી થશે."
એ બાદથી જાસના સતત કૃષ્ણનાં પોતાની પસંદનાં ચિત્રો બનાવી રહ્યાં છે.
કેમ બનાવે છે બાળકૃષ્ણનાં ચિત્રો?
જાસના માટે શ્રીકૃષ્ણનો ચહેરો પ્રેરણા હતો, જે તેમને ખૂબ જ મનમોહક લાગ્યો.
કૃષ્ણની પહેલી તસવીરમાં તેમણે હાથ બાંધી રાખ્યા. પરંતુ, બાદમાં તેમણે શ્રીકૃષ્ણની માખણની મટકીમાં હાથ નાખેલી તસવીર જોઈ. ત્યારથી તેમણે એ ચિત્ર બનાવવાનું શરૂ કરી દીધું.
એક વખત તેમને પૂછવામાં આવ્યું હતું કે તેઓ કૃષ્ણનાં ફક્ત માખણ અને મટકીવાળાં ચિત્રો જ કેમ બનાવે છે?
તેમણે કહ્યું હતું કે, "કૃષ્ણના હાથ મટકીમાં જોઈને એવું લાગે છે કે જાણે તેમને ડર છે કે કોઈ તેને લઈને ભાગી જશે. પરંતુ, હાથમાં માખણની સાથે કૃષ્ણની તસવીર ખૂબ સુંદર છે. કેમ કે, તેમાં એક વ્યક્તિ છે જે પોતાના મનપસંદ ખોરાક સાથે સંતુષ્ટ છે."
જ્યારે તેમણે ચિત્રો બનાવવાનું શરૂ કર્યું તો તેમના મામાએ પહેલી વખત સલાહ આપી હતી કે તેને ગુરુવાયુર મંદિરમાં આપવું જોઈએ.
ગુરુવાયુરથી આવતા ઘણા લોકોએ કહ્યું કે તેમણે તેમનાં ચિત્રો જોયાં અને તેમને બહુ પસંદ આવ્યાં.
પુણેના તત્વામાસી સંસ્થાના જેપીકે નાયર કહે છે કે, "આ પેઇન્ટિંગનો રસપ્રદ ભાગ એ છે કે તેમણે બાળકૃષ્ણનો નટખટ વ્યવહાર દર્શાવ્યો છે. જો તમે આ ચિત્રને જુઓ તો તેનાથી ખુશી મળે છે."
તત્વામાસી સંસ્થા આ પેઇન્ટિંગની પ્રાયોજક છે.
જાસના કહે છે કે, "મારો ફાયદો તો બસ આનાથી મળનારી માનસિક સંતુષ્ટિમાં છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો