ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્ય મંત્રી, રાજભવનમાં લીધા શપથ
ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્ય મંત્રી બન્યા છે. ગાંધીનગરમાં રાજભવન ખાતે તેમણે ઇશ્વરના નામે મુખ્ય મંત્રી તરીકેના શપથ લીધા.
આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

ઇમેજ સ્રોત, Ani
વિજય રૂપાણીના રાજીનામા બાદ રવિવારે ભૂપેન્દ્ર પટેલનું નામ ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે પસંદ કરાયું હતું.
શપથગ્રહણ સમારોહમાં હરિયાણના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંત, આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા, મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા કર્ણાટકના મુખ્ય મંત્રી બાસવરાજ બોમ્મઈ ઉપરાંત નરેન્દ્રસિંહ તોમર તથા પ્રહ્લાદ જોશી જેવા ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા.

શથપગ્રહણ પહેલાં કોને મળ્યા?
શપથગ્રહણ સમારોહ પહેલાં ભૂપેન્દ્ર પટેલ છારોડીસ્થિત સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યાં હતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા હતા અને અમદાવાદ ઍરપૉર્ટ પર પટેલે શાહનું સ્વાગત કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
સોમવારે સવારે ભૂપેન્દ્ર પટેલે પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના નિવાસસ્થાને જઈ તેમની સાથે પણ મુલાકાત કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
સાથે જ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં મુખ્ય મંત્રીના નિવાસસ્થાને જઈને કાર્યકારી મુખ્ય મંત્રી વિજય રૂપાણીની પણ મુલાકાત લીધી હતી.

નવી સરકાર રચવાનો પ્રસ્તાવ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
આ પહેલાં રવિવારે સાંજે ભૂપેન્દ્ર પટેલનું નામ મુખ્ય મંત્રીના પદ માટે જાહેર થયું એ પછી, તેમણે રાજભવન જઈ રાજ્યપાલની મુલાકાત લીધી હતી.
રાજ્યપાલ સાથેની મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર પટેલે તેમના નેતૃત્વમાં નવી રચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
જે પ્રસ્તાવને સ્વીકારીને શપથગ્રહણ માટે ભૂપેન્દ્ર પટેલને આમંત્રિત કરવામાં આવ્યા છે.
એ વખતે ભૂપેન્દ્ર પટેલની સાથે કાર્યકારી મુખ્ય મંત્રી વિજય રૂપાણી, ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ તથા કેન્દ્રીય મંત્રીઓ સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો