ઑલિમ્પિકમાં ભારતની મહિલા હૉકી ટીમ
ભારતની રાષ્ટ્રીય મહિલા હૉકી ટીમ એશિયાની શ્રેષ્ઠ ટીમોની યાદીમાં સતત સ્થાન પામતી રહી છે. 1982ની એશિયન ગેમ્સમાં ટીમને સુવર્ણચંદ્રક મળ્યો હતો. 2004 અને 2017માં એમ બે વાર એશિયા કપ જિત્યો હતો અને 2016માં એશિયન ચૅમ્પિયન્સ ટ્રૉફી જીતી હતી. 2002 કૉમનવેલ્થ ગેમ્સમાં પણ ટીમને સુવર્ણચંદ્રક મળ્યો હતો. ટોક્યો ઑલિમ્પિકમાં રમવા ગયેલી ભારતની આ ટીમમાં કોણ-કોણ સભ્ય છે અને તે ખેલાડી કયા સ્થાને રમે છે?
આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિએ મહિલા હૉકીની સ્પર્ધા સૌપ્રથમ વાર 1980માં સમર ઑલિમ્પિક્સમાં દાખલ કરી હતી.
ભારતીય મહિલા હૉકી ટીમે 1980ના ઑલિમ્પિક બાદ 2016 રિયો ઑલિમ્પિક રમતોમાં 36 વર્ષ બાદ ભાગ લીધો હતો. તે વખતે ગ્રૂપ સ્ટેજમાંથી જ ભારતીય ટીમ બહાર થઈ ગઈ હતી. પરંતુ આ વખતે 2020 ટોક્યો ઑલિમ્પિક્સમાં મજબૂત ટક્કર આપવા માટે તૈયાર છે. ટીમમાં કોણ-કોણ ખેલાડી છે? જાણવા માટે સ્ક્રૉલ કરો.
ગોલકીપર
સવિતા
ગોલકીપર
18 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં જોડાયેલાં સવિતા હવે 30 વર્ષનાં છે અને ભારતીય ટીમનાં ગોલકીપર છે. આટલાં વર્ષોમાં તેમણે 100થી વધુ મૅચો રમી છે અને એ રીતે ટીમનાં સૌથી અનુભવી ખેલાડી છે.
ટીમના ઘણા સભ્યોની જેમ સવિતા પણ મૂળ હરિયાણા (હિસ્સાર)નાં છે અને 2018માં તેમને અર્જુન ઍવૉર્ડ મળેલો છે. નાનપણમાં રમતગમતમાં બહુ રસ નહોતો, પરંતુ તેમના દાદાએ પ્રોત્સાહન આપ્યું અને સવિતાને સફળતા મળી. 2017માં FIH વિમૅન્સ વર્લ્ડ લીગ રાઉન્ડ 2ની ટુર્નામેન્ટમાં સવિતાને ‘ગોલકીપર ઑફ ધ ટુર્નામેન્ટ'નો ઍવૉર્ડ મળ્યો હતો.
2018ની એશિયન ગેમ્સમાં રજતચંદ્રક મળ્યો તે ક્ષણ તેમને સૌથી યાદગાર લાગે છે. "પાંચ વર્ષ પહેલાં રિયોમાં અમને અનુભવ મળ્યો હતો તેનો લાભ લઈને અમે એક કદમ આગળ વધીશું અને ભારત માટે મહિલા હૉકીમાં એક નવો ઇતિહાસ બનાવીશું", એમ સવિતા કહે છે.
ડિફેન્ડર
દીપ ગ્રૅસ એક્કા
ડિફેન્ડર
ઓડિશામાં જન્મેલાં 27 વર્ષીય દીપ ગ્રૅસ એક્કા ટોક્યોમાં બીજી વાર ઑલિમ્પિક્સમાં રમવા ઊતર્યાં છે અને ટીમનાં વાઇસ કૅપ્ટન છે. બે ઑલિમ્પિક્સ રમનારાં દીપ ઓડિશાનાં પ્રથમ મહિલા ખેલાડી છે.
2013ની વિમૅન્સ જુનિયર હૉકી વર્લ્ડ કપમાં કાંસ્યચંદ્રક જીતનારી ભારતની જુનિયર હૉકી ટીમમાં દીપ હતાં. તે પછીના વર્ષે જ દીપને સિનિયર ટીમમાં સ્થાન મળ્યું હતું. ભારત માટે 200થી વધુ મૅચ રમનારા ખેલાડીઓમાં દીપનો સમાવેશ થાય છે. વર્કઆઉટમાં તેમને કૉર અને રનિંગ પસંદ છે.
"હું નસીબદાર છું કે મારા દેશને ખુશી અને સન્માન અપાવવામાં સહભાગી બની શકી છું અને મને જે ગમે છે તે માટે આજે અમે અહીં આવ્યા છીએ. ગોલ્ડ મેડલ લઈને વતન પરત આવવા માટે હું બધું જ કરીશ," એમ દીપ કહે છે.
નિક્કી પ્રધાન
ડિફેન્ડર
ઝારખંડમાં જન્મેલાં 27 વર્ષીય નિક્કી પ્રધાને 2016માં પ્રથમ આંતરરાષ્ટ્રીય મૅચ રમી હતી અને ત્યારથી ભારતીય ટીમનો હિસ્સો છે. ઝારખંડમાંથી ઘણા પુરુષ હૉકી ખેલાડીઓ ઑલિમ્પિક્સ રમી ચૂક્યા છે, પરંતુ ઝારખંડના ખૂંટી જિલ્લાનાં નિક્કી પ્રથમ યુવતી છે જે પ્રથમ વાર 2016માં રિયો ઑલિમ્પિક માટે ભારતીય ટીમમાં સ્થાન પામ્યાં હતાં. 36 વર્ષ પછી પ્રથમ વાર ભારતીય મહિલા હૉકી ટીમ તે વખતે ક્વૉલિફાય થઈ હતી.
પોલીસ પરિવારનાં પુત્રી નિક્કી ગામમાં જ હૉકી રમતાં હતાં અને હવે તો ભારત વતી 100થી વધુ મૅચો રમી ચૂક્યાં છે. FIHની ઑલિમ્પિક ક્વૉલિફાયર્સ મૅચમાં ભારતની ટીમ જીતી અને ક્વૉલિફાય થઈ ત્યારે નિક્કીએ અગત્યની ભૂમિકા ભજવી હતી.
"કોઈ પણ ખેલાડી માટે ઑલિમ્પિક્સમાં રમવું એ ઉત્સાહવર્ધક હોય છે. મને પણ ફરી એક વાર અહીં રમવાનો થનગનાટ છે. પીચ પર દોડભાગ કરવા અને મારા ઉત્તમ પ્રદર્શન માટે હું આતુર છું." એમ નિક્કી કહે છે.
ગુરજિતકૌર
ડિફેન્ડર
ગુરજિતકૌર પ્રથમ વાર ટોક્યોમાં ઑલિમ્પિક રમશે. તેમની બેવડી ભૂમિકા છે, ડિફેન્ડર અને ડ્રૅગ ફ્લિકરની.
પંજાબની પાકિસ્તાન નજીક સરહદે આવેલા ગામે જન્મેલાં ગુરજિત શાળામાં હૉકી રમતાં હતાં અને તેમાં તેમને મજા આવવા લાગી હતી. ડ્રૅગ ફ્લિક વિશે તેમને બહુ ખ્યાલ નહોતો, પરંતુ સારા માર્ગદર્શન અને પ્રૅક્ટિસ પછી આજે હૉકીમાં ઉત્તમ ડ્રૅગ ફ્લિકર મહિલા ખેલાડીઓમાં તેમનું નામ પણ લેવાય છે.
જાપાનમાં 2019માં FIH વિમૅન્સ સિરીઝ ફાઇનલ રમાઈ તેમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો હતો અને તે વખતે સૌથી વધુ ગોલ કરનારાની યાદીમાં ગુરજિતને સ્થાન મળ્યું હતું. બીબીસી સાથેની વાતચીતમાં ગુરજિતે કહ્યું કે ઑલિમ્પિક્સમાં ભારતીય મહિલા ટીમ સુવર્ણચંદ્રક જીતશે તો તે ઐતિહાસિક ક્ષણ હશે અને ઊભરતી મહિલા ખેલાડીઓ માટે બહુ મોટી સિદ્ધિ હશે.
ઉદિતા
ડિફેન્ડર
ડિફેન્ડર ઉદિતા ભારત વતી કુલ 32 મૅચ રમી ચૂક્યાં છે. હરિયાણામાં જન્મેલા ઉદિતા 2017માં સિનિયર ટીમમાં સ્થાન પામ્યાં હતાં. 2018માં એશિયન ગેમ્સમાં રજતચંદ્રક જીતનારી ટીમમાં પણ ઉદિતા હતાં.
ઉદિતા અગાઉ હેન્ડબૉલનાં ખેલાડી હતાં, પણ છ વર્ષ પહેલાં તેમણે હૉકી રમવાનું વિચાર્યું અને તે નિર્ણય તેમના જીવનમાં પરિવર્તન લાવનારો સાબિત થયો.
"થોડાં વર્ષોથી મને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે અને ટોક્યોમાં ભારતની ટીમને વિજય અપાવવામાં હું મોટું પ્રદાન કરવા માગું છું," એમ તેઓ કહે છે.
નિશા
મિડફિલ્ડર
"2019માં જ આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનું શરૂ કરનારાં નિશા ભારતીય ટીમમાં નવી ખેલાડી છે. જોકે ટીમમાં સ્થાન મળ્યા પછી કોરોના રોગચાળાને કારણે વધુ મૅચ રમાઈ નહોતી. છેલ્લે જોકે 2021માં ટીમ સાથે આર્જેન્ટિનાનો પ્રવાસ કર્યો હતો.
નિશાને પ્રથમ વાર ટીમમાં સ્થાન માટેનો પત્ર મળ્યો તે ક્ષણ યાદગાર બની હતી. હરિયાણાના સોનીપતમાં જન્મેલાં નિશાના પિતા દરજીકામ કરે છે અને તેમનું સપનું હતું કે દીકરી ભારત માટે રમે. નિશા અને સાથી ખેલાડી નેહા બંનેનાં માતા એક જ ફેક્ટરીમાં સાથે કામ કરે છે.
નિશા અને નેહા બંને સાથે જ પ્રૅક્ટિસ કરતાં હતાં."
નવજોતકૌર
મિડફિલ્ડર
હરિયાણાના કુરુક્ષેત્રનાં નવજોતકૌર અંડર-19 ટીમમાં પ્રથમ વાર જુનિયર એશિયા કપ 2012માં રમ્યાં હતાં અને સૌને પ્રભાવિત કર્યા હતા. કોરિયામાં રમાયેલી 17મી એશિયન ગેમ્સમાં કાંસ્યપદક જીતનારી ભારતીય ટીમમાં પણ નવજોત હતાં.
પોતાના દરેક નિર્ણયમાં માતાપિતાએ સાથ આપ્યો અને ખાસ કરીને પિતાએ તેમને શાળામાંથી જ રમતગમતમાં ભાગ લેવા પ્રોત્સાહન આપ્યું હતું એમ નવજોત કહે છે. નવજોત બીજી વાર ઑલિમ્પિકમાં ભાગ લઈ રહ્યાં છે.
મોનિકા
મિડફિલ્ડર
27 વર્ષનાં મિડફિલ્ડર મોનિકા પણ હરિયાણાનાં જ છે અને ભારતીય ટીમને મહત્ત્વની જીત મળી તેમાં હિસ્સેદાર હતાં. 2016માં એશિયન ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતીય ટીમને ગોલ્ડ મળ્યો તેમાં પણ મોનિકા હતાં.
2016ની રિયો ઑલિમ્પિકમાં તેઓ રમી ચૂક્યાં છે એટલે ઑલિમ્પિક્સનો તેમને અનુભવ છે. "કોઈ પણ ખેલાડી માટે ઑલિમ્પિક્સ એ સૌથી મોટું સન્માન હોય છે કે ભારતનું પ્રતિનિધિત્વ ત્યાં કરવા મળે.
ટીમના સિનિયર સભ્ય તરીકે મારી જવાબદારી છે કે ટીમની જુનિયર ખેલાડીઓ માટે સ્થિતિને તરત અનુકૂળ બનાવવી અને પ્રથમ મૅચથી તે સારામાં સારું રમતી થાય તે જોવું", એમ મોનિકા કહે છે. ભારત માટે પ્રથમ વાર રમવાનું થયું તે ક્ષણ આજેય યાદગાર છે એમ મોનિકા કહે છે.
પી. સુશીલા ચાનુ
મિડફિલ્ડર
36 વર્ષ પછી આખરે 2016માં રિયો ઑલિમ્પિકમાં ભારતીય મહિલા હૉકી ટીમને સ્થાન મળ્યું ત્યારે ટીમનાં કૅપ્ટન સુશીલા ચાનુ હતાં. જુનિયર ટિકિટચેકર તરીકે કામ કરનારાં સુશીલા માટે ભારતીય ટીમનાં કૅપ્ટન બનવું બહુ લાંબી સફર રહી હતી. મણિપુર રાજ્યનાં સુશીલા જુનિયર મહિલા હૉકી ટીમનાં કૅપ્ટન બન્યાં હતાં અને 2013માં કાંસ્યચંદ્રક જીતી લાવ્યાં હતાં.
29 વર્ષીય સુશીલા ભારતીય ટીમનાં સૌથી અનુભવી મિડફિલ્ડર છે અને છેલ્લાં કેટલાંય વર્ષોથી ભારત માટે આધારસ્તંભ બનીને રહ્યાં છે.
2014ની એશિયન ગેમ્સમાં અને 2017ના એશિયા કપમાં ગોલ્ડ મેડલ લાવવામાં તેમની અગત્યની ભૂમિકા રહી છે.
સલિમા ટેટે
મિડફિલ્ડર
19 વર્ષીય સલિમા અત્યાર સુધીમાં ભારત વતી 29 આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂક્યાં છે. ઝારખંડમાં નિક્કી પ્રધાન પછી તેઓ બીજાં મહિલા હૉકી ખેલાડી છે. 2018માં યૂથ ઑલિમ્પિક્સમાં ભારતીય ટીમને રજતચંદ્રક મળ્યો ત્યારે ટીમનાં કૅપ્ટન સલિમા હતાં. એ ચંદ્રક મેળવવાની ક્ષણને તેઓ યાદગાર ગણે છે.
"હું ઑલિમ્પિક્સમાં ભારત માટે રમવા જઈ રહી છું તે કોઈ સ્વપ્ન જેવું લાગે છે. સાથે જ હું પડકારોથી પણ વાકેફ છું, કેમ કે અમારે સર્વોચ્ચ કક્ષાએ સ્પર્ધાનો સામનો કરવાનો છે. હું અમારી સામેના આ કાર્ય પર જ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરી રહી છું," એમ સલિમા કહે છે.
નેહા
મિડફિલ્ડર
24 વર્ષીય નેહા ગોયલ વર્ષ 2011માં જુનિયર ટીમ સાથે સંકળાયાં અને વર્ષ 2014માં તેમણે સિનિયર ટીમ માટે પ્રથમ મૅચ રમી.
વર્ષ 2017માં તેમણે વિમેન્સ હૉકી એશિયા કપમાં ચીન વિરુદ્ધ પોતાનો પ્રથમ ગોલ નોંધાવ્યો હતો.
નેહાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મારા પિતાને દારૂ પીવાની ટેવ હતી અને ઘરનું વાતાવરણ સારું નહોતું. મેં મફત પગરખાં અને કપડાં મેળવવા માટે હૉકી રમવાનું શરૂ કર્યું. મારા કોચે મને પ્રેરણા આપી અને મને નાણાકીય સહાય કરી. મારા પિતાના દેહાંત બાદ મારા માતા એક ફેકટરીમાં કામ કરતાં અને મારાં બહેન અને હું તેમને ઘરે મદદ કરતાં."
નેહા પ્રથમ વખત ઑલિમ્પિકમાં રમી રહ્યાં છે. તેમણે કહ્યું કે, "હું ભારતની ઑલિમ્પિકમાં રમનારી ટીમનો ભાગ બનીને ગર્વ અનુભવી રહી છું. અમે આ સ્પર્ધા માટે પાછલાં પાંચ વર્ષમાં આકરી મહેનત કરી છે. અમારી પાસે દરેક પરિસ્થિતિ માટે યોજના છે, માત્ર જરૂર છે તેને અમારી સંપૂર્ણ ક્ષમતા સાથે અમલમાં મૂકવાની."
ફૉરવર્ડ
રાણી
ફૉરવર્ડ
ભારતની મહિલા હૉકી ટીમનાં કૅપ્ટન છે રાણી. 2020માં પ્રતિષ્ઠિત વર્લ્ડ ગેમ્સ ઍથ્લીટ ઑફ ધ યર ઍવૉર્ડ રાણીને મળ્યો અને સાથે જ તેઓ પ્રથમ હૉકી ખેલાડી બન્યાં, જેમને આ ઍવૉર્ડ મળ્યો હોય. 15 વર્ષની ઉંમરથી રાણી ભારતીય ટીમમાં સ્થાન મેળવતાં આવ્યાં છે અને 2020ના વર્લ્ડ કપમાં તેઓ સૌથી યુવા ખેલાડી હતાં.
હરિયાણામાં હાથલારી ખેંચીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવારનાં રાણીને નાનપણમાં હૉકી રમવું હતું, પણ તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જોકે તેમને હૉકી રમતા જોનારાને તેમની ક્ષમતાનો પરિચય થવા લાગ્યો અને થોડા સમયમાં જ તેમને ભારતીય હૉકી ટીમમાં સ્થાન મળી ગયું.
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવૂમન ઑફ ધ યર ઍવૉર્ડ માટે પણ 2020માં તેમનું નામાંકન થયું હતું. રાણી રામપાલને ભારત સરકારે પદ્મશ્રી ઍવૉર્ડ આપ્યો છે. 2019માં ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થવા માટે અમેરિકાને 6-5થી ભારતે હરાવ્યું ત્યારે જીતનો ગોલ કરનારાં રાણી જ હતાં.
શર્મિલા દેવી
ફૉરવર્ડ
હજી બે વર્ષ પહેલાં જ 2019માં શર્મિલા દેવીને સિનિયર ટીમમાં સ્થાન મળ્યું છે. ટોક્યો હૉકી 2020 ઑલિમ્પિક્સ માટેની ટેસ્ટ ઇવેન્ટમાં તેમને સ્થાન મળ્યું હતું. તે પછી નવ મૅચ રમ્યા પછી હવે ઑલિમ્પિક્સમાં પ્રથમ વાર રમવાની તક મળી રહી છે.
હરિયાણાના હિસ્સારનાં 19 વર્ષીય શર્મિલાને ભારતીય ટીમમાં સરપ્રાઇઝ પૅકેજ તરીકે જોવામાં આવે છે. શર્મિલા FIH હૉકી ટુર્નામેન્ટમાં અમેરિકાને હરાવનારી ભારતીય ટીમમાં પણ હતાં. ઑલિમ્પિક ક્વૉલિફાયર્સ 2019ની અમેરિકા સામેની આ મૅચમાં પ્રથમ ગોલ જ શર્મિલાએ ફટકાર્યો હતો.
"ટોક્યો ઑલિમ્પિક્સ જોરદાર અનુભવ બની રહશે તેની મને ખાતરી છે અને આ મોટા સ્ટેજ પર ભારતીય ટીમ વતી રમવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છું", એમ તેઓ કહે છે.
વંદના કટારિયા
ફૉરવર્ડ
29 વર્ષીય વંદના ફેડરરનાં ફેન છે અને ભારતીય ટીમમાં આક્રમણ કરનારાં ખેલાડીઓમાં તેમનું સ્થાન છે. 2013માં જુનિયર મહિલા વર્લ્ડ કપમાં વંદના ભારતનાં ટૉપ સ્કોરર બન્યાં હતાં. તે પછી ભારતીય ટીમમાં સ્થાન મળ્યું અને રિયો ઑલિમ્પિક્સમાં રમવાની તક મળી હતી.
ઉત્તર પ્રદેશનાં વંદના અત્યાર સુધીમાં 200 મૅચ રમી ચૂક્યાં છે અને ટીમનાં સૌથી અનુભવી સ્ટ્રાઇકર ખેલાડી ગણાય છે.
એશિયન ચૅમ્પિયનશિપ ટ્રૉફીમાં ગોલ્ડ જીતનારી ટીમમાં પણ વંદના હતાં. જોકે 2013માં જુનિયર વિમૅન્સ વર્લ્ડ કપ તેમનો સૌથી યાદગાર બની રહ્યો હતો.
લાલરેમસિયામી
ફૉરવર્ડ
લાલરેમસિયામી મિઝોરમનાં પ્રથમ મહિલા હૉકી ખેલાડી છે, જે ઑલિમ્પિક્સ સુધી પહોંચ્યાં છે. 21 વર્ષીય લાલરેમસિયામીનો જન્મ અને ઉછેર મિઝોરમના કોસાલિબમાં થયો. 2019માં તેમને ‘FIH વિમેન્સ રાઇઝિંગ સ્ટાર ઑફ ધ યર'નો ખિતાબ પણ મળ્યો.
સિયામી એવા હુલામણા નામે જાણીતાં આ ખેલાડી 2018માં એશિયન ગેમ્સમાં રજતચંદ્રક લઈ આવનારી ટીમમાં હતાં. 2019માં ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થવા માટેની અગત્યની મૅચ જીતવી ભારતીય ટીમ માટે જરૂરી બની ગઈ હતી. તે વખતે જ સિયામીને ખબર મળ્યા કે તેમના પિતાનો દેહાંત થયો છે. આમ છતાં તેઓ લાગણીઓને કાબૂમાં રાખીને ભારતીય ટીમને જિતાડવા માટે દિલ લગાવીને રમતાં રહ્યાં.
એશિયન ગેમ્સમાં મેડલ મેળવનારાં તેઓ મિઝોરમનાં પ્રથમ હૉકી ખેલાડી બન્યાં છે. "મને કાયમ ઑલિમ્પિક્સની આતુરતા રહી છે અને આખરે મને પણ ત્યાં જવાની તક આ વર્ષે મળી રહી છે," એમ લાલરેમસિયામી ખુશી વ્યક્ત કરતાં કહે છે.
નવનીતકૌર
ફૉરવર્ડ
25 વર્ષીય નવનીતકૌર ભારત માટે અત્યાર સુધીમાં 79 મૅચ રમ્યાં છે અને ટીમનાં સૌથી ઉત્તમ ખેલાડી તરીકે જાણીતાં છે. નવનીત પણ હરિયાણાનાં છે અને 2013માં જર્મનીમાં જુનિયર વિમૅન્સ હૉકી વર્લ્ડ કપ યોજાયો ત્યારે ભારતની ટીમમાં સામેલ હતાં.
2019માં ઑલિમ્પિક ક્વૉલિફાયર્સમાં ભારત આખરે જિત્યું ત્યારે ટીમમાં પણ નવનીત હતાં.
"આતુરતાનો અંત આવી રહ્યો છે. લાંબા સમયથી અમે ટોક્યો ઑલિમ્પિક માટે રાહ જોતાં હતાં અને આખરે તે આવી પહોંચ્યો છે. આના માટે અમે બહુ મહેતન કરી છે," એમ નવનીત કહે છે.

ફૉરવર્ડ_FWD.jpg?v=1.0.2)

ટોક્યો ઑલિમ્પિક 2020: કયા દેશને કેટલા મેડલ?
Tokyo Olympics : કોરોના મહામારી દરમિયાન દિલ્હીથી ટોક્યો સુધી કેવી મુશ્કેલીઓમાં પહોંચી બીબીસી ટીમ
ટોકિયો ઑલિમ્પિક : જાપાનમાં કોરોનાની મહામારી વચ્ચે કરાયેલા આયોજનની ખાસ વાતો