કમલપ્રીત ટોક્યો ઑલિમ્પિકમાં ઇતિહાસ ન રચી શક્યાં, ડિસ્કસ થ્રોમાં છઠ્ઠા સ્થાને રહ્યાં

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વંદના
- પદ, ટીવી ઍડિટર, ભારતીય ભાષાઓ
ડિસ્કસ થ્રો ખેલાડી કમલપ્રીતકોર ટોક્યો ઑલિમ્પિકની રેસમાંથી બહાર થઈ ગયાં છે.
કમલપ્રીતકોરે સારું પ્રદર્શન કર્યું હતું અને ડિસ્કસ થ્રોની ફાઇનલમાં જગ્યા મેળવી હતી, પરંતુ સોમવારે તેમણે છઠ્ઠા સ્થાનથી સંતોષ માનવો પડ્યો અને મેડલની રેસમાંથી બહાર થઈ ગયાં.
પોતાની ઑલિમ્પિક રેસમાં મેડલની અત્યંત નજીક સુધી પહોંચનારા મિલખાસિંહની અંત સુધી એવી જ ઇચ્છા હતી કે ઍથ્લેટિક્સમાં ભારતને મેડલ મળે.
હાલ ઑલિમ્પિકના ફાઇનલમાં જગ્યા બનાવનાર પંજાબનાં કમલપ્રીતકોરની ખૂબ પ્રશંસા થઈ હતી. એ પણ સત્ય છે કે ઘણા લોકો આ પહેલાં ન તેમનું નામ જાણતા હતા કે ન તેમની રમત વિશે કોઈને કંઈ ખબર હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ઑલિમ્પિકમાં જતા પહેલાં બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કમલપ્રીતને જ્યારે તેમની રમત વિશે પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો હતો, "જ્યારે મેં રાષ્ટ્રીય સ્તર પર મેડલ જીતવાની શરૂઆત કરી તો તમામ લોકો શુભેચ્છા આપતા, પરંતુ શુભેચ્છા પાઠવીને તેઓ પૂછતા કે, આ ડિસ્કસ થ્રો શું હોય છે, કેવી રીતે રમાય છે?"
સમાચારોથી દૂર કમલપ્રીત છેલ્લાં ત્રણ વર્ષથી સતત મહેનત કરીને ઑલિમ્પિક સુધી પહોંચ્યાં હતાં.

પંજાબના ગામથી શરૂ થઈ સફર

ઇમેજ સ્રોત, Getty Images
કમલપ્રીત પંજાબમાં મુખ્તસરસાહબ જિલ્લાના એક નાનકડા ગામથી આવે છે અને કમલપ્રીતે જ્યારે રમવાનું શરૂ કર્યું ત્યારે ગામમાં રમત નામે કંઈ હતું જ નહીં.
પૂછતાં-પૂછતાં તેઓ બાદલ ગામના સ્પૉર્ટ્સ સેન્ટર પહોંચ્યાં જ્યાંથી તેમણે રમવાની શરૂઆત કરી. સારી કદ-કાઠી ધરાવનારાં કમલપ્રીતે ડિસ્કસ થ્રોમાં હાથ અજમાવ્યો અને સફળતા પણ મેળવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કમલપ્રીતને એ વાતનો વસવસો છે કે કારકિર્દીની શરૂઆતનાં વર્ષોમાં જો ગામમાં જ યોગ્ય માર્ગદર્શન મળ્યું હોત તો તેઓ ટોક્યો નહીં રિયો ઑલિમ્પિકનાં દાવેદાર પણ બની શક્યાં હોત.
આ પૂર્વે પણ કમલપ્રીતે એક વધુ પડકારનો સામનો કરવો પડ્યો. આજે પણ ગામમાં યુવતીઓને સ્પૉર્ટ્સમાં મોકલવામાં સંકોચ જણાય છે.
કમલપ્રીત કહે છે કે, ગામમાં જેવો માહોલ હતો તેના કારણે માતાપિતા પણ એવું ઇચ્છતાં હતાં કે દીકરી ભણે અને પરણી જાય. જોકે, કમલપ્રીત પોતાની વાત પર અડગ રહ્યાં અને પરિવારને જલદી જ મનાવી લીધો.
પરિવારનું સમર્થન મળવાથી તેમને હિંમત મળી અને કમલપ્રીતે જે નિર્ણય કર્યો હતો, તે સંપૂર્ણ રીતે સાચો પુરવાર થયો. વર્ષ 2019માં તેમણે ડિસ્કસ થ્રોમાં એક ખૂબ જ જૂનો નૅશનલ રેકૉર્ડ પણ તોડ્યો.
ખેડૂત માતાપિતા પાસે ન તો કમલપ્રીત સાથે જવાની મોકળાશ હતી ન તો એમની ફ્લાઇટની ટિકિટની; પણ આગળ વધવા માટે કમલપ્રીતનો મક્કમ ઇરાદો જ પૂરતો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
2021માં તેમણે ફેડરેશન કપમાં 65.06 મિટરનો થ્રો કર્યો હતો અને એ પછી થોડા જ દિવસોમાં 66.59 મિટરનો થ્રો કર્યો. 65 મિટર પાર કરનારાં તેઓ પહેલા ભારતીય મહિલા ખેલાડી છે.
કમલ કહે છે કે શરૂઆતના દિવસોમાં તેઓ તાલીમ લેતાં , પરંતુ રમતનાં કેટલાંક પાસાંઓ વિશે તેમણે ખ્યાલ નહોતો. જેમ કે યોગ્ય ખોરાક અને પોષણ.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું, "ગામમાં એવો જ માહોલ હોય કે રોટલો-શાક જ સારું ખાવાનું ગણાય, પરંતુ માર્ગદર્શન મળ્યું પછી ખબર પડી કે પોષણયુક્ત ખોરાકનો અર્થ શું હોય છે. પછી મેં ડાયટ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું."

ક્રિકેટથી પણ લગાવ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કમલપ્રીત ક્રિકેટ પણ રમે છે. તેઓ ક્રિકેટર પણ બનવાં માગતાં હતાં. તેમનું સપનું છે કે તેમને જ્યારે તક મળે ત્યારે તેઓ ક્રિકેટમાં પણ હાથ અજમાવશે.
જ્યારે ઑલિમ્પિકની ફાઇનલ સુધી પહોંચવાં માટે ટોક્યોમાં રમી રહ્યાં હતાં ત્યારે તેમના પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા, કેમ કે ખેતીનું કામ અટકાવી શકાતું નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












