પુરષોત્તમ રૂપાલા, ગોરધન ઝડફિયા, મનસુખ માંડવિયા, પ્રફૂલ પટેલ કેમ ન બની શક્યા મુખ્ય મંત્રી?
ગુજરાતના રાજકારણમાં સોમવારે ભૂપેન્દ્ર પટેલની મુખ્ય મંત્રીપદે શપથવિધિ સાથે નવો અધ્યાય શરૂ થઈ ગયો.
છેલ્લા લગભગ પાંચેક વર્ષથી પાર્ટીથી નારાજ પાટીદારોને મનાવવા માટે કોઈ પાટીદાર નેતાને મુખ્ય મંત્રી બનાવવાની માગણી હતી અને અંતે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી. તેઓ 'ડાર્ક હૉર્સ' તો ઠીક, પણ રેસમાં સુદ્ધાં ન હતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે રાજ્યમાં નંબર-ટુ ગણાતા નીતિન પટેલ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, પુરષોત્તમ રૂપાલા, પ્રફુલ ખોડાભાઈ પટેલ તથા ગોરધન ઝડફિયાના નામો ચર્ચામાં આવ્યા હતા.
ચર્ચામાં આવેલા દાવેદારો પાટીદાર ભાજપના મોટા નેતા હોવા છતાં અમુક બાબતો તેમને નડી ગઈ, જેના કારણે ગુજરાતનું સર્વોચ્ચ રાજકીય પદ મેળવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.
પુરષોત્તમ રૂપાલાની કેમ પસંદગી ન થઈ?

ઇમેજ સ્રોત, @PRupala
પુરષોત્તમ રૂપાલા પાટીદાર અને સૌરાષ્ટ્રના હોવાની લાયકાત ધરાવતા હતા. આ સિવાયની તેમની એક ખાસિયત તળપદી ભાષામાં જનમેદની સાથે સંવાદ સાધીને તેને જકડી રાખવાની પણ છે. રૂપાલાએ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં ભાજપનો પ્રચાર કર્યો હતો અને સમાજના લોકોના વિરોધનો સામનો પણ કર્યો હતો.
તેઓ 1991માં પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, આમ તેઓ ભાજપના જૂના જોગી છે. તેઓ જળસંસાધન, નર્મદા અને કૃષિ જેવા મહત્ત્વપૂર્ણ વિભાગ રાજ્ય સરકારમાં સંભાળી ચૂક્યા છે.
જો 2014થી 2016ના ગાળાને બાકાત કરવામાં આવે તો તેઓ રાજ્યસભામાંથી ચૂંટાતા રહ્યા છે અને કેન્દ્રીય રાજકારણમાં સક્રિય રહ્યા છે. 2016માં તેમને કૃષિ અને કૃષકકલ્યાણ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા. જુલાઈ મહિનામાં જ તેમની પદોન્નતિ થઈ હતી. તેમને પશુ, ડેરી તથા માછીમારી વિભાગનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૂન મહિનામાં ગુજરાત ભાજપના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ રાજ્યમાં આવ્યા હતા, ત્યારે તેમણે સંગઠનમાં અલગ-અલગ સ્તરના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ સિવાય તેમણે મુખ્ય મંત્રી, પ્રધાનો, ધારાસભ્યો અને સંસદસભ્યો સાથે પણ મુલાકાત કરી હતી.
જેમાં ભાજપથી વિમુખ થઈ રહેલા પાટીદારો અનેક બેઠક ઉપર આપની તરફેણમાં મતદાન કરી શકે છે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સંજોગોમાં પાતળા માર્જિન હાર-જીતનો ફેંસલો કરતી બેઠક ઉપર અપસેટ સર્જાઈ શકે. જો આમ થાય તો તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્ર સરકારમાં 'નંબર ટુ' મનાતા અમિત શાહના ગૃહ રાજ્યમાં પાર્ટી પરાજય થાય અને તેમની સામે વિપક્ષમાંથી જ નહીં, પક્ષમાંથી પણ પડકાર ઊભા થઈ શકે તેમ હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ દિશામાં સુધારાત્મક પગલા લેતા માંડવિયા અને રૂપાલાને કૅબિનેટકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા. અગાઉ પણ બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની ચૂંટણી દરમિયાન કેન્દ્રની મોદી સરકારે પ્રધાનોની નિમણૂક કરી છે.
કેન્દ્ર સરકાર વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માગે છે. આ સંજોગોમાં ડેરી, પશુપાલન અને માછીમારી જેવા આનુષંગિક વ્યવસાયો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના છે. પૂર્વ અધિકારી એવા રુપાલા વ્યવસાયે કૃષક છે.
આ સંજોગોમાં જો માત્ર ચાર મહિનામાં તેમને ગુજરાત પરત મોકલવામાં આવે તો મોદી-શાહની રાજકીય દૂરંદેશી ઉપર સવાલ ઉઠાવે તેમ હતી. વળી રુપાલાની નિમણૂકથી પ્રદેશ અને સમાજના સ્તર ઉપર જૂથબંધી ઊભી થવાની સંભાવના હતી. એટલે જુનિયર, પૃષ્ઠભૂમિ નહીં ધરાવનારા, લૉ-પ્રોફાઇલ અને પાટીદાર નેતાની પસંદગી કરવામાં આવી.

ગોરધન ઝડફિયાની કેમ પસંદગી ન થઈ?

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GettyImages
મુખ્ય પ્રધાનપદના દાવેદાર તરીકે ગોરધન ઝડફિયાનું નામ ચર્ચામાં આવ્યું તે પહેલાં એક રાજકીય ઘટના ઉપર નજર કરવી રહી.
2005માં ગોધરાકાંડ પછી સત્તા ઉપર આવેલા નરેન્દ્ર મોદી અઢી વર્ષમાં પ્રથમ વખત મંત્રીમંડળનું વિસ્તરણ કરી રહ્યા હતા. આ સમયે ગોરધન ઝડફિયાના નામની જાહેરાત કરવામાં આવી.
પરંતુ રાજભવનમાં શપથવિધિના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નેતાઓ, જનમેદની અને મીડિયાની વચ્ચે ઝડફિયાએ મંત્રીપદ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો. આને કારણે મોદીની ખૂબ જ નાલેશી થઈ હતી.
પાટીદાર સમાજના ઝડફિયાને પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ જૂથના માનવામાં આવતા હતા. આથી, ઝડફિયાના આ પગલાને બળવાના બ્યૂગલ તરીકે જોવામાં આવ્યું. એ પછી ઝડફિયાનું કદ ઘટતું ગયું. 2007ની ચૂંટણી દરમિયાન કેશુભાઈ, કાશીરામ રાણા કે સુરેશ મહેતાની નજીક ગણાતા ધારાસભ્યોની ટિકિટ કપાઈ ગઈ.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
2008માં ઝડફિયાએ 'મહા ગુજરાત પાર્ટી'ની સ્થાપના કરી હતી. 2012માં કેશુભાઈ પટેલે 'ગુજરાત પરિવર્તન પાર્ટી'ની જાહેરાત કરી અને ઝડફિયાનો પક્ષ તેમાં ભળી ગયો. 2014માં લોકસભાની ચૂંટણી પહેલાં જીપીપી ભાજપમાં ભળી ગઈ અને તેના નેતાઓએ ફરી કેસરિયો ધારણ કરી લીધો.
ઝડફિયા ધારાસભામાં ઉમેદવાર ન હતા, એટલે તેમના નામની જાહેરાત થઈ હોત તો તેમને 'પૅરાશૂટ પદાધિકારી' ગણવામાં આવ્યા હોત. નરેન્દ્ર મોદી ભૂતકાળને ભૂલીને પદાધિકારી કે પ્રધાન તો બનાવી શકે, પરંતુ મુખ્ય પ્રધાન સંભવ નથી.
ગત લોકસભાની ચૂંટણી પૂર્વે 2018માં ઝડફિયાને ઉત્તર પ્રદેશના સહપ્રભારી બનાવવામાં આવ્યા હતા. ત્યારે આ નામ ઘણાને માટે આશ્ર્વર્યજનક હતું. 2014 કરતાં ભાજપનું પર્ફૉર્મન્સ ઘટ્યું અને 80માંથી 62 બેઠક (અગાઉ એનડીએ 73, ભાજપ સ્વતંત્ર રીતે 71) આવી. આગામી વિધાનસભા ચૂંટણી ભાજપને માટે મહત્ત્વપૂર્ણ છે, ત્યારે ફરી એક વખત સંગઠનમાં તેમની સેવાઓ લેવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

પ્રફુલ ખોડાભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Twitter/PrafulKPatel
જ્યારે અમિત શાહે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત છોડવું પડ્યું, ત્યારે 2010-2012 દરમિયાન તેઓ ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી બન્યા હતા. 2007માં પહેલી વખત ચૂંટાયા હોવા છતાં તેમને શાહની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી.
દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્ય રીતે આઈએએસ ઑફિસરને નિમવાની પરંપરા હતી, પરંતુ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પ્રફુલ પટેલની નિમણૂક કરીને સૌને ચોંકાવી દીધા હતા. લગભગ નવ મહિના પહેલાં તેમને લક્ષદ્વીપનો અધિક પ્રભાર સોંપવામાં આવ્યો હતો.
પટેલ ધારાસભ્ય નથી, આથી સીધા જ તેમને મુખ્ય મંત્રી બનાવવામાં આવે તો પ્રત્યક્ષ તો નહીં, પરંતુ છૂપો રોષ ફાટી નીકળ્યો હોત. ઉપરાંત લક્ષદ્વીપમાં 'વિકાસ તથા અન્ય કામો' કરવાના બાકી છે.
દમણના સંસદસભ્ય મોહન ડેલકરે મુંબઈમાં કરેલી આત્મહત્યા કેસમાં આરોપી તરીકે તેમનું નામ ઉમેરવામાં આવ્યું છે તથા શિવસેનાશાસિત મહારાષ્ટ્રની પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે, એટલે તે રાજકીય રીતે જોખમકારક પણ હતું.
પ્રફુલ્લ પટેલ માટે ભાજપમાં કહેવાય છે કે 'તેઓ માત્ર ગુજરાત જ નહીં, દેશના રાજકારણના ડાર્કહૉર્સ છે, ભવિષ્યમાં ગુજરાત નહીં તો કેન્દ્રીય રાજકારણમાં તેમની મોટી ભૂમિકા હશે.'

મનસુખભાઈ માંડવિયા

ઇમેજ સ્રોત, @mansukhmandviya
જે દાવેદારોના નામ મીડિયામાં ચર્ચા હતા, તેમાં સૌથી અગ્રેસર નામ મનસુખભાઈ માંડવિયાનું હતું, જેઓ કેન્દ્ર સરકારમાં આરોગ્ય પ્રધાન છે. રાજકીય હલચલના સપ્તાહ દરમિયાન તેઓ ગાંધીનગરમાં દેખાયા હતા એટલે આ અટકળોને વેગ મળ્યો હતો.
માંડવિયા સૌરાષ્ટ્રમાં આવેલા ભાવનગરના છે, જ્યાં ગત ચૂંટણી વખતે ભાજપને મોટો ફટકો પડ્યો હતો. તેઓ યુવાવસ્થાથી જ ભાજપ સાથે જોડાયેલા છે, લો-પ્રોફાઇલ રહે છે અને કામથી કામ રાખે છે, તે બધા તેમના પૉઝિટિવ પૉઇન્ટ હતા.
જુલાઈ મહિનામાં જ્યારે નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ કર્યા, ત્યારે માંડવિયાની પદોન્નતિ થઈ હતી અને તેમને આરોગ્ય વિભાગના કૅબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાજપના અગ્રણીએ આ અંગે વાત કરતા બીબીસી પ્રતિનિધિ જયદીપ વસંતને જણાવ્યું :
"મીડિયામાં ભલે તેમના નામની ચર્ચા થતી હતી, પરંતુ તેઓ પસંદ થશે એમ લાગતું ન હતું, કારણ કે આજે કોરોનાના સમયમાં ચાર મહત્ત્વપૂર્ણ ખાતા (ગૃહ મંત્રાલય, નાણા મંત્રાલય, વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય) જેવું જ મહત્ત્વપૂર્ણ ખાતું આરોગ્યનું બની ગયું છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
"વળી કેન્દ્ર સરકાર ડિસેમ્બર મહિના સુધીમાં દેશના તમામ નાગરિકોને રસી આપવાનું લક્ષ્યાંક ધરાવે છે. ત્રીજી લહેરની ચર્ચા ચાલી રહી છે, જેના માટે આરોગ્યમાળખાને સજ્જ બનાવવાનું છે. ખુદ નરેન્દ્ર ભાઈ રસીકરણ સ્થિતિની જાતસમીક્ષા કરતા રહે છે અને ઉપલબ્ધતા વધે તે માટે પ્રયત્નશીલ છે. હજુ જુલાઈ મહિનામાં જ મનસુખભાઈને ખાતું સોંપવામાં આવ્યું હતું, એટલે આટલો ઝડપથી ફેરફાર થાય તે શક્ય ન હતું."
તેઓ કહે છે, "જો તેમને ગુજરાત મોકલવામાં આવ્યા હોત તો તે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની કોરોના પ્રત્યેની ગંભીરતા તથા કાર્યક્ષમતા તરફ આંગળી ઉઠાવવાની વિપક્ષ તથા મીડિયાને તક આપી હોત."
2016માં પાટીદારોના આક્રોશ વચ્ચે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં તેમને કેન્દ્રમાં રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. માંડવિયાની તાજેતરની પદોન્નતિ પાછળ તેમની કાર્યક્ષમતા ઉપરાંત ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી દરમિયાન પાટીદારોને આકર્ષવાની ગણતરી છે, એમ પણ તેઓ ઉમેરે છે. આ માટે તેઓ માંડવિયાના 'ભાજપ અને પાટીદારો વચ્ચે નાભિ અને નાડી જેવો સંબંધ છે, એ નિવેદનનો ઉલ્લેખ કરે છે.'


ઇમેજ સ્રોત, MohFW, GoI
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












